________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૯, ૩૦
૩૪૭
વળી, સર્વવિરાધકરૂપ ચોથા ભાંગામાં પરિણામને આશ્રયીને લેશથી પણ પાપથી ઉપરત થયેલા ન હોય તેવા ક્ષુદ્રત્વાદિ દોષવાળા મિથ્યાદ્દષ્ટિ જીવો છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી સર્વ જીવો જેઓ ધર્મને વિમુખ છે તેઓ સર્વવિરાધક છે જ. પરંતુ જેઓ મોક્ષને અનુકૂળ લેશ પણ પરિણામને સ્પર્શતા નથી તેવા અન્યદર્શનના સંન્યાસીઓ, જૈનદર્શનના સાધુઓ કે જૈનદર્શનના શ્રાવકાચાર પાળનારા શ્રાવકો સર્વવિરાધક છે; કેમ કે સંસા૨થી ૫૨ મોક્ષને અનુકૂળ એવા પરિણામથી નિરપેક્ષ અને અસગ્રહથી દૂષિત જીવોનો બાહ્ય સંયમનો આચાર પણ પરમાર્થથી પાપના વિરામરૂપ નથી, માટે તેઓ સર્વવિરાધક છે. II૨૯॥
અવતરણિકા :
अत्र केचिद्वदन्ति - यो मिथ्यादृष्टिरन्यमार्गस्थः स सर्वविराधको भवतु, यस्तु जैनमार्गस्थ: स भवाभिनन्द्यपि न तथा, व्यवहारस्य बलवत्त्वात् 'ववहारो वि हु बलवं' इति वचनप्रामाण्यादिति तन्मतनिराकरणार्थमाह
અવતરણિકાર્ય :
અહીં=આરાધકવિરાધકની ચતુર્થંગી અત્યાર સુધી બતાવી એમાં જે સર્વવિરાધકનો ભાંગો બતાવ્યો એમાં, કોઈક કહે છે જે અન્ય માર્ગસ્થ મિથ્યાદૃષ્ટિ છે તે સર્વવિરાધક હો, પરંતુ જે જૈનમાર્ગસ્થ છે તે ભવાભિનંદી પણ તેવો નથી=તે સર્વવિરાધક નથી; કેમ કે વ્યવહારનું બલવાનપણું છે.
કેમ વ્યવહા૨નું બલવાનપણું છે ? તેમાં હેતુ કહે છે
“વ્યવહારનું પણ બલવાનપણું છે.” એ પ્રમાણે વચનનું પ્રમાણપણું છે. એ પ્રકારના તેના મતનું=પૂર્વપક્ષીના મતનું, નિરાકરણ કરવા માટે કહે છે
ગાથા :
છાયા :
भावो जेसिमसुद्धो ते ववहारट्ठियावि एरिसया । णिच्छयपरंमुह खलु ववहारो होइ उम्मग्गो । । ३० ।।
भावो येषामशुद्धस्ते व्यवहारस्थिता अपीदृशकाः । निश्चयपराङ्मुखः खलु व्यवहारो भवत्युन्मार्गः ।। ३० ।।
અન્વયાર્થ:
નેસિમસુદ્ધો માવો =જેઓનો ભાવ અશુદ્ધ છે, તે–તેઓ, વવારક્રિયાવિ=વ્યવહારમાં રહેલા પણ=વ્યવહારથી સંયમની ક્રિયા કરનારા પણ, સિવા=આવા પ્રકારના છે=સર્વવિરાધક છે.