________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૩
૩૬૧ યોગના ભેદથી ત્રિવિધતાનું સિદ્ધાંતમાં પ્રતિપાદન છે. અને માનસવ્યાપારનું જ અનુમોદનાપણું હોત છતે પ્રશંસાદિના સંવલનથી=પ્રશંસા અને રોમાંચ ઉગમરૂપ વાચિક અને કાયિક વ્યાપારના યુક્તપણાથી, અનુમોદનાના લવિશેષતી અનુપપતિ થાય. અને જે પ્રમાણે તૈયાયિકએકદેશીઓના કેટલાક તૈયાયિકોના મતે મંગલવાદિ માનસત્વવ્યાપ્ય જાતિ છે તે પ્રમાણે અમોને=અમારા મતે, અનુમોદનત્વ પણ તે પ્રકારે નથી=માનસત્વવ્યાપ્ય જાતિ નથી, એથી ત્રણે પણ યોગોનો=મન-વચન-કાયારૂપ ત્રણે પણ યોગોનો હર્ષમૂલક વ્યાપાર અનુમોદના છે, એ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. અને કોઈક ઠેકાણે ચિત્તના ઉત્સાહમાં જ અનુમોદનાનો વ્યપદેશ પ્રવર્તે છે. તે સામાન્ય વાચક પદનું મન, વચન, કાયાના ત્રણે વ્યાપારમાં અનુમોદનારૂપ સામાન્ય વાચક પદવું, વિશેષપરપણું છે વિશેષમાં પ્રયોગ કરાયેલો છે. અથવા નિશ્ચયનયના આશ્રયણથી છે, એ પ્રમાણે જાણવું. ll૩૩ાા ભાવાર્થ :
આરાધક-વિરાધક વિષયમાં આરાધકની અનુમોદના થાય છે તેનો વિષય ત્રણ વસ્તુ છે : (૧) ભાવ સાક્ષાત્ અનુમોદનાનો વિષય છે, ક્રિયા સાક્ષાત્ અનુમોદનાનો વિષય નથી. (૨) ભાવની નિષ્પત્તિનું કારણ હોવાથી જે સંયમાદિની ક્રિયા મોક્ષને અનુકૂલ ભાવ ઉત્પન્ન કરે છે, તે ભાવ દ્વારા તે ક્રિયા પણ અનુમોદનીય બને છે. આથી જ ભગવાનની જે ભક્તિમાં લેશ પણ મોક્ષને અનુકૂળ ભાવ ન હોય તેવી ઉત્તમ દ્રવ્યોથી કરાયેલી ભગવાનની ભક્તિની અનુમોદના શિષ્ટ પુરુષો કરતા નથી.
(૩) વળી, જે પુરુષમાં મોક્ષને અનુકૂળ ભાવ વર્તતો હોય અથવા મોક્ષને અનુકૂળ ભાવ થાય તેવી ક્રિયા કરતા હોય તે પુરુષ મોક્ષને અનુકૂળ ભાવ સાથે સંબંધિત હોવાથી અથવા મોક્ષને અનુકૂળ ભાવ થાય તેવી ક્રિયા સાથે સંબંધિત હોવાથી અનુમોદનીય બને છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સાક્ષાત્ કોઈ ક્રિયા ન હોય તોપણ મોક્ષને અનુકૂળ જેટલો ભાવ છે એ ભાવ અનુમોદનીય છે. આથી જ પ્રત્યેકબુદ્ધ બાહ્યલિંગ ગ્રહણ કર્યા વગર ભાવથી અસંગ પરિણતિવાળા બને છે ત્યારે તેઓમાં વર્તતો મોક્ષને અનુકૂળ ભાવ સાક્ષાત્ અનુમોદનીય છે.
વળી, ભાવ સાક્ષાત્ અનુમોદનીય છે, તેમાં હેત કહ્યો કે સાધુઓને ભાવની પ્રધાનતા છે. તેથી એ ફલિત થાય કે સાધુને સંયમની ક્રિયાની પ્રધાનતા નથી પણ ભાવની પ્રધાનતા છે. તેથી મોક્ષને અનુકૂળ ભાવ પ્રત્યેના રાગથી સંયમની ક્રિયામાં પ્રયત્ન કરે છે. માટે મોક્ષનો ઉપાય મોક્ષને અનુકૂલ ભાવ જ છે. તેથી સાક્ષાત્ અનુમોદનીય છે. આથી જ ઓઘનિર્યુક્તિમાં કહ્યું કે જેઓ દ્વાદશાંગીના અધ્યયનથી વાદશાંગીના સારને પામ્યા છે તેવા ઋષિઓ નિશ્ચયનયનું અવલંબન કરનારા હોય છે. નિશ્ચયનય મોક્ષને અનુકૂળ ભાવને જ મોક્ષનો ઉપાય સ્વીકારે છે. તેવા ઋષિઓને પોતે બાહ્ય અનુષ્ઠાન કેટલું કરે છે ? તે મોક્ષના ઉપાયરૂપે અભિમત નથી, પરંતુ મોક્ષને અનુકૂળ જે અસંગ પરિણતિ પોતે કરી શકે છે તે પરિણતિ જ તેમને પ્રમાણભૂત દેખાય છે.