________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ મહાત્માઓના વચનાનુસાર અન્યદર્શનના માર્ગાનુસારી જીવો દેશારાધક છે. તે સર્વને પૂર્વપક્ષી અસંબદ્ધરૂપે કહે છે. માટે પૂર્વપક્ષીનું તે વચન ખરાબ ફળવાળો મોહનો પરિણામ છે.
વળી, પૂર્વપક્ષીએ જે અનુપપત્તિ ઉદ્ભાવન કરી કે જો દ્વાદશાંગ રત્નાકર તુલ્ય હોય તો તેમાંથી પ્રવાદો ઉત્પન્ન થઈ શકે નહિ, તે કથન પૂર્વપક્ષીનું અનુપપન્ન છે; કેમ કે સમુદ્રમાંથી જલને ગ્રહણ કરીને મેઘ વ૨સે છે અને મેઘથી નદીઓ પ્રવૃદ્ધ થાય છે. એથી નદી તુલ્ય એવા પ૨પ્રવાદો પણ જૈનાગમસમુદ્રમાંથી અર્થરૂપ જલને ગ્રહણ કરનાર આંશિક ક્ષયોપશમરૂપ મેઘથી પ્રવૃદ્ધિને પામે છે.
૩૧૪
આશય એ છે કે જેમ સમુદ્રમાંથી જલને ગ્રહણ કરીને મેઘ બને છે અને મેઘની વર્ષાથી નદીઓ વૃદ્ધિને પામે છે તેમ ભગવાનના સ્યાદ્વાદરૂપ સમુદ્રમાંથી અર્થોને ગ્રહણ કરીને તે તે નયના એક અંશરૂપ ક્ષયોપશમના પરિણામથી તે તે દર્શનો પ્રવૃદ્ધિને પામે છે. માટે ભગવાનના વચનમાંથી સર્વપ્રવાદો નીકળ્યા છે અને વૃદ્ધિ પામે છે તેમ કહેવામાં કોઈ વિરોધ નથી. આથી જ સમુદ્રને નદીના પિતા કહેવામાં દોષ નથી; કેમ કે સમુદ્રના પાણીથી જ મેઘની નિષ્પત્તિ દ્વારા નદીઓની ઉત્પત્તિ થાય છે.
વળી પૂર્વપક્ષીએ દોષ આપેલ કે દ્વાદશાંગીને સમુદ્ર કહેવામાં આવે અને તેમાંથી નદીઓ ઉત્પન્ન થાય છે તેમ કહેવામાં આવે તો, સમુદ્રમાંથી પાણી ન્યૂન થવાને કારણે સમુદ્રના ગાંભીર્યની હાનિ પ્રાપ્ત થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જે અર્થમાં ઉપમાન દ્વારા ઉપમેયનો બોધ કરાવવાનું તાત્પર્ય હોય તે તાત્પર્યને છોડીને ઉપમાનમાં રહેનાર એવા અનભિમત ધર્મની આપત્તિ આપવામાં આવે તો ચંદ્રની ઉપમાથી મુખનું વર્ણન ક૨વામાં આવે ત્યારે ચંદ્રના કલંકિત ધર્મને કારણે મુખને કલંકિત કહેવાની આપત્તિ આવે. માટે સમુદ્રમાંથી નદીઓ નીકળે છે તેમ ભગવાનના વચનમાંથી અન્ય પ્રવાદો નીકળ્યા છે તે કથનમાં ભગવાનના વચનમાં ગાંભીર્યની હાનિ થશે તેમ કહેનારું પૂર્વપક્ષીનું વચન અસંગત છે.
વળી, પૂર્વપક્ષી કહે કે જો મેઘથી નદી ઉત્પન્ન થાય છે તેમ કહીએ તો મેઘની વર્ષા પૂર્વે જેમ નદીઓ સૂકી હોય છે તેમ અન્યદર્શનવાળા જીવોને જૈનાગમાનુસારી ક્ષયોપશમની પ્રાપ્તિ પૂર્વે ‘અનુપચિત અવસ્થાવાળા' કહેવાનો પ્રસંગ આવશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અમને તે ઇષ્ટ જ છે; કેમ કે ભગવાનના વચનાનુસારી મોક્ષમાર્ગને બતાવનાર નિર્મળ નયષ્ટિના પરિજ્ઞાન વગર અન્યદર્શનવાળા અનુપનિબદ્ધ મિથ્યાત્વ રૂપવાળા હોય છે અર્થાત્ મોક્ષને અનુકૂળ એવો મોક્ષમાર્ગ જેમાં લેશ પણ ઉપનિબદ્ધ નથી તેવા મિથ્યાત્વવાળા હોય છે. તેથી તેઓની તે દર્શનની ક્રિયા અસાર હોય છે. પરંતુ તેઓને પણ જૈનાગમાનુસારી મોક્ષને અનુકૂળ એવી નયદૃષ્ટિનું કંઈક પરિજ્ઞાન થયેલું છે. આમ છતાં સર્વનયોની દૃષ્ટિ જિનવચનાનુસાર પ્રગટ થયેલી નથી. તેથી સર્વનયદૃષ્ટિના બોધરૂપ સમ્યક્ત્વ તેઓમાં નથી તોપણ કોઈક યથાર્થ નયદૃષ્ટિથી નિર્મળ પ્રજ્ઞા ખૂલેલી હોવાથી તે નયપ્રજ્ઞાથી ઉપનિબદ્ધ તેઓનું મિથ્યાત્વ હોવાથી તેઓમાં માર્ગાનુસારી પ્રજ્ઞા છે માટે તેઓ દેશારાધક છે.
વળી, પૂર્વપક્ષી કહે છે કે જો આ રીતે સ્વીકારવામાં આવે તો ભગવાનની દેશનામાંથી જે ૫રપ્રવાદો ઉત્પન્ન થાય છે તેઓને જૈનાગમાનુસારી નય પરિજ્ઞાન થતું નથી. તેઓ ગાઢ મિથ્યાત્વવાળા હોવાથી