________________
૩૭૧
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૪, ૩૫
વળી શાસ્ત્રમાં પણ પ્રશંસાને અનુમોદનાવિશેષ જ કહેવાયેલ છે અર્થાત્ ત્રણ યોગથી થતી અનુમોદનામાંથી વાચિક અનુમોદનારૂપ જ પ્રશંસા કહેવાયેલ છે. તે શાસ્ત્રવચન સ્પષ્ટ કરતાં કહે છે – પંચાશકની વૃત્તિમાં સાધુને દ્રવ્યસ્તવની અનુમોદના હોય છે તેમ બતાવેલ છે. ત્યાં અનુમોદનાનો અર્થ કર્યો કે જિનપૂજાદિ દર્શન જનિત પ્રમોદ પ્રશંસારિરૂપ અનુમતિથી સાધુને દ્રવ્યસ્તવ છે. તેથી જેમ પ્રમોદરૂપ અનુમોદના છે તેમ પ્રશંસારૂપ પણ અનુમોદના છે, તેમ સિદ્ધ થાય છે. ll૩૪ll અવતરણિકા -
एवमनुमोदनाप्रशंसयोर्विषयभेदाभावे सिद्धेऽनुमोदनीयप्रशंसनीययोर्विषमव्याप्तिं परिहरनाह - અવતરણિકાર્ય :
આ રીતે ગાથા-૩૩માં બતાવ્યું એ રીતે, અનુમોદના-પ્રશંસાના ભેદનો અભાવ સિદ્ધ થયે છતે અનુમોદનીય અને પ્રશંસનીય વસ્તુમાં વિષમ વ્યાપ્તિના પરિહારને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
तेणमणुमोअणिज्जं पसंसणिज्जं च होइ जाईए । सुद्धं किच्चं सव्वं भावविसिटुं तु अन्नपि ।।३५ ।।
છાયા :
तेनानुमोदनीयं प्रशंसनीयं च भवति जात्या । शुद्धं कृत्यं सर्वं भावविशिष्टं तु अन्यदपि ।।३५ ।।
અન્વયાર્થ :
તેf=તે કારણથી=અનુમોદના અને પ્રશંસાના વિષયના ભેદનો અભાવ છે તે કારણથી, સર્વ સુદ્ધ વિવં=સર્વ શુદ્ધ કૃત્ય, નારું=જાતિથી અનુમોગાનં ર પસંસળિજું દોડું અનુમોદનીય અને પ્રશંસનીય છે. સુકવળી, અન્ન અન્ય પણ સ્વરૂપશુદ્ધ કૃત્ય ન હોય તેવું અન્ય પણ, માવવિસિદં ભાવવિશિષ્ટ મોક્ષને અનુકૂલ ઉત્તમ ભાવવિશિષ્ટ, (અનુમોદનીય અને પ્રશંસનીય છે, એમ અવય છે.) In૩પા ગાથાર્થ :
તે કારણથી અનુમોદના અને પ્રશંસાના વિષયના ભેદનો અભાવ છે તે કારણથી, સર્વ શુદ્ધ કૃત્ય જાતિથી અનુમોદનીય અને પ્રશંસનીય છે. વળી, અન્ય પણ સ્વરૂપશુદ્ધ કૃત્ય ન હોય તેવું અન્ય પણ, ભાવવિશિષ્ટ મોક્ષને અનુકૂલ ઉત્તમ ભાવવિશિષ્ટ, (અનુમોદનીય અને પ્રશંસનીય છે, એમ અન્વય છે.) Il૩૫ll