________________
3цо
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૦ અશાસ્ત્રીય અભિનિવેશના પરિત્યાગ માટે વિધિયત્ન જ વ્યવહારશુદ્ધિનો હેતુ શાસ્ત્રમાં કર્તવ્યપણાથી બતાવાયો છે. પંચાશકમાં તે વિધિમાં યત્ન કરવો જોઈએ તેવું કહેવાયું છે –
“આ રીતે પૂર્વાપરભાવથી તંત્રનું આલોચન કરીને=કઈ રીતે સેવાયેલી ક્રિયાઓ મોક્ષને અનુકૂળ કારણ બનશે? એ પ્રકારના પૂર્વાપર ભાવથી આલોચન કરીને, મુગ્ધ જીવોના હિત માટે સૂરિએ વિધિમાં સભ્ય યત્ન કરવો જોઈએ.” (પંચાશક-૩, ગાથા-૪૯)
આવી વૃત્તિ=ટીકા યથાથી બતાવે છે – “આ રીતે=પૂર્વોક્ત ન્યાયથી=પંચાશકમાં પૂર્વમાં કહેલા દષ્ટાંતથી, તંત્રનું પ્રવચનનું, આલોચન કરીને. કેવી રીતે આલોચન કરીને ? તેથી કહે છે – તંત્રનો પૂર્વભાગ અને તેનો અપર ભાગ તે પૂર્વાપર ભાગ, તેનાથી અથવા સપ્તમી અર્થમાં તૃતીયા છે. તેથી પૂર્વાપર ભાવમાં અવિરોધથી આલોચન કરીને. એમ અવય છે. અને આના દ્વારા પૂર્વાપર ભાવમાં વિષયક અવિરોધથી આલોચન કરીને. એમ કહ્યું એના દ્વારા, આલોચન માત્રનો વ્યવચ્છેદ છે; કેમ કે તેનું આલોચન માત્રનું, અવબોધમાં અસમર્થપણું છે. પૂર્વાપરના અવિરોધથી આલોચન કરીને શું કરવું જોઈએ ? તે સ્પષ્ટ કરે છે –
સૂરિએ આચાર્યો, અથવા બુદ્ધિમાન પુરુષે, વિધિમાં=વંદનાદિગત વેલાદિ આરાધનારૂપ વિધિમાં, યત્ન ઉઘમ, તે વિધિ યત્ન, તે કરવો જોઈએ=વિમુક્ત આળસવાળા એવા સૂરિ વડે સ્વયં વિધિથી વંદના કરવી જોઈએ. અન્યોને પણ વિધિથી જ તે=વંદના, કરાવવી જોઈએ. કયા અર્થે આ આમ છે? સ્વયં વિધિથી કરવી જોઈએ અને અન્યને કરાવવી જોઈએ એ પ્રમાણે કેમ છે ? એથી કહે છે – મુગ્ધ જીવોનું અવ્યુત્પન્ન બુદ્ધિવાળા જીવોનું, હિત=શ્રેય, તે રૂપ જે અર્થ=વસ્તુ, તે હિતાર્થ, તેના માટે સમ્યગ્રઅવિપરીતપણાથી, હિતાર્થ માટે, વિધિપૂર્વક વંદન કરવું જોઈએ એમ અવય છે. જ્યારે ગીતાર્થો સ્વયં વિધિથી વંદનાને કરે છે અને અન્યોને શિષ્યોને, તે પ્રમાણે જ કરાવે છે ત્યારે મુગ્ધબુદ્ધિવાળા પણ જીવો તે પ્રકારે જ=ગીતાર્થ સ્વયં કરે છે અને અન્યોને કરાવે છે તે પ્રકારે જ, પ્રવર્તે છે=વંદનાદિ ક્રિયા કરે છે, કેમ કે માર્ગગામી જીવોનું પ્રધાનનું અનુસારીપણું છે.
અને કહે છે –
જે ઉત્તમો વડે માર્ગ પ્રહત છે=જોવાયો છે, તે શેષ જીવોને દુષ્કર નથી; આચાર્ય યતમાન હોતે છતે તેના અનુચરો કઈ રીતે સીદાય ?”
અને
“જેઓ જે વિષયમાં જ્યારે=દુષમાદિમાં, જ્યારે=દુભિક્ષાદિમાં, બહુશ્રુત અને ચરણકરણમાં ઉઘત હોય, તેઓ જે આચરે છે તે તીવ્ર શ્રદ્ધાવાળાઓનું આલંબન છે.” સાક્ષી પાઠમાં આપેલ “નયા'નો અર્થ 'દુઃષમાદિમાં છે અને “નર્મા'નો અર્થ દુભિક્ષાદિમાં' છે. તિ' શબ્દ ઉદ્ધરણના કઠિન શબ્દના અર્થની સમાપ્તિ માટે છે.