________________
૩૪૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮ વ્યાખ્યાત છે તે કયા અભિપ્રાયથી છે? એ પ્રકારનો સંશય થયે છતે સમ્યમ્ વક્તાના વચનને આ સંશયતા નિવારણ માટે યથાર્થ વચન કહેનારા વક્તાના વચનને, અમે પણ સાંભળવાની ઇચ્છાવાળા છીએ, એ પ્રમાણે પણ જાણવું, એ પ્રમાણે ધર્મસાગરજી કટાક્ષથી કહે છે અને તેમાં હેતુ કહે છે – “જે કારણથી જો અપ્રાપ્તિમાત્રથી વિરાધકપણું થાય તો ચરક-પરિવ્રાજકાદિને જ્યોતિષ્કથી ઊર્ધ્વમાં ઉપપાતનો અભાવ થાય; કેમ કે મોક્ષના કારણભૂત ત્રણનો લેશથી પણ અભાવ હોવાને કારણે ચરકપરિવ્રાજકાદિમાં રત્નત્રયીનો લેશથી પણ અભાવ હોવાને કારણે, દેશવિરતિ-સર્વવિરતિનું યુગપદ્ વિરાધકપણું છે. અને દ્વાદશાંગીપર્યંત જુદા જુદા પ્રકારના શ્રુતના અધ્યયનની અવધિ સુધીની પ્રવૃત્તિમાં અપ્રાપ્તિમાન છદ્મસ્થસંયત તો દૂર રહો, કેવલી પણ અપ્રાપ્તજિતકલ્પાદિનો વિરાધક થાય.” એ પ્રમાણે પ્રાચીન ગ્રંથના દૂષણમાં રસિક એવા જે પર વડે=ધર્મસાગરજી વડે, કહેવાયું તે પરિભાષાના જ્ઞાનના અભાવનું વિજંભિત છે આરાધકવિરાધક ચતુર્ભગીની જે ભગવતીકારની પરિભાષા છે તેના જ્ઞાનનો અભાવ ધર્મસાગરજીને છે તેનું કાર્ય છે, તેમ જાણવું; કેમ કે “જે જેનો અપ્રાપ્તિમાનું છે, તે તેનો વિરોધક છે. એ પ્રકારની વ્યાપ્તિમાં અહીં ચતુર્ભગીના બીજા ભાંગામાં, તાત્પર્યનો અભાવ છે. પરંતુ ઉક્ત પરિભાષામાં જ તાત્પર્ય છે સમ્યગ્દષ્ટિ જીવ સર્વવિરતિનો અત્યંત અભિલાષવાળો હોવા છતાં સર્વવિરતિની તેને અપ્રાપ્તિ હોય તો દેશવિરાધક છે, એ પ્રકારની પરિભાષામાં જ તાત્પર્ય છે. ભાવાર્થ :
દેશવિરાધકરૂપ બીજા ભાંગાનું સ્વરૂપ પ્રસ્તુત ગાથામાં ગ્રંથકારશ્રી બતાવે છે. મોક્ષમાર્ગ રત્નત્રયીરૂપ છે, તેના ત્રણ અંશો છે: સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન સમ્યક્યારિત્ર. તેમાંથી ત્રીજા અંશરૂપ ચારિત્રનું ગ્રહણ કરીને જેઓ સમ્યગુ પાલન કરી શકતા નથી તેવા સંવિગ્નપાક્ષિક દેશવિરાધક છે. અને સંસારથી ઉદ્વિગ્ન થયેલા મોક્ષના અત્યંત અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવોને મોક્ષના ઉપાયભૂત જે રત્નત્રયી દેખાય છે તે રત્નત્રયીમાંથી જ્ઞાન, દર્શનનું સેવન કરનારા છે. પરંતુ પ્રબલ ચારિત્રમોહનીયકર્મના ઉદયને કારણે પોતે ચારિત્ર ગ્રહણ કરવા સમર્થ નથી તેથી દેશવિરતિ કે સર્વવિરતિનો સ્વીકાર કરતા નથી. આવા અવિરત-સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રરૂપ દેશના વિરાધક હોવાથી દેશવિરાધક છે. આનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – ચારિત્રરૂપ દેશના ભંગની અપેક્ષાએ સંવિગ્નપાક્ષિક દેશવિરાધક છે અને ચારિત્રરૂપ દેશની અપ્રાપ્તિની અપેક્ષાએ અવિરતસમ્યગ્દષ્ટિ દેશવિરાધક છે. આનાથી એ ફલિત થાય કે જે મહાત્મા સંસારથી ભય પામેલા છે અને સર્વવિરતિનો સ્વીકાર કરીને સર્વવિરતિમાં જિનવચનાનુસાર ઉદ્યમ કરીને સતત ચારિત્રની વિશુદ્ધિને પામી રહ્યા છે, નવું નવું શ્રુત ભણે છે, મૃતથી આત્માને વાસિત કરીને સંયમની પરિણતિની વૃદ્ધિ કરે છે અને ચારિત્રાચારની સર્વયિાઓ દ્વારા સમભાવની વૃદ્ધિ કરે છે તેવા મહાત્માઓને પણ કર્મનો ઉદય થાય ત્યારે તેઓ સંયમની ક્રિયાઓ અમ્યુત્થિત થઈને કરતા નથી. છતાં તેઓને સંયમનો રાગ વિદ્યમાન છે