________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૪
કોઈ વસ્તુ=કોઈ કૃત્યરૂપ વસ્તુ, જાતિથી ઇષ્ટ કે અનિષ્ટ નથી, પરંતુ પરિણામવિશેષથી=પોતાને ઇષ્ટની પ્રાપ્તિ થતી હોય તો ઇષ્ટ અને પોતાને અનિષ્ટની પ્રાપ્તિ થતી હોય તો અનિષ્ટ એ પ્રકારના પરિણામવિશેષથી, ભજનીય છે.
-
જે કારણથી કલ્પાકલ્પ વિભાગને આશ્રયીને વાચકમુખ્ય વડે કહેવાયું છે
“કંઈક શુદ્ધ કલ્પ્ય અકલ્પ્ય થાય, અકલ્પ્ય પણ કલ્પ્ય થાય.
શું કલ્પ્ય-અકલ્પ્યાદિ થાય ? તે સ્પષ્ટ કરે છે
પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર, ભેષજાદિ કમ્પ્ય-અકલ્પ્ય થાય.” (પ્રશમરતિ પ્રકરણ શ્લોક-૧૪૫) વળી, ગ્રંથકારશ્રી પ્રશંસા અને અનુમોદનાનો વિષયભેદ નથી તે સ્પષ્ટ કરે છે –
૩૬૭
મોહથી કે પ્રમાદાદિથી અનિષ્ટવિષયપણું પ્રશંસાની જેમ અનુમોદનાનું પણ થાય છે, એથી કોઈ વિષયભેદ નથી=પ્રશંસા-અનુમોદનાનો વિષયભેદ નથી, અને અનિષ્ટવિષયતાઅવચ્છેદનથી=અનુમોદના કરવા યોગ્ય ન હોય તેવા કૃત્યતા વિભાગથી, આ બેનું=અનુમોદના અને પ્રશંસાનું, ઉપચારઅનુપચારની પ્રવૃત્તિથી અતિચારનો ભાવ અને ભંગનો ભાવ હોવાથી ભેદ છે એમ ન કહેવું; કેમ કે અભિમત ઉપચારથી અતિચારપણાનો અભાવ છે. અન્યથા=અનિષ્ટ વિષયમાં અભિમત ઉપચારથી કરાયેલી પ્રશંસામાં અતિચારનો અભાવ ન સ્વીકારવામાં આવે તો,
“સંસ્તરણમાં અશુદ્ધ આહાર ગ્રહણ કરનાર અને આપનાર બંનેનું પણ અહિત છે. આતુરના દૃષ્ટાંતથી=ગ્લાનના દૃષ્ટાંતથી, તે જ=અશુદ્ધ દાન, અસંસ્તરણમાં હિત છે.” (પિંડવિશુદ્ધિ પ્રકરણ)
ઇત્યાદિ શાસ્ત્રીય વચનમાં કારણિક અશુદ્ધ ગ્રહણની પ્રશંસાના પણ અતિચારપણાનો પ્રસંગ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રશંસામાં અભિમત ઉપચાર હોય ત્યારે અતિચાર થતો નથી, પરંતુ અભિમત ઉપચાર હોય ત્યારે અતિચાર થાય છે અને અનુમોદનામાં અનભિમત ઉપચાર થાય=અનભિમત અનુમોદનાનો પરિણામ થાય, ત્યારે ભંગ થાય છે, માટે વિષયભેદની પ્રાપ્તિ થશે. તેના નિરાકરણ માટે કહે છે –
અનભિમત ઉપચારથી અતિચાર અને ભંગમાં=અનભિમત એવા દોષવાળા પાત્રમાં પ્રશંસાનો ઉપચાર કરવાથી કે અનુમોદનાનો પરિણામ કરવાથી પ્રશંસામાં અતિચારની અને અનુમોદનામાં ભંગતી પ્રાપ્તિ થાય છે તેમાં, પરિણામભેદ પ્રયોજક છે=અનભિમત પ્રશંસાસ્થાનમાં માનાદિ કષાયને કારણે પ્રશંસા થાય છે તેથી અતિચાર થાય છે અને અનભિમત અનુમોદનામાં તે દોષો પ્રત્યેનો રુચિનો પરિણમન થાય છે માટે ભંગ છે એ રૂપ પરિણામભેદ પ્રયોજક છે, પરંતુ અનુમોદના અને પ્રશંસાના વિષયનો ભેદ નથી; એથી અનુમોદના અને પ્રશંસાનો વિષયભેદ છે એ કથન અર્થ વગરનું છે.
શાસ્ત્રમાં પણ “પ્રશંસા અનુમોદનાવિશેષ જ છે” એ પ્રમાણે કહેવાયું છે. તે=પ્રશંસા અનુમોદનાવિશેષ જ છે તે, પંચાશક વૃત્તિકાર વડે કહેવાયું છે -