________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૧
૩૫૫
પ્રાપ્તિનું કારણ બને તેવી પણ વિધિયુક્ત ક્રિયાનું, સ્વકાર્ય અકારીપણું છે=સ્વનિષ્ઠ મોક્ષને અનુરૂપ એવા ગુણરૂપ બીજનું અકારીપણું છે, વળી, ભાવ=ક્રિયાકાળમાં દશે સંજ્ઞાના વિધ્વંભણને કારણે ઉત્તર ઉત્તરના ગુણની પ્રાપ્તિનું કારણ અને તેવો ભાવ, થોડો પણ સર્વજ્ઞના મતમાં બોધિનું બીજ છે; કેમ કે વિશેષ ધર્મના વિષયવાળા=ભગવાને કહેલા મોક્ષસાધક અનુષ્ઠાનરૂપ વિશેષ ધર્મના વિષયવાળા, થોડા પણ ભાવતું વિશેષ ફળપણું છે=મોક્ષને અનુકૂળ એવી નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યરૂપ વિશેષ ફ્ળપણું છે, આથી જ=થોડો પણ ભાવ વિશેષફળવાળો છે આથી જ, અપૂર્વ ધર્મચિંતા પણ પ્રથમ સમાધિસ્થાન કહેવાયું છે=આદ્ય ભૂમિકાની મોક્ષને અનુકૂળ રાગાદિ અવાકુળતારૂપ આત્માની સ્વસ્થતાસ્વરૂપ સમાધિ-સ્થાન કહેવાયું છે.
તે સમવાયાંગમાં કહેવાયું છે
“તેને પૂર્વમાં નહિ પેદા થયેલી એવી=અનાદિકાળમાં પૂર્વે નહિ પેદા થયેલી એવી, ધર્મચિંતા થાય છે. (તે ધર્મ ચિંતા) સર્વધર્મને જાણવા માટે યત્ન કરાવે છે.” (સમવાય-૧૦)
આની વૃત્તિ ‘યથા’થી બતાવે છે
-
“ત્યાં=ધર્મચિંતાના વિષયમાં, ધર્મ જીવાદિ દ્રવ્યોનો ઉપયોગ અને ઉત્પાદાદિ સ્વભાવ. તેની ચિંતા=અનુપ્રેક્ષા, અથવા શ્રુત ચારિત્રાત્મક સર્વજ્ઞભાષિત ધર્મની ‘હરિહરાદિ વડે કહેવાયેલ ધર્મથી આ પ્રધાન છે.' એ પ્રકારની ચિંતા ધર્મચિંતા છે=અન્યદર્શનના ધર્મ કરતાં ભગવાનના શ્રુત-ચારિત્રધર્મમાં જે પ્રકારની વિશેષતા છે તે પ્રકારની વિશેષતાનો કંઈક બોધ થવાથી તે સ્વરૂપે તેનું ચિંતન તે ધર્મચિંતા છે. ‘વા' શબ્દ વક્ષ્યમાણ સમાધિસ્થાનોની અપેક્ષાથી વિકલ્પ અર્થવાળો છે અર્થાત્ અન્ય પણ પ્રથમ સમાધિસ્થાનો છે તેમ ધર્મચિંતા પણ પ્રથમ સમાધિસ્થાન છે એ વિકલ્પ અર્થને બતાવનાર છે.
ઉદ્ધરણમાં ‘સે’ શબ્દનો અર્થ કરે છે -
--
જે કલ્યાણભાગી છે તે સાધુને, પૂર્વમાં અનાદિ એવા અતીત કાળમાં અનુત્પન્ન એવી અસમુત્પન્નપૂર્વા ધર્મચિંતા થાય છે, એમ અન્વય છે.
આ ધર્મચિંતા પૂર્વે કેમ ઉત્પન્ન થઈ નથી ? તેમાં હેતુ કહે છે
તેના ઉત્પાદમાં=આવી ધર્મચિંતાના ઉત્પાદમાં, અર્ધ પુદ્ગલપરાવર્ત અંદરમાં કલ્યાણનો અવશ્યભાવ છે—મોક્ષની અવશ્ય પ્રાપ્તિ છે.
શું પ્રયોજનવાળી આ ધર્મચિંતા છે ? એથી કહે છે
સર્વ=નિરવશેષ, એવા જીવાદિ દ્રવ્યના સ્વભાવ અને ઉપયોગ, ઉત્પાદાદરૂપ ધર્મને અથવા શ્રુતાદિરૂપ ધર્મને જ્ઞ પરિક્ષાથી જાણવા માટે અને જાણીને પ્રત્યાજ્ઞાન પરિજ્ઞાથી પરિહરણ કરવા યોગ્ય એવા ધર્મનો પરિહાર કરવા માટે ધર્મચિંતા થાય છે. આ કહેવાયેલું થાય છે—ઉદ્ધરણથી આ કહેવાયેલું થાય છે, ધર્મચિંતા ધર્મના જ્ઞાનના કરણભૂત થાય છે=ધર્મ બોધરૂપે અને પ્રત્યાખ્યાનરૂપે પરિણમન પામે તેમાં હેતુભૂત થાય છે.”