________________
૩૧૭
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ છે અને સૂત્રકૃતાંગના ટીકાકારના વચન દ્વારા સ્પષ્ટ કરે છે કે મિથ્યાદષ્ટિ જીવો જે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ કરે છે તે સર્વ અધર્મ પક્ષમાં જ અંતર્ભાવ પામે છે. માટે અન્યદર્શનવાળા મિથ્યાષ્ટિ જીવોને દેશારાધક સ્વીકારી શકાય નહિ.
તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – જેઓ સન્માર્ગની ગર્તાદિના કારણે એવા પ્રબલ મિથ્યાત્વવાળા છે અને પ્રાણાતિપાતાદિ નિવૃત્તિની ક્રિયા કરે છે તેને અમે દેશારાધક કહેતા નથી, પરંતુ જેઓમાં રાગ-દ્વેષ અને અસદ્ગત આદિ દોષો મંદ થયા છે અને તેના કારણે માર્ગાનુસારી પરિણતિવાળા છે. તેવા અન્યદર્શનવાળાને અમે દેશારાધક કહીએ છીએ. તે જીવોમાં રહેલ સામાન્ય ધર્મને પણ સૂત્રકૃતાંગમાં ધર્મ પક્ષમાં સમવતાર કરેલ નથી; કેમ કે ભાવથી વિરતિની પરિણતિને ગ્રહણ કરીને જ સૂત્રકૃતાંગસૂત્રમાં ધર્મ પક્ષને ગ્રહણ કરેલ છે. તેથી ભાવથી વિરતિનો અભાવ હોય તેવા સર્વ જીવોની બાલ તરીકે વિવક્ષા સૂત્રકૃતાંગસૂત્રમાં કરેલ છે. વળી, સૂત્રકૃતાંગસૂત્રમાં બાલથી ગ્રહણ કરાયેલા બધા જીવોને અમે દેશારાધક સ્વીકારતા નથી, પરંતુ જેઓનું મિથ્યાત્વ મંદ થયું છે. તેઓમાં માર્ગાનુસારિતારૂપ દ્રવ્યવિરતિ છે, જે સમ્યક્તની પ્રાપ્તિ દ્વારા ભાવથી વિરતિનું કારણ છે. તેથી પ્રધાનથી દ્રવ્યવિરતિ છે તેને આશ્રયીને અમે અન્યદર્શનવાળાને દેશારાધક કહીએ છીએ માટે અમારા કથનમાં કોઈ દોષ નથી.
વળી, પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે જો અન્યદર્શનમાં રહેલા માર્ગાનુસારીમાં પ્રધાનપણે દ્રવ્યવિરતિ ન સ્વીકારવામાં આવે તો અન્યદર્શનવાળા માર્ગાનુસારી મિથ્યાષ્ટિ છે એ વચનના વિલોપની પ્રાપ્તિ થાય; કેમ કે મિથ્યાત્વ સહિત અનુકંપાદિ ક્રિયાને પણ શાસ્ત્રકારોએ અકિંચિત્કર કહી છે. છતાં જેઓમાં માર્ગાનુસારી ભાવ છે તેઓની અનુકંપાદિ ક્રિયાઓ પરંપરાએ ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે. માટે તેઓની ક્રિયાને અકિંચિત્કર કહી શકાય નહિ.
વળી, સ્વકથનની પુષ્ટિ અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે જેઓનો અનંતાનુબંધી કષાય જીર્ણ થયો છે અર્થાત્ અતિશિથિલ થયો છે તેઓને તે અનંતાનુબંધી કષાય સમ્યક્તની પ્રાપ્તિમાં પ્રતિબંધક નથી. તેઓ માર્ગાનુસારી જીવ છે. તેઓ મિથ્યાદષ્ટિ હોવા છતાં સમ્યક્તને અભિમુખ હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જેવા જ જાણવા. એ પ્રમાણે ગ્રંથકારશ્રીને અને પૂર્વપક્ષીને સમાન રીતે જ અભિમત છે; કેમ કે તેમ ન સ્વીકારવામાં આવે તો કોઈ મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરી શકે નહિ. મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. તેઓ આઘભૂમિકાની ધાર્મિક આચરણા દ્વારા પ્રાયઃ સમ્યક્ત પ્રાપ્ત કરે છે માટે મંદ મિથ્યાષ્ટિ જીવોમાં દેશારાધકપણું સ્વીકારવું જોઈએ.
અહીં વિશેષ એ છે કે જેઓનો અનંતાનુબંધી કષાય અતિમંદ થયેલો છે તે જીવો તત્ત્વાતત્ત્વને જાણવા માટે સમ્યક ઊહ કરનારા છે. તેથી તેઓમાં વર્તતો અનંતાનુબંધી કષાય સમ્યક્તની પ્રાપ્તિનો પ્રતિબંધક બનતો નથી, પરંતુ અનંતાનુબંધી કષાયની મંદતાને કારણે વર્તતો તત્ત્વનો રાગ સમ્યક્તની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી જેમ સમ્યગ્દષ્ટિ જીવ તત્ત્વાતત્ત્વનો યથાર્થ વિભાગ કરીને વિશેષ પ્રકારના સમ્યક્તની શુદ્ધિ કરે છે તેમ માર્ગાનુસારી જીવો મિથ્યાત્વ અવસ્થામાં પણ તત્ત્વાતત્ત્વના વિભાગ દ્વારા સમ્યક્તને