________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૧ અહીં=સમવાયાંગના ઉદ્ધરણમાં અપૂર્વ ધર્મચિંતાનું ઉત્કર્ષથી અપાર્થ પુદ્ગલપરાવર્તના વ્યવધાનથી કલ્યાણનું=મોક્ષનું, કારણપણું કહેવાયું છે, અને અન્યત્ર=અન્ય ગ્રંથોમાં મુક્તિ અદ્વેષાદિ ગુણોનું ચરમપુદ્ગલપરાવર્તના વ્યવધાનથી મોક્ષનું કારણપણું કહેવાયું છે. તેથી પ્રવચનના પૂર્વાપરભાવના પર્યાલોચનથી=શાસ્ત્રવચનના તાત્પર્યના પર્યાલોચનાથી, ગુણ સામાન્યનું=પ્રથમ કક્ષાના ગુણનું, ચરમાવર્તમાનપણું અમારા વડે નક્કી કરાય છે. અને આ રીતે પણ=સમવાયાંગના ઉદ્ધરણમાં કહ્યું કે ધર્મચિંતા થયા પછી અપાર્ધપુદ્ગલપરાવર્ત પછી અવશ્ય મોક્ષ થાય છે–એ રીતે પણ, જો સ્વદર્શનપરદર્શન સાધારણ એવા અપુનબંધકાદિ ગુણોનું અપાર્ધપુદ્ગલપરાવર્તમાનપણું સકલ ગીતાર્થને સંમત થાય તો અમને આગ્રહ નથી. એથી પ્રવચન આશાતનાના ભીરુ એવા ગીતાર્થોએ આ પરીક્ષામાં ઉપયુક્ત થવું જોઈએ. ।।૩૧।
૩૫૬
ભાવાર્થ:
બાહ્ય સંપૂર્ણ વિધિથી યુક્ત અને મોક્ષને અનુકૂલ એવો ભાવ લેશ પણ જેમાં પ્રગટ્યો નથી એવી ક્રિયા કરનારા જીવો સર્વથા વિરાધક છે; કેમ કે તેઓની બાહ્ય જિનવચનાનુસાર ક્રિયાને જોઈને કોઈ અન્ય જીવોને મોક્ષને અનુકૂળ પરિણામયુક્ત ક્રિયાની પ્રાપ્તિ થાય તોપણ તે ક્રિયા કરનાર જીવને તેનાથી લેશ પણ મોક્ષને અનુકૂળ નિર્જરા કે પુણ્યબંધ થતો નથી. માટે તે જીવ સંપૂર્ણ વિરાધક જ છે. વળી, સંસારાવસ્થાથી કંઈક ૫૨અવસ્થા તરફ જતો એવો થોડો પણ ભાવ હોય તો તે સર્વજ્ઞના મતમાં બોધિનું બીજ છે અર્થાત્ સમ્યક્ત્વનું કારણ છે; કેમ કે ભગવાને બતાવેલ વિશેષ ધર્મવિષયક=વિશેષ પ્રકારના પરિણામયુક્ત એવી ક્રિયા વિષયક, થોડો પણ ભાવિશેષ ફલવાળો છે. તેથી પ્રાપ્ત થયેલો તેવો ભાવ સામગ્રીને પ્રાપ્ત કરીને શીઘ્ર બોધિની નિષ્પત્તિ કરે છે. વળી થોડો પણ ભાવ બોધિબીજનું કારણ છે. આથી જ સમવાયાંગસૂત્રમાં અપૂર્વ ધર્મચિંતાને પણ પ્રથમ સમાધિસ્થાન કહેવાયું છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સંસારથી પરામ્મુખ થયેલ અને ધર્મના ૫૨માર્થને જાણવાને અનુકૂળ જે વિચારણા ઉત્પન્ન થાય છે તે મોક્ષપ્રાપ્તિને અનુકૂળ એવા સમાધિસ્થાનોમાંથી પ્રથમ ભૂમિકાનું સમાધિસ્થાન છે. આવી સમાધિ જે જીવોને પ્રાપ્ત થાય તે જીવો અર્ધપુદ્ગલપરાવર્તમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. આ ધર્મચિંતાનું ફળ ધર્મના પરમાર્થને જાણીને તે ધર્મને તે જીવ અવશ્ય સેવે છે. આથી ધર્મચિંતા પ્રગટ્યા પછી કોઈ તીર્થંકરાદિની આશાતના કે અન્ય કોઈ મોટું પાપ ન કરે તો થોડા જ ભવોમાં અવશ્ય મોક્ષને પામે છે.
ભાવથી રહિત વિધિશુદ્ર દ્રવ્યક્રિયા કરનાર પણ સર્વવિરાધક છે તેમ સ્થાપન કર્યા પછી ગ્રંથકારશ્રીને સ્મરણ થયું કે સમવાયાંગમાં પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિકાળમાં જીવ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ સંસારમાં રહે છે એમ કહ્યું છે અને અન્યત્ર પ્રથમ ભૂમિકાના ગુણવાળા જીવો ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્ત સંસા૨માં ૨હે છે તેમ કહ્યું. તેથી શાસ્ત્રવચનના પૂર્વાપ૨૫ર્યાલોચનથી ગ્રંથકારશ્રીને ગુણસામાન્યની પ્રાપ્તિ પછી જીવનો સંસાર એક પુદ્ગલપરાવર્ત છે તેમ જણાય છે. આમ છતાં સમવાયાંગના વચનાનુસાર સ્વદર્શનના કે