________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૦
૩૫૧
ઉદ્ધરણ પૂર્વે કહેલું કે મુગ્ધબુદ્ધિવાળા જીવો ગીતાર્થના આચાર પ્રમાણે જ પ્રવર્તે છે. હવે તેઓ કઈ રીતે હિત પ્રાપ્ત કરે છે ? તે સ્પષ્ટ કરે છે -
અને તે રીતે પ્રવૃત્ત એવા તેઓ=ગીતાર્થો દ્વારા કરાયેલી પ્રવૃત્તિ અનુસાર પ્રવૃત્ત એવા મુગ્ધબુદ્ધિવાળા જીવો, વંદનાની આરાધનાજન્ય હિતને પ્રાપ્ત કરે છે. અને તેમની વિરાધનાજન્ય=વંધ એવા તીર્થંકરાદિની વિરાધનાજન્ય અનર્થોથી મુકાયેલા થાય છે. અને અસમંજસપણાથી સ્વયં વંદનાને કરતા અને નહીં પ્રાપ્ત થયેલી અપુનબંધક અવસ્થાવાળા અને તેવા પ્રકારની જિજ્ઞાસાદિ તલ્લિંગોથી વિકલ=આત્મકલ્યાણના અર્થીપણાથી વંદનાદિની વિધિ વિષયક જિજ્ઞાસાદિ અપુનર્બંધકાદિના લિંગથી વિકલ, એવા જીવોને વંદના આપતા સૂરિને જોઈને આચાર્યે=દુ:ષમાદિમાં અને દુર્ભિક્ષાદિમાં ઇત્યાદિ ત્રીજા પંચાશકની ૪૯મી ગાથામાં અપાયેલો ઉપદેશ આચાર્યે, કર્યો છે. અને “આ રીતે તેમની પ્રવૃત્તિમાં=હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે ઉપદેશ આપ્યો તે રીતે આચાર્યાદિની પ્રવૃત્તિમાં, તેઓને અને અન્યોને=આચાર્યને અને અન્ય મુગ્ધ જીવોને, અનર્થ ન થાઓ અને અસમંજસક્રિયાજન્ય શાસનની અપભ્રાજના ન થાઓ.” એ પ્રકારના અભિપ્રાયથી હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપદેશ કર્યો છે, એ પ્રમાણે પંચાશકનો ગાથાર્થ છે. ।।૪૯।।”
“કૃતિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
અને આથી જ=અવિધિથી કરાયેલી વંદનાની ક્રિયાથી પાપની પ્રાપ્તિ અને શાસનની અપભ્રાજના થાય છે આથી જ, કાલના અનુભાવથી જૈત પ્રવચનમાં પણ=ભગવાનના શાસનમાં પણ, અલ્પ જ આરાધક જીવોનું દર્શન હોવાથી જિનાજ્ઞારુચિથી શુદ્ધ જ જીવોમાં ભક્તિ-બહુમાનાદિ કરવું જોઈએ, એ પ્રમાણે પૂર્વાચાર્યો કહે છે. અને ઉપદેશપદમાં કહેવાયું છે=જિનાજ્ઞાશુદ્ધમાં જ ભક્તિ-બહુમાન કરવું જોઈએ એ પ્રમાણે ઉપદેશપદમાં કહેવાયું છે
“આ રીતે પ્રાયઃ કરીને કાલ અનુભાવથી અહીં પણ=જૈનમતમાં પણ, સર્વે લોકો પણ સુંદર નથી તે કારણથી આજ્ઞાશુદ્ધમાં પ્રતિબંધ=બહુમાન, કરવું જોઈએ.” (ઉપદેશપદ ગાથા-૮૩૪)
આવી વૃત્તિ=ઉપદેશપદની વૃત્તિ, ‘યથા’થી બતાવે છે “આ રીતે=ઉપદેશપદમાં પૂર્વની ગાથામાં કહેલા ઉદાહરણની જેમ, પ્રાય:=બાહુલ્યથી, લોકો કાલના અનુભાવથી=વર્તમાનકાળના સામર્થ્યથી, અહીં પણ=જૈનમતમાં પણ, સર્વ પણ=સાધુ અને શ્રાવકો સર્વ પણ, સુંદર=શાસ્ત્રોક્તાચારવાળા, વર્તતા નથી જ, પરંતુ અનાભોગાદિ દોષથી શાસ્ત્રપ્રતિકૂળ પ્રવૃત્તિવાળા છે. તે કારણે આજ્ઞાશુદ્ધમાં=સમ્યગ્ રીતે ભણેલા જિનાગમના આચારના વશથી શુદ્ધિને પામેલા સાધુઓમાં અને શ્રાવકોમાં, પ્રતિબંધ=બહુમાન, કરવું જોઈએ."
“કૃતિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।।૩૦।।
ભાવાર્થ:
અવતરણિકામાં શંકા કરેલ કે જૈનદર્શનમાં રહેલ અને જૈનમતાનુસાર ક્રિયા કરનારને સર્વવિરાધક કહી શકાય નહિ; કેમ કે વ્યવહાર બલવાન છે. તેથી વ્યવહા૨થી જેઓ જૈનમતની ક્રિયા કરે છે તેઓને તેટલા અંશથી આરાધક સ્વીકારવા જોઈએ. તેનો ઉત્તર આપતાં કહે છે જેઓની ક્રિયામાં મોક્ષને