________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮, ૨૯
૩૪૫
પ્રયોજન એ છે કે સર્વ આરાધકથી અન્ય એવા દેશવિરાધકમાં અને દેશારાધકમાં સર્વવિરતિની સહકારીયોગ્યતાનો ભાવ છે. તેથી દેશઆરાધક જીવ પણ દેશારાધનાના સહકારના બળથી ક્રમે કરીને અવશ્ય સર્વારાધક બનશે અને દેશવિરાધક એવા સમ્યગ્દષ્ટિ પણ અવશ્ય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના સહકારના બળથી ક્રમે કરીને સર્વારાધક બનશે. તેથી દેશારાધક, દેશવિરાધક અને સર્વારાધકરૂપ ત્રણ ભાંગાથી સર્વારાધકોનો સંગ્રહ કરેલ છે અને સર્વ વિરાધકથી ભગવાનના શાસનની ક્રિયા કરનારા પણ મોક્ષને અનુકૂળ ભાવથી રહિત જીવોનો અને અન્ય સર્વસંસારી જીવોનો સંગ્રહ કરેલ છે. ll૨૮૫ અવતરણિકા -
तृतीयचतुर्थभङ्गौ विवेचयति - અવતરણિકાર્ચ -
ત્રીજા અને ચોથો ભાગો વિવેચન કરે છે – ભાવાર્થ :
ગાથા-૧૮માં આરાધક-વિરાધકની ચતુર્ભાગી બતાવી. તેમાંથી બે ભાંગાનું અત્યાર સુધી વિવેચન કર્યું. હવે સર્વારાધકરૂપ ત્રીજા અને સર્વવિરાધકરૂપ ચોથા ભાંગાનું વિવેચન કરે છે –
ગાથા :
तइए भंगे साहू सुअवंतो चेव सीलवंतो अ । उवयारा सड्डोवि य भवाभिणंदी चउत्थंमि ।।२९।।
છાયા :
तृतीये भने साधुः श्रुतवांश्चैव शीलवांश्च ।
उपचारात् श्राद्धोऽपि च भवाभिनंदी चतुर्थे ।।२९।। અન્વયાર્થ :
તફા ભો=ત્રીજા ભાંગામાં, સુગવંતો રેવ સીત્તવંતો મ=મૃતવાન અને શીલવાન એવા, સાદૂ-સાધુ છે, ૩વધારા સોવિકઉપચારથી દેશવિરતિધર શ્રાવક છે, રમવામvલી ચડબ્લ્યુમિ અને ચોથા ભાંગામાં ભવાભિનંદી જીવ છે. ર૯II ગાથાર્થ :
ત્રીજા ભાંગામાં શ્રુતવાન અને શીલવાન એવા સાધુ છે, ઉપચારથી દેશવિરતિધર શ્રાવક છે અને ચોથા ભાંગામાં ભવાભિનંદી જીવ છે. ર૯ll