________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૩૧૩
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષનું આ કથન અસંબદ્ધ છે; કેમ કે પ્રાચીન આચાર્યના વ્યાખ્યાનનું ઉલ્લંઘન કરીને વિપરીત વ્યાખ્યાનનું અપસિદ્ધાંતપણું છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વના આચાર્યોએ પરંપરાથી સર્વજ્ઞના વચનનું જે તાત્પર્ય પ્રાપ્ત કર્યું છે એ પ્રમાણે તેઓએ વ્યાખ્યાન કર્યું હોય. તેનું ઉલ્લંઘન કરીને સ્વમતિ અનુસાર પદાર્થનું યોજન કરીને પરંપરાથી વિપરીત પોતાનું વ્યાખ્યાન કરવું તે અપસિદ્ધાંતપણું છે. પરંતુ પ્રાચીન આચાર્યોનું કોઈક વક્તવ્ય સર્વજ્ઞના વચનને અનુપાતી ન હોય તો તે પ્રાચીન આચાર્યથી પૂર્વના કોઈક સમર્થ પુરુષના વચનને ગ્રહણ કરીને તે પ્રાચીન આચાર્યનો મત સર્વજ્ઞ વચન અનુપાતી નથી તેમ સ્વયં ગ્રંથકારશ્રીએ પણ કોઈક કોઈક ઠેકાણે સ્પષ્ટ કરેલ છે. તેથી તે પ્રકારે કરવાથી તો સર્વજ્ઞનાં જ વચનનું સ્થાપન થાય છે તેથી તેમ કરવામાં અપસિદ્ધાંતની પ્રાપ્તિ નથી. વળી, પ્રાચીન આચાર્યના વ્યાખ્યાનથી વિપરીત વ્યાખ્યાન કરવું ઉચિત નથી તેમાં પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વચનની સાક્ષી આપે છે
હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકામાં કહેલ છે કે “સ૨ળભાવથી કોઈક વડે અયુક્ત કહેવાયું હોય તો તેમના શિષ્ય વડે અન્યથા કરાયું છે. પરંતુ ભગવાનના શાસનમાં આ વિપ્લવ નથી.” તેથી ફલિત થાય છે કે ભગવાનના શાસનમાં જે કોઈ સુવિહિત આચાર્યો છે તે સ્વમતિથી કહેતા નથી, સર્વજ્ઞના વચનાનુસાર કહેનારા છે. માટે જિનવચનાનુસાર કહેવાયેલા પૂર્વાચાર્યના કથનનું કોઈ અન્ય સુવિહિત આચાર્ય નિરાકરણ કરતા નથી પરંતુ જિનવચનથી જે કાંઈ અન્યથા કથન કોઈક આચાર્યથી થાય છે તે કથન તત્ત્વથી ભગવાનના શાસનનું કથન નથી. તેથી ભગવાનની ભક્તિ અર્થે તે અન્યથા કથનનું સુવિહિતો નિરાકરણ પણ કરે છે.
પૂર્વપક્ષીનું કથન ફક્ત ઉપદેશપદના વૃત્તિકારને જ દૂષણ આપવારૂપ નથી, પરંતુ યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહેલ છે “અન્યદર્શનવાળાઓનો એક શમપરાયણ માર્ગ છે” એ પ્રકારના કહેનારા હરિભદ્રસૂરિ મહારાજાને દૂષણ આપવારૂપ છે. ‘સર્વપ્રવાદમૂલ’ એ ગાથામાં કહેલ ‘સમાખ્યાત' પદથી સૂચિત, ગ્રંથકારશ્રી એવા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સાથે એકવાક્યતાશાલી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાને દૂષણ આપવારૂપ છે અને તેઓને અનુસરનારા અન્યને દૂષણ આપવારૂપ છે. માટે પૂર્વપક્ષીનું આ પ્રકારનું કથન અત્યંત મોહથી કહેવાયેલું છે.
આશય એ છે કે પૂર્વપક્ષી અન્યદર્શનવાળાને દેશા૨ાધક સ્વીકારતો નથી તેથી ઉપદેશપદની વૃત્તિકા૨ના કરાયેલા અર્થને અસંગત કહે છે. વળી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અન્યદર્શનવાળા જે મોક્ષમાર્ગ સેવે છે તેઓનો જૈનદર્શન સાથે શમપરાયણ એક માર્ગ છે તેમ કહીને અન્યદર્શનવાળા માર્ગાનુસા૨ી જીવોને ભાવથી જૈન કહે છે. તેને પણ પૂર્વપક્ષી દૂષિત કરે છે.
વળી, ઉપદેશપદમાં સર્વપ્રવાદમૂલ દ્વાદશાંગી સમાખ્યાત છે. એ કથનમાં સમાખ્યાત પદથી સૂચવનાર સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાની સાથે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું વચન એકવાક્યતાવાળું છે. તેથી પણ નક્કી થાય છે કે સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાના અભિપ્રાયાનુસા૨ અને તેઓને અનુસરનારા