________________
૩૫૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૨ ટીકાર્ય :
તેy ... ભાવ: ‘તિિિત્ત' પ્રતીક છે. આ દેશારાધકાદિ ચાર ભાંગાઓમાં ત્રણ ભાંગા=દેશારાધક, દેશવિરાધક, સર્વારાધકરૂપ ત્રણ ભાંગા અનુમોદનીય છે. વળી, સર્વ વિરાધકરૂપ ચોથો ભાંગો અનુમોદનીય નથી. કેમ ચોથો ભાંગી અનુમોદનીય નથી ? તેથી કહે છે –
જે કારણથી ભાવતો લેશ પણ મોક્ષને અનુકૂળ એવા ભાવનો લેશ પણ, અનુમોદનીય છે, અને આ=ભાવલેશ, સર્વવિરાધક ભાગમાં સંભવતો નથી. વળી, દેશારાધકાદિ જીવોમાં માર્ગાનુસારીભાવવિશેષનો સંભવ હોવાથી=દેશારાધકમાં દ્રવ્યમાર્ગાનુસારી ભાવનો સંભવ છે. દેશવિરાધકમાં ભાવ માર્ગાનુસારી ભાવનો સંભવ છે, સર્વારાધકમાં પૂર્ણ રત્નત્રયીના પાલનરૂપ વિશેષ માર્ગાનુસારી ભાવનો સંભવ છે તેથી, તેના અનુમોદનીયપણામાં માર્ગાનુસારીભાવવિશેષના અનુમોદનીયપણામાં, તેના દ્વારા= માર્ગાનુસારીભાવવિશેષ દ્વારા, તેઓનું પણ=દેશારાધકાદિ જીવોનું પણ, અનુમોદનીયપણું આવશ્યક છે, એ પ્રકારનો ભાવ છે. ૩૨ાા ભાવાર્થ:
મોક્ષમાર્ગના આરાધકનું સ્વરૂપ બતાવવા અર્થે આરાધક-વિરાધકની ચતુર્ભાગી ભગવતીમાં બતાવાઈ છે. તેમાંથી દેશારાધક જીવો, દેશવિરાધક જીવો અને સર્વારાધક જીવો અનુમોદના કરવા યોગ્ય છે; કેમ કે મોક્ષને અનુકૂળ એવા તેમના ગુણની અનુમોદના કરવાથી પોતાને પણ તે તે ભાવોનાં પ્રતિબંધક કર્મોના નાશની પ્રાપ્તિ થાય છે. વળી, સર્વવિરાધક જીવો શ્રાવકાચાર કે સાધ્વાચાર પાળતા હોય, વ્યવહારની વિધિશુદ્ધ ક્રિયા કરતા હોય તોપણ તેઓમાં ભવનિર્વેદાદિ મોક્ષને અનુકૂળ ભાવ લેશ પણ નથી. તેથી તેઓની સંયમની ક્રિયાની પણ અનુમોદના થાય નહિ.
કેમ તેઓના બાહ્ય આચારની અનુમોદના થાય નહિ ? તેથી કહે છે –
મોક્ષને અનુકૂળ ભાવ લેશ જ અનુમોદનીય છે. પણ ભાવનિરપેક્ષ માત્ર દ્રક્રિયા જેમ સેવનીય નથી તેમ અનુમોદનીય પણ નથી. અને સર્વવિરાધક જીવોમાં મોક્ષને અનુકૂળ ભાવ લેશ નથી. વળી, દશારાધકાદિ જીવોમાં સ્વ-સ્વ ભૂમિકાનુસાર માર્ગાનુસારી ભાવ છે. જેમ દેશારાધક જીવને મોક્ષને અનુકૂળ કંઈક રુચિ પૂર્વકની માર્ગાનુસારી ક્રિયાઓ છે. તેથી રત્નત્રયીરૂપ ભાવમાર્ગના કારણભૂત એવો દ્રવ્યમાર્ગાનુસારીભાવ દેશારાધક જીવોમાં છે. દેશવિરાધક જીવોમાં ચારિત્રની વિરાધના હોવા છતાં જ્ઞાન-દર્શનની સમ્યફ આચરણા છે. તેથી જિનવચનાનુસાર સંસારના ઉચ્છેદને અનુકૂળ અંતરંગ ઉદ્યમ સ્વરૂપ ભાવ માર્ગાનુસારી ભાવ છે. અને સર્વારાધક જીવોમાં પ્રાપ્ત થયેલા મનુષ્યભવની સર્વશક્તિઓ દ્વારા સંસારના ઉચ્છેદને અનુકૂળ પ્રકર્ષવાળો ભાવ માર્ગાનુસારીભાવ છે. માટે દેશારાધકાદિ ત્રણે જીવોના સુંદર ભાવને આશ્રયીને ત્રણે ભાંગામાં રહેલા જીવોનું પણ અનુમોદનીયપણું છે. ll૩શા