________________
૩૧૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪, ૨૫ સમુખ, સન્મુખતર જ થાય છે. માટે તેવા માર્ગાનુસારી જીવો સમ્યગ્દષ્ટિ જેવા જ જાણવા એમ ગ્રંથકારશ્રીએ કહેલ છે.
આ કથનથી શું ફલિત થાય છે ? તે ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે – સર્વથા અભિનિવિષ્ટ ચિત્તવાળા મિથ્યાષ્ટિ જીવોનાં દયાદિ કૃત્યો દુષ્ટ છે અર્થાતુ સંસાર ફળવાળાં જ છે. અર્થાત્ અસાર પુણ્ય બંધાવીને સંસારના પરિભ્રમણનું કારણ છે. અનભિનિવિષ્ટ ચિત્તવાળા જીવોનાં દયાદિ કૃત્યો માર્ગાનુસારિતાનું નિમિત્ત છે અર્થાત્ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ છે; કેમ કે મિથ્યાત્વની મંદતામાં જે સામાન્યરૂપ દયાદિ છે તે, તે જીવોમાં વર્તતા સદ્ધર્મરૂપી બીજના પ્રરોહરૂપ છે.
ગ્રંથકારશ્રીએ યુક્તિથી સમાધાન કર્યું કે અન્યદર્શનના માર્ગાનુસારી જીવો મિથ્યાત્વની મંદતાવાળા હોવાથી દેશારાધક છે. એ કથન દ્વારા સૂત્રકૃતાંગનું વચન ગ્રહણ કરીને પૂર્વપક્ષી કહે છે કે મિથ્યાષ્ટિની કોઈપણ ધર્મની ક્રિયા હોય તોપણ તેઓમાં લેશથી આરાધકપણું નથી તે કથનનું નિરાકરણ થાય છે; કેમ કે ભવાભિનંદી મિથ્યાષ્ટિ જીવોની ધર્મની સર્વ ક્રિયા વિફલ હોવા છતાં પણ જેઓમાં ભવાભિનંદીદોષો નાશ પામી રહ્યા છે તેવા જીવોની ક્રિયાઓ દુષ્ટભાવથી અનુપહિત હોવાથી તેઓમાં દેશારાધકપણું છે. આ કથન દ્વારા કેટલાક કહે છે કે મિથ્યાષ્ટિનાં સર્વ કૃત્યો નિરર્થક છે તેનું પણ તાત્પર્ય સ્પષ્ટ કરાયું; કેમ કે શાસ્ત્રમાં વિશિષ્ટ ફલાભાવની અપેક્ષાએ પણ કેટલાક કૃત્યોને નિરર્થક કહેવામાં આવે છે. તેથી કેટલાક સ્થાને માર્ગાનુસારીનાં કૃત્યોને પણ સમ્યગ્દષ્ટિ જેવાં વિશિષ્ટ ફલવાળાં તે કૃત્યો નહીં હોવાથી નિરર્થક કહેવાય છે. જેમ તામલીતાપસના ૧૦ હજાર વર્ષના તપને પણ બાલતા કહ્યું છે. વસ્તુતઃ તે તપના પ્રભાવથી જ તામલીતાપસ ઇન્દ્ર થઈને એકાવતારી થયા છે.
૩ાથ'થી પૂર્વપક્ષી કહે છે કે પોષ મહિનામાં વડવૃક્ષમાં પણ આમ્રફળ આવતું નથી અને આમ્રવૃક્ષમાં પણ આમ્રફળ આવતું નથી. તોપણ વટવૃક્ષમાં આમ્રફળની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતાનો અભાવ છે. અને આમ્રવૃક્ષમાં આમ્રફળની યોગ્યતા હોવા છતાં પોષ મહિનામાં સહકારીયોગ્યતાનો અભાવ છે, તેથી તે બંનેમાં ભેદ છે. તેમ મિથ્યાદૃષ્ટિનું કૃત્ય વટવૃક્ષ જેવું છે, તેથી તેના જ્ઞાનાદિ સર્વથા નિરર્થક છે અને ચારિત્રહીન એવા સમ્યગ્દષ્ટિના જ્ઞાનાદિ ભાવિમાં ચારિત્રની પ્રાપ્તિનું કારણ હોવાથી આમ્રવૃક્ષ જેવા સહકારીયોગ્યતાના અભાવને કારણે વર્તમાનમાં ચારિત્રીની જેમ વિશેષ ફળનું કારણ બનતા નથી, તોપણ ભાવિમાં ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તે રીતે જ ગાઢ મિથ્યાદૃષ્ટિ જીવોનાં દાનાદિ કૃત્યો વટવૃક્ષ જેવાં સર્વથા નિષ્ફળ છે અને અલ્પાબંધકાદિ જીવોનાં દાનાદિ કૃત્યો પરંપરાએ ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે, માટે સર્વથા નિષ્ફળ નથી. માટે અન્યદર્શનમાં રહેલા માર્ગાનુસારી જીવોને દેશારાધક સ્વીકારવા જોઈએ. ll૨૪ll અવતરણિકા :
तदेवं 'शीलवानश्रुतवांश्च बालतपस्वी देशाराधकः' इति वृत्तिगतः प्रथमपक्षः समर्थितः, अथ तद्गतं द्वितीयं पक्षं समर्थयति -