________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮
૩૪૧
તેથી પોતાની પ્રમાદની આચરણા પ્રત્યે જુગુપ્સા છે. આવા જીવો સ્વીકારેલ ચારિત્રના ભંગવાળા છે. આવા સંવિગ્નપાક્ષિક જીવો દેશવિરાધક છે.
વળી, ઉપદેશાદિને પામીને સંસારનું યથાર્થ સ્વરૂપ જાણનાર, મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ જાણનાર અને મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની પરિણતિને પણ યથાર્થ જાણીને તેની પ્રાપ્તિના અત્યંત અર્થ એવો સમ્યગ્દષ્ટિ જીવ પોતાનું વિરતિનું સત્ત્વ ન જણાય તેથી વિરતિને ગ્રહણ ન કરે તો તે રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો દેશથી વિરાધક છે. આ પ્રકારનું દેશવિરાધકનું પારિભાષિક સ્વરૂપ ભગવતીસૂત્રમાં કહેલ છે. તે ભગવતીસૂત્રની પરિભાષાને ગ્રંથકારશ્રી સંક્ષેપથી બતાવે છે.
સમ્યજ્ઞાનું સમ્યગ્દર્શનપણું હોતે છતે ચારિત્રનો ભંગ કે ચારિત્રની અપ્રાપ્તિ એ બેમાંથી અન્યતરવાનપણું દેશવિરાધકપણું છે એ પ્રકારનું પારિભાષિક દેશવિરાધકપણું છે. આ પ્રકારનું પારિભાષિક દેશવિરાધકપણું સ્વીકારવાથી પ્રાચીન ગ્રંથના દૂષણમાં રસિક એવા પર વડે કહેવાયું છે તે દેશવિરાધકની પરિભાષાના અજ્ઞાનનું વિજ્ભિત છે.
પૂર્વપક્ષી શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે – જેઓ અન્યદર્શનમાં છે તેઓ દેશઆરાધક નથી અને દેશવિરાધક પણ નથી. ભગવાને કહેલા અનુષ્ઠાનને આશ્રયીને જ જેઓએ કોઈક અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞા કરેલી હોય અને તે અનુષ્ઠાનની પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે તો તેઓ દેશઆરાધક છે; કેમ કે સર્વપાપની નિવૃત્તિરૂપ સર્વવિરતિની આરાધના કરનારા નથી. છતાં ભગવાને કહેલ કોઈક અનુષ્ઠાનને સ્વીકારીને તે પ્રતિજ્ઞાનુસાર તેની આરાધના કરે છે, માટે દેશારાધક છે. આ વચનાનુસાર અવિરતસમ્યગ્દષ્ટિ પણ સ્વીકારાયેલા અનુષ્ઠાનનું સમ્યગુ પાલન કરે તો તે દેશારાધક કહેવાય. આથી જ ત્રિકાળ જિનપૂજાની પ્રતિજ્ઞા કરીને તે પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે તો તે દેશારાધક જ કહેવાય અને મિથ્યાદૃષ્ટિ પણ જીવ અથવા અભવ્ય પણ ભગવાનના ધર્મને સ્વીકારીને ચારિત્ર પાળે તો તે દેશારાધક જ કહેવાય.
વળી પોતે સ્વીકાર્યા પછી તે અનુષ્ઠાનનું સમ્યગુ પાલન ન કરે તો તે દેશવિરાધક કહેવાય. તેથી કોઈ સમ્યગ્દષ્ટિ જીવે દેશવિરતિ કે સર્વવિરતિ ગ્રહણ કરેલ હોય અને તેનો પરિત્યાગ કરે તો તેવો અવિરતસમ્યગ્દષ્ટિ પણ દેશવિરાધક કહેવાય; કેમ કે પ્રતિજ્ઞાથી પ્રાપ્ત એવી વિરતિનું તેણે પાલન કર્યું નથી. આ રીતે દેશારાધક અને દેશવિરાધક સ્વવિષયવાળા બને છે અને તે સ્વરૂપે જ તે પ્રમાણભૂત છે તેમ યુક્તિથી સિદ્ધ થાય છે. આમ છતાં ભગવતીસૂત્રના વૃત્તિકારે “પ્રાપ્ત' એ વિકલ્પ દ્વારા અવિરતસમ્યગ્દષ્ટિને દેશવિરાધક કહેલ છે. તે કયા અભિપ્રાયથી છે ? એ પ્રકારનો વિચારકને સંશય થાય. તે સંશયને નિવર્તન કરનારું સમ્યગુ વક્તાનું વચન અમે પણ સાંભળવા ઇચ્છીએ છીએ. એ પ્રકારે પૂર્વપક્ષીને કહીને ભગવતીસૂત્રકારનું ‘અપ્રાપ્ત’ વિકલ્પ ઉચિત નથી, તેમ કહે છે.
તેમાં યુક્તિ આપે છે –