________________
૩૪૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૯
ટીકા :
तइए भंगेत्ति । श्रुतवाँश्चैव साधुस्तृतीयभङ्गे सर्वाराधकलक्षणे समवतारणीयः, उपरतत्वाद् भावतो विज्ञातधर्मत्वाच्च त्रिप्रकारस्यापि मोक्षमार्गस्याराधकत्वात्, श्राद्धोऽपि चोपचारात् तृतीयभङ्ग एव, देशविरतौ सर्वविरत्युपचारात् ज्ञानदर्शनयोश्चाप्रतिहतत्वात् तत्र च चतुर्थे भने सर्वविराधकलक्षणे भवाभिनंदी क्षुद्रत्वादिदोषवान् देशतोऽप्यनुपरतो मिथ्यादृष्टिरिति ।।२९।। ટીકાર્ચ -
શ્રતવવ ...... મિથ્યાિિતિ | ‘તા મંત્તિ' પ્રતીક છે. શ્રતવાળા સાધુ સર્વ આરાધકરૂપ ત્રીજા ભાંગામાં સમવતાર કરવા યોગ્ય છે; કેમ કે ઉપરતપણું છે=સર્વ પાપવ્યાપારથી ઉપરતપણું છે, અને ભાવથી વિજ્ઞાતધર્મપણું છે શ્રત ધર્મ કઈ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે તેના મર્મને સ્પર્શવાર એવું શ્રુતજ્ઞાતવાનપણું છે, આથી ત્રણ પ્રકારના પણ મોક્ષમાર્ગનું આરાધકપણું છે સમ્યમ્ બોધ, સમ્યગું રુચિ અને સમ્યમ્ યત્નરૂપ મોક્ષમાર્ગનું આરાધકપણું છે, અને શ્રાવક પણ ઉપચારથી ત્રીજા ભાંગામાં જ સમવતારણીય છે; કેમ કે દેશવિરતિમાં સર્વવિરતિનો ઉપચાર છે. અને જ્ઞાનદર્શનનું અપ્રતિહતપણું છે. અને ત્યાં=ચતુર્ભગીમાં, સર્વવિરાધક લક્ષણ ચોથા ભાંગામાં ભવાભિનંદી જીવ સમવતારણીય છે. કેવો ભવાભિનંદી ? તે સ્પષ્ટ કરે છે – સુવાદિ દોષવાળો, દેશથી પણ અનુપરત મિથ્યાદષ્ટિ ચોથા ભાંગામાં સમવતારણીય છે. એમ અવય છે. Im૨૯.
ભાવાર્થ :
જે સાધુને ભગવાનના શ્રતના પારમાર્થિક સ્વરૂપનો બોધ છે તેથી તેનું શ્રુતજ્ઞાન સર્વ ઉદ્યમથી જિનવચનનું દઢ અવલંબન લઈને સંસારના ઉચ્છેદ માટે તેમને પ્રવર્તાવે છે તેવા મહાત્માના મન-વચન-કાયાના યોગો સદા જિનવચનનું સ્મરણ કરીને આત્માના સામાયિકના પરિણામને અતિશય કરવાના વ્યાપારવાળા છે. આવા મહાત્માઓ સર્વ પાપવ્યાપારથી ઉપરત હોવાથી સર્વારાધકરૂપ ત્રીજા ભાગમાં અવતાર પામે છે.
વળી, શ્રાવક સંપૂર્ણ પાપવ્યાપારથી ઉપરત નથી તોપણ સર્વથા પાપવ્યાપારના ઉપરના ઉપાયરૂપે જ શ્રાવક દેશવિરતિમાં યત્ન કરે છે. આથી જ વિવેકસંપન્ન શ્રાવક સર્વવિરતિની શક્તિ આસન્ન-આસન્નતર થાય તે રીતે જ ભગવદ્ પૂજા, સુસાધુની ભક્તિ અને અણુવ્રતો આદિનું પાલન કરે છે. તેથી સર્વવિરતિરૂપ કાર્યમાં દેશવિરતિરૂપ કારણનો ઉપચાર કરીને શ્રાવકને પણ સર્વ પાપવ્યાપારથી ઉપરત સ્વીકારેલ છે. તેથી શ્રાવક પણ ત્રીજા ભાંગામાં અવતાર પામે છે; કેમ કે દેશવિરતિરૂપ કારણમાં સર્વવિરતિરૂપ કાર્યનો ઉપચાર કરીને અને જ્ઞાન-દર્શન વિદ્યમાન હોવાથી શાસ્ત્રકારોએ તેને સર્વારાધક સ્વીકારેલ છે.