________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-રૂપ
૩૮૧ પ્રશંસા વડે મિથ્યાત્વની અભિવૃદ્ધિ નથી એમ હોતે છતે, મિથ્યાદષ્ટિ પુરુષવિશેષતા દયા-શીલાદિતા ગુણતા પુરસ્કારથી પ્રશંસા કર્તવ્ય થશે નહિ; કેમ કે અવ્યતીર્થિક પરિગૃહીત અહમ્પ્રતિમાના વિશેષથી અવંઘત્વની જેમ; અતીર્થિક પરિગૃહીત ગુણોનું પણ વિશેષથી અપ્રશંસનીયપણું છે.
કેમ અન્યતીર્થિક પરિગૃહીત ગુણોનું પણ વિશેષથી અપ્રશંસનીયપણું છે ? તેમાં હેતુ કહે છે – દોષવાનપણાથી પ્રતિસંધાન કરતા પુરુષમાં તર્ગત ગુણની પ્રશંસાનું તર્ગત દોષતી અનુમતિમાં પર્યવસિતપણું છે. આથી જ=દોષવાન પુરુષમાં રહેલા ગુણની પ્રશંસા કરવી ઉચિત નથી આથી જ, સુખશીલ જનને વંદન અને પ્રશંસામાં સુખશીલ એવા સાધુને વંદન અને પ્રશંસા કરવામાં તર્ગત પ્રમાદસ્થાનની અનુમોદનાની આપત્તિ કહેવાઈ છે.
કયાં કહેવાઈ છે ? તે સ્પષ્ટ કરે છે – “સુખશીલ એવા સાધુમાં કૃતિકર્મ-વંદન, અને પ્રશંસા કર્મબંધ માટે છે. કેમ કર્મબંધ માટે છે ? તેથી કહે છે –
જે જે પ્રમાદસ્થાનો છે તે સાધુમાં જે જે પ્રમાદસ્થાનો છે. તે તે ઉપબૃહીત થાય છે.” ઈત્યાદિ દ્વારા આવશ્યકાદિમાં કહેવાયું છે, એમ પૂર્વ સાથે સંબંધ છે.
ત્યાં પૂર્વમાં પરની શંકા બતાવી ત્યાં, અમે કહીએ છીએ એમ ગ્રંથકારશ્રી કહે છે – જો તર્ગત દોષોના જ્ઞાનનું જ તેની પ્રશંસાથી તેમના તે દોષની અનુમતિમાં પર્યવસાયકપણું છે, એથી મિથ્યાદૃષ્ટિના ગુણની પ્રશંસાનો ત્યાગ તને અભિમત છે. તો અવિરત સમ્યક્તીના સમ્યક્તાદિ ગુણની પ્રશંસા પણ અકર્તવ્ય થાય; કેમ કે તર્ગત અવિરતિ દોષતા જ્ઞાનથી=અવિરતસમ્યગ્દષ્ટિગત અવિરતિના દોષતા જ્ઞાનથી, તેનું તેની પ્રશંસાનું અવિરત-સમ્યગ્દષ્ટિની પ્રશંસાનું, તેની અનુમતિમાં પર્યવસાન છે=અવિરતિની અનુમોદનામાં પર્યવસાન છે.
થથી પૂર્વપક્ષી કહે કે અવિરતસમ્યગ્દષ્ટિ આદિમાં અવિરતિ આદિનું સ્ફટ દોષપણું નથી=પ્રગટ દોષપણું નથી. અને પ્રગટ દોષનું પ્રતિસંધાન જ તર્ગત પ્રશંસાનું તેમાં રહેલા ગુણોની પ્રશંસાનું, દોષ અનુમતિના પર્યવસાનનું બીજ છે. આથી જ=સ્પષ્ટ દોષનું પ્રતિસંધાન હોય ત્યાં તર્ગત ગુણનું અનુમોદન નિષિદ્ધ છે આથી જ, શેલકરાજર્ષિ વગેરેના પાર્થસ્થાદિ સ્પષ્ટ દોષના પ્રતિસંધાનમાં હીલનીયપણું શાસ્ત્રમાં કહેવાયું છે. પરંતુ ગુણસામાન્યને ગ્રહણ કરીને પ્રશંસનીયપણું કહેવાયું નથી; કેમ કે તત્કાલીન તેમની પ્રશંસાનું પાર્થસ્થાદિ ભાવકાલીન શૈલકરાજર્ષિની પ્રશંસાનું, દોષની અનુમતિ-રૂપપણું છે, એથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિના સમ્યક્તાદિ ગુણના અનુમોદનમાં દોષ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – માર્ગાનુસારી મિથ્યાષ્ટિઓનું મિથ્યાત્વ પણ સ્ફટ દોષ નથી; કેમ કે તત્વના અને ઇતરના લિંદનાદિથીeતત્વની નિંદા અને અતત્વની અનુમોદનાથી, ઉપહિત પ્રબલ મિથ્યાત્વનું જ સ્કુટ દોષપણું છે, એથી તર્ગત ગુણપ્રશંસામાં પણ મિથ્યાષ્ટિગત ગુણપ્રશંસામાં પણ દોષ નથી. અને આ=પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે માર્ગાનુસારી મિથ્યાષ્ટિમાં સ્પષ્ટ દોષ નથી એ, એ પ્રમાણે અવશ્ય સ્વીકારવું જોઈએ. અન્યથા–એ પ્રમાણે