________________
૩૧૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
પોતાના દિગંબરમતને કહેનારા જ અરિહંત છે, શ્વેતાંબર મતને કહેનારા નથી, તેમ માને છે. તેથી તેમાં મિથ્યાત્વનું બીજ પડેલું છે. તેથી તેવા જીવો સત્વશંસાદિ કરે તોપણ ધર્મબીજનો સંભવ નથી. માટે અન્યદર્શનમાં રહેલા જીવો ભગવાનના કોઈક વચનની પ્રશંસા કરે તોપણ તેઓમાં બીજાધાન થતું નહીં હોવાથી તેઓને દેશારાધક સ્વીકારી શકાય નહિ.
તેને ગ્રંથકારશ્રી કહે છે – અન્યદર્શનવાળા જેઓ તેવા પ્રકારના પક્ષપાત વગરના છે=પોતાના સુગાદિ પ્રત્યે અવિચારક રાગ વેરાવનારા નથી, પરંતુ અજ્ઞાનને કારણે રાગાદિ રહિત વિશિષ્ટ પુરુષરૂપ સુગાદિ જણાય છે અને દિગંબરના મતમાં રહેલાને પણ જણાય છે કે રાગાદિ રહિત પુરુષે જ અમારા મતમાં રહેલા પદાર્થની પ્રરૂપણા કરી છે માટે પોતાના મતને માને છે; છતાં સામગ્રી મળે તો તેઓનો વિપરીત બોધ નિવર્તન પામે તેવો છે, તેવા સંમુગ્ધ શ્રદ્ધાવાળા જીવોને ભગવાને કહેલા કેટલાક સુંદર અર્થો પ્રત્યે આદર થાય છે. આવા જીવોને તે સત્વશંસાથી ધર્મબીજની પ્રાપ્તિ થાય છે; કેમ કે અન્યદર્શનમાં રહેલા ઓઘદૃષ્ટિથી યુક્ત યોગદૃષ્ટિવાળા હોય છે. તેમાં પ્રથમ ચાર દૃષ્ટિ સુધીનો માર્ગાનુસારી બોધ છે અને તત્સહવર્તી ઓઘદૃષ્ટિ હોવાથી કંઈક વિપર્યાસ પણ છે. તોપણ પોતાના દર્શનના પ્રણેતાના સુંદર અર્થને કહેનારાં વાક્યોને પ્રાપ્ત કરીને તેઓને તે સુંદર અર્થ પ્રત્યે રુચિ થાય છે માટે તેઓ આદિધાર્મિક છે. તેથી મિથ્યાત્વ અવસ્થામાં હોવા છતાં દેશારાધક છે. એ પ્રકારે અધ્યાત્મની પારમાર્થિક દૃષ્ટિથી પૂર્વપક્ષીએ વિચારવું જોઈએ.
અધ્યાત્મની પારમાર્થિક દૃષ્ટિ વગર વાદ-પ્રતિવાદના વ્યાપારથી ક્યારેય તત્ત્વની પ્રાપ્તિ થતી નથી, તેથી જો પૂર્વપક્ષી અધ્યાત્મની દૃષ્ટિનો વિચાર કર્યા વગર જૈનદર્શનમાં રહેલા જ દેશારાધક હોઈ શકે, અન્ય હોઈ શકે નહિ, તેવો નિર્ણય કરીને પોતાના પક્ષ સ્થાપન માટે વાદ-પ્રતિવાદાદિ વ્યાપાર કરે કે ભગવાનના શાસ્ત્રનું અધ્યયન કરે તોપણ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ.
આ રીતે પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો અર્થ અનેક યુક્તિઓથી અત્યાર સુધી સ્પષ્ટ કર્યો. હવે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે –
અત્યાર સુધી વર્ણન કર્યું, તેથી ફલિત થયું કે વ્યવહારનયથી અન્યદર્શનમાં રહેલા પણ કેટલાક જીવો ભગવાને કહેલા શ્રુતજ્ઞાનાનુસાર જે મોક્ષને અનુકૂળ ભાવો છે તે પ્રમાણે તે તે દર્શનની ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓ દેશારાધક છે. અહીં વ્યવહારનયથી અન્ય માર્ગમાં રહેલ કહેવાથી એ પ્રાપ્ત થાય કે નિશ્ચયનયથી તો તેઓ જિનની ઉપાસના કરનાર હોવાથી ભગવાનના જ માર્ગમાં રહેલ છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે ગાથાના ઉત્તરાર્ધથી જે ગ્રંથકારશ્રીએ કહ્યું કે વ્યવહારથી અન્ય માર્ગમાં રહેલા પણ દેશારાધક છે. એ કથન અયુક્ત છે; કેમ કે અન્યદર્શનમાં રહેલા મિથ્યાષ્ટિ જીવો યમ-નિયમના પાલન દ્વારા જે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ કરે છે તેને આગમમાં અધર્મ પક્ષમાં ગ્રહણ કરેલ છે. તેથી તેવી યમ-નિયમની આચરણા દ્વારા તેઓને દેશારાધક કહી શકાય નહિ. તેમાં પૂર્વપક્ષ સૂત્રકૃતાંગની સાક્ષી આપે