Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 360
________________ ૩૪૩ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮ કારણે વ્રત સ્વીકાર્યા નથી અને તે ચારિત્ર અંશની જેઓ આરાધના કરતા ન હોય તે જીવો તે ચારિત્ર અંશના વિરાધક છે. એ પ્રકારની પરિભાષામાં જ ‘અપ્રાપ્ત' એ પ્રકારના વચનનું ભગવતીસૂત્રનું તાત્પર્ય છે. ટીકા - ___ तत्फलं च देशविराधकत्वेन देशद्वयाराधकत्वाक्षेपः, तथा च पूर्वभङ्गादाधिक्यं लभ्यते, तेन देशविराधकत्वेऽविरतसम्यग्दृष्टेर्देशाराधकादप्यधमत्वं स्यादित्यपास्तं, परिभाषितस्य विराधकत्वस्याधमत्वाप्रयोजकत्वात्, प्रत्युत देशद्वयाराधकत्वाक्षेपकतयोत्कर्षप्रयोजकत्वात्, न च परिभाषा न सूत्रनीतिरिति शङ्कनीयं, 'सव्वामगंधं परिच्चज्ज निरामगंधो परिव्वए' इत्यादीनां परिभाषासूत्राणामपि तन्त्रे व्यवस्थापितत्वाद्, यदि च देशविराधकत्वं नैवं पारिभाषिकमङ्गीक्रियेत तदाऽनुपात्तव्रतः सम्यग्दृष्टिः कस्मिन् भङ्गेऽवतारणीयः? न च नावतारणीय एव, सर्वाराधकादन्यत्र सहकारियोग्यताभावाभिधानाय त्रिभिरेव भगैः सर्वेषां तद्विलक्षणानां च सङ्ग्राह्यत्वादिति सूक्ष्ममीक्षणीयम् ।।२८॥ ટીકાર્ય : ત ૨. સૂ ક્ષની I અને તેનું ફલકરત્નત્રયીના ચારિત્રરૂપ અંશના વિરાધકને દેશવિરાધક છે એ પ્રકારની પરિભાષા કરી તેનું ફલ, દેશવિરાધકપણાથી દેશદ્વયતા આરાધકત્વનો આક્ષેપ છે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનરૂપ દેશદ્વયતા આરાધકત્વનો આક્ષેપ છે. અને તે રીતે દેશવિરાધક દ્વારા દેશદ્વયતા આરાધકત્વનો આક્ષેપ છે તે રીતે, પૂર્વના ભંગથી=દેશઆરાધકત્વરૂપ પ્રથમ ભાંગાથી આધિક્ય પ્રાપ્ત થાય છે. તેના દ્વારા પ્રથમ ભાંગાથી દેશવિરાધકરૂપ બીજા ભાંગામાં આધિક્યની પ્રાપ્તિ થઈ તેના દ્વારા, “દેશવિરાધકત્વમાં અવિરતસમ્યગ્દષ્ટિ, દેશારાધકપણાથી પણ અધમપણું થાય.” એ અપાત છે; કેમ કે પરિભાષિત વિરાધકત્વનું અધમત્વનું અપ્રયોજકપણું છે. ઊલટું, દેશદ્વય આરાધકત્વનું આક્ષેપકપણું હોવાથી ઉત્કર્ષનું પ્રયોજકપણું છે. અને પરિભાષા સૂત્રનીતિ નથી. એ પ્રમાણેની શંકા ન કરવી; કેમ કે “સર્વ આમગંધનો પરિત્યાગ કરીનેત્રવિણની ગંધવાળા ભોજનનો આધાકમ આદિ દોષવાળા ભોજનનો, ત્યાગ કરીને, સાધુ નિરામગંધવાળો=ભિક્ષાના આધાકર્મી આદિ દોષવાળા ભોજનનો ત્યાગવાળો, વિચરે.” ઈત્યાદિ પરિભાષાવાળા સૂત્રોનું પણ તંત્રમાં વ્યવસ્થાપિતપણું છે. અને જો દેશવિરાધકપણું આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, પારિભાષિક સ્વીકારવામાં આવે તો નહિ સ્વીકારાયેલા વ્રતવાળો સમ્યગ્દષ્ટિ કયા ભાંગામાં અવતરણ કરાય ? અને અવતારણીય જ નથી એમ નહિ; કેમ કે સર્વારાધકથી અન્યત્ર સહકારીયોગ્યતાના ભાવને કહેવા માટે=સર્વારાધકના ભાંગાથી અન્ય એવા દેશારાધક અને દેશવિરાધક ભાંગામાં સર્વારાધક થવાની સહકારીયોગ્યતાનો ભાવ છે તે બતાવવા માટે, ત્રણ જ ભાંગા વડે=દેશારાધક, દેશવિરાધક અને સર્વારાધકરૂપ ત્રણ જ ભાંગા વડે, સર્વોતું મોક્ષમાર્ગના સવરાધકોનું, અને તદ્વિલક્ષણ જીવોનું મોક્ષમાર્ગના વિરાધક જીવોનું, સંગ્રાહ્યપણું છે ચતુર્ભાગી દ્વારા સર્વ જીવોનું સંગ્રાહ્યપણું છે, તે પ્રમાણે સૂક્ષ્મ અવલોકન કરવું. ૨૮

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402