________________
૩૭૫
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાગા-૩૫
“મોક્ષાશય પણ અન્યત્ર ચરમાવર્તથી અત્યાવર્તમાં ગુરુભાવમલના પ્રધાનપણાને કારણે=અત્યંત ભાવમલના પ્રધાનપણાને કારણે, થતો નથી. જે પ્રમાણે ગુરુવ્યાધિના વિકારમાં પથ્યનો આશય પણ સમ્યફ થતો નથી.” (વિંશતિવિંશિકા ૪/૧) ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વિંશિકાના ઉદ્ધરણમાં રહેલા “અન્યત્ર' શબ્દનો અર્થ કરે છે – અન્યત્રકચરમપુદ્ગલપરાવર્તથી અન્યત્ર. તેથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે મોક્ષનો આશય પણ મોહમલની મંદતા નિમિત્તે થતો હોવાથી શુદ્ધ છે તેથી, વિષયશુદ્ધાદિ ત્રિવિધ પણ અનુષ્ઠાન પ્રશસ્ત છે, એ પ્રમાણે સિદ્ધ છે. અને વિંશિકામાં જ કહેવાયું છે –
“અહીં=સંસારમાં, વિષય, સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકારથી શુદ્ધ ધર્મ થાય છે. જે કારણથી તે મોક્ષાશયથી સર્વ ખરેખર સુંદર જાણવું” (વિંશતિવિંશિકા ૩/ર૦)
ત્તિ' શબ્દ વિંશિકાના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને વિષયશુદ્ધાદિનો ભેદ યોગબિંદુમાં આ બતાવાયો છે – “વિષય, આત્મા સ્વરૂપ, અને અનુબંધ વડે ત્રણ પ્રકારનું શુદ્ધ અનુષ્ઠાન કહેવાયું છે. આનું અનુષ્ઠાનનું. યથોત્તર પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરનું, પ્રધાનપણું જાણવું.
આધ=વિષયશુદ્ધ, મુક્તિ આદિ માટે જે જ પતનાદિ પણ કરાય છે. મુક્તિના ઉપાદેયના લેશભાવથી તે જ શુભ કહેવાય છે.
બીજું વળી લોકષ્ટિથી યાદિ જ વ્યવસ્થિત છે. અહીં=બીજા અનુષ્ઠાનમાં. યથાશાસ્ત્ર જ નથી; કેમ કે સમ્યજ્ઞાનાદિનો અયોગ છે.
વળી ત્રીજું પણ પ્રશાંતવૃત્તિ વડે સર્વત્ર દેઢ સુક્યથી વજિત આયમાદિ અનુષ્ઠાન, તત્ત્વસંવેદનથી યુક્ત જાણવું” (યોગબિંદુ પ્રકરણ શ્લોક-૨૧૧) ભાવાર્થ :
સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાનરૂપ સર્વ કૃત્ય, જાતિથી અનુમોદ્ય અને પ્રશંસનીય છે. એ પ્રકારના કથનથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સુસાધુઓ જે સ્વભૂમિકાનુસાર ઉચિત અનુષ્ઠાન ઉત્સર્ગમાર્ગથી કરે છે તે સર્વ અનુષ્ઠાન મોક્ષને અનુકૂલ એવી સ્વરૂપયોગ્યતાવાળું હોવાથી પ્રશંસનીય અને અનુમોદનીય છે. આ કથનથી એ ફલિત થાય કે સાધુ કે શ્રાવક અપવાદથી જે ઉચિત આચરણ કરે છે તે આચરણા મોક્ષને અનુકૂળ હોવા છતાં જાતિથી અનુમોદનીય નથી. આથી જ કોઈ સાધુ અપવાદથી અશુદ્ધ દાનાદિ ગ્રહણ કરતા હોય અને તેના દ્વારા સંયમના કંડકની વૃદ્ધિની પ્રાપ્તિ કરતા હોય તો તે કૃત્ય ભાવને આશ્રયીને આગળમાં કહેવાય છે તે રીતે અનુમોદ્ય છે, પરંતુ જાતિથી અનુમોદનીય નથી. આથી જ આગળમાં કહેવાશે તે પ્રમાણે વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાન ભાવને આશ્રયીને અનુમોદ્ય