________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૧
૩૫૩ અવતરણિકા :
नन्वेवं विधिविकलव्यवहारस्याराधकत्वाप्रयोजकत्वेऽपि विधिशुद्धव्यवहारस्य भावहीनस्याप्याराधकत्वप्रयोजकत्वे किं बाधकं ? परं प्रति तस्य निश्चयप्रापकत्वाद्, इत्यत आह - અવતરણિકાર્ચ -
આ રીતે ગાથા-૩૦માં કહ્યું એ રીતે, વિધિવિકલ વ્યવહારનું આરાધકપણામાં અપ્રયોજકપણું હોતે છતે પણ ભાવહીન=મોક્ષને અનુકૂલ એવા ભાવલેશથી પણ હીન, એવા વિધિશુદ્ધ વ્યવહારના આરાધકપણાના પ્રયોજકપણામાં શું બાધક છે ? અર્થાત્ બાધક નથી; કેમ કે બીજાના પ્રત્યે તેનું વિધિશુદ્ધ વ્યવહારનું, નિશ્ચય પ્રાપકપણું છે. તેથી કહે છે – ભાવાર્થ :
ગાથા-૩૦માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સર્વથા વિધિથી રહિત એવી ક્રિયાથી જીવોને આરાધક સ્વીકારી શકાય નહિ એ રીતે સર્વથા વિધિથી વિકલ એવી ક્રિયાથી વ્યવહારની ક્રિયા આરાધક થવામાં કારણ નથી. તો પણ કોઈ જીવ મોક્ષને અનુકૂલ ભાવથી રહિત બાહ્ય વિધિશુદ્ધ ક્રિયા કરે તેને આરાધક સ્વીકારવો જોઈએ; કેમ કે તેની વિધિશુદ્ધ ક્રિયાને જોઈને અન્ય જીવો તેવી ક્રિયાને કરીને નિશ્ચયને અનુકૂળ એવા પરિણામને પ્રાપ્ત કરી શકશે, જેમ અંગારમદકના શિષ્યો અંગારમદકની ક્રિયાને જોઈને ભાવથી સંયમની પરિણતિને પામ્યા. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરતાં કહે છે –
ગાથા :
भावुज्झियववहारा ण किंपि आराहगत्तणं होइ । भावो उ बोहिबीजं सवण्णुमयंमि थोवोवि ।।३१।।
છાયા :
भावोज्झितव्यवहारान किमप्याराधकत्वं भवति । भावस्तु बोधिबीजं सर्वज्ञमते स्तोकोऽपि ।।३१।।
અન્વયાર્થ :
માવિવશRT=ભાવથી રહિત એવી વ્યવહારની ક્રિયાથી, વિષ સારી જ હોડ઼ કંઈ પણ આરાધકપણું થતું નથી. ૩=વળી, સવ્ય,મયંમિ=સર્વજ્ઞના મતમાં, થોવોવિ માવો થોડો પણ ભાવ તે તે ક્રિયામાં અપેક્ષિત તે તે ક્રિયાથી જન્ય થોડો પણ ભાવ, વોદિવીનં બોધિતું બીજ છે. ૩૧