________________
૩૪૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮
ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સંવિગ્ન પાક્ષિક અને અવિરતસમ્યગ્દષ્ટિ દેશવિરાધક છે એ પ્રકારની પરિભાષામાં ભગવતીસૂત્રનું તાત્પર્ય છે. હવે તે પ્રકારની પરિભાષાનું શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવતાં કહે છે –
સંવિગ્નપાક્ષિક અને અવિરતસમ્યગ્દષ્ટિને દેશવિરાધક સ્વીકારવાથી રત્નત્રયીના દેશદ્રયના તેઓ આરાધક છે એ પ્રકારનો આક્ષેપ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંવિગ્નપાક્ષિક અને અવિરતસમ્યગ્દષ્ટિ ભગવાનના વચનરૂપ શ્રુતજ્ઞાન અને ભગવાનના વચન પ્રત્યે પોતાની જે સ્થિર શ્રદ્ધા છે તેને અતિશાયિત કરવા માટે સદા ઉદ્યમ કરે છે. તેના માટે જ્ઞાનવૃદ્ધિ અને દર્શન શુદ્ધિના ઉપાયો પ્રધાનરૂપે સેવે છે અને શક્તિ અનુસાર ચારિત્રની શક્તિસંચય અર્થે સદા ઉદ્યમ કરે છે. માટે દેશદ્રયના આરાધક છે. અવિરતસમ્યગ્દષ્ટિને દેશદ્રયના આરાધક સ્વીકારવાથી દ્રવ્યશીલના આરાધકને જે દેશારાધક કહેલ તેના કરતાં દેશવિરાધક જીવો યોગમાર્ગમાં અધિક આગળ છે તેમ પ્રાપ્ત થાય છે. તેથી કોઈકને શંકા થાય કે અવિરતસમ્યગ્દષ્ટિને દેશવિરાધક સ્વીકારવાથી દેશારાધક કરતાં પણ તેઓ અધમ છે, તે શંકા દૂર થાય છે.
વસ્તુતઃ પારિભાષિક વિરાધકપણું અધમત્વનું પ્રયોજક નથી. પરંતુ દેશારાધક કરતાં ઉત્કર્ષત્વનું પ્રયોજક છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ કોઈ પણ વ્રત ગ્રહણ કરીને તેની વિરાધના કરે તે વિરાધના અધમત્વનું પ્રયોજક છે. પરંતુ અવિરતસમ્યગ્દષ્ટિ તો તેવા વિરાધક નથી. આથી જ સંવિગ્નપાક્ષિક પણ તેવા વિરાધક નથી. પરંતુ પોતે સ્વીકારેલી સર્વવિરતિ પ્રત્યેનો બદ્ધ રાગ રાખીને સદા સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે તોપણ મોક્ષમાર્ગના એકદેશરૂપ ચારિત્રની આરાધના કરતા નથી તે રૂપ દેશના વિરાધક છે એ પ્રકારની પરિભાષા આરાધક-વિરાધકની ચતુર્ભગીમાં કહેલ છે.
અહીં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચતુર્ભગીમાં દેશવિરાધક પારિભાષિક છે. ત્યાં કોઈ શંકા કરે કે પરિભાષા એ સૂત્રનીતિ નથી. પરંતુ જે શબ્દો જે અર્થના વાચક હોય તે અર્થથી જ દેશવિરાધકનો સ્વીકાર કરવો જોઈએ. અને ગ્રહણ કરાયેલા વ્રતની દેશથી વિરાધના કરે ત્યાં જ દેશવિરાધક શબ્દ રૂઢ છે. માટે પારિભાષિક દેશવિરાધક સ્વીકારવું ઉચિત નથી.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શાસ્ત્રમાં વિશેષ પ્રકારના બોધના પ્રયોજનથી પરિભાષા કરવાનો વ્યવહાર છે. આથી જ સાધુને આધાકર્મી આદિ દોષો પ્રત્યે જુગુપ્સા કરાવવા અર્થે આચારાંગમાં આમગંધવાળા ભોજનની પરિભાષા કરીને કહ્યું છે કે સાધુ વિષ્ટાના ગંધવાળા સર્વ આધાકર્મી આદિ ભોજનનો ત્યાગ કરીને સંયમની વૃદ્ધિના કારણભૂત એવા નિરામગંધવાળા ભોજનને ગ્રહણ કરીને વિચરે.
વળી, ગ્રંથકારશ્રી તર્કથી અવિરતસમ્યગ્દષ્ટિને દેશવિરાધક સ્વીકારવાની યુક્તિ બતાવે છે. જો પારિભાષિક એવું દેશવિરાધકપણું અવિરતસમ્યગ્દષ્ટિમાં ન સ્વીકારવામાં આવે તો વ્રત નહીં ગ્રહણ કરેલા એવા સમ્યગ્દષ્ટિ જીવનો આ ચાર ભાંગામાંથી કોઈમાં અવતાર થાય નહિ. વસ્તુતઃ ચતુર્ભાગી ગ્રહણ કરવાનું