________________
૩૨૫
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫, ૨૬ ભગવાને કહેલાં સર્વ અનુષ્ઠાનો કઈ રીતે અંતરંગ પરિણતિની શુદ્ધિ દ્વારા અસંગ ભાવનું કારણ બને છે ? તેનો મર્મસ્પર્શી બોધ નહીં હોવાને કારણે તેઓની તે સંયમની સર્વ કષ્ટકારી આચરણા અજ્ઞાનતામાં પડે છે. જેમ પંચાગ્નિનું સેવન કરનારા અન્યદર્શનના ત્યાગીઓનું સર્વ અનુષ્યન અજ્ઞાનતપઆત્મક છે છતાં તેમની કોઈક પ્રવૃત્તિ જિનમતના આગમાનુસારી થાય છે. તેથી તે તે આચરણાથી કંઈક સંવેગના પરિણામને પ્રાપ્ત કરે છે માટે તેઓ દેશારાધક છે.
આ સર્વ કથનનો સંક્ષેપથી ફલિતાર્થ બતાવતાં કહે છે – કોઈક સાધુ સ્વમતિથી સંયમની ક્રિયાઓ કરતા હોય અને ઘુણાક્ષરન્યાયથી કંઈક શુદ્ધ કૃત્ય થાય એટલામાત્રથી તે આગમાનુપાતી નથી; કેમ કે આગમાનુસારી દરેક પ્રવૃત્તિ તત્ત્વના રાગથી તત્ત્વ તરફ જવાને અનુકૂળ અંતરંગ વ્યાપારથી યુક્ત આચરણારૂપ છે. જેઓ સ્વમતિ અનુસાર આગમનાં વચનોને લઈને બાહ્યથી કોઈ શુદ્ધ કૃત્ય કરે એટલા માત્રથી આગમને અપેક્ષિત એવી પરિણતિ થતી નથી. આથી જ નિકૂવો બાહ્ય ક્રિયા શુદ્ધ કરે છે તોપણ વીતરાગના વચનથી વિપરીત ભાવમાં અભિનિવિષ્ટ હોવાથી તેઓ દેશારાધક નથી. પરંતુ જેઓ ભદ્રકપ્રકૃતિવાળા છે તેઓ શુદ્ધ ક્રિયાથી જન્ય જે નિર્જરા, તેના પ્રતિબંધક એવા સ્વમતિ વિકલ્પવાળી પ્રવૃત્તિ કરે છે તોપણ તેઓમાં અસદ્ગહ અનિવર્તિનીય નહીં હોવાથી તેઓ માને છે કે જે કાંઈ આગમાનુસારી છે અને શિષ્ટ સંમત છે તે જ પ્રમાણ છે, પરંતુ મારી રુચિ અનુસારી આગમ પ્રમાણ નથી. તેઓને આગમાનુસારી કૃત્ય કરવા પ્રત્યે રાગ અતિશય છે અને સ્વમતિ અનુસારી કરાતી પ્રવૃત્તિમાં સ્વમતિનો રાગ નિવર્તનીય છે. તેથી જેમ પ્રતિબંધકના સદ્ભાવમાં શુદ્ધ ક્રિયાજન્ય નિર્જરા થઈ શકે નહીં તેમ ઉત્તેજકના સદ્ભાવમાં કંઈક શુદ્ધ ક્રિયાજન્ય નિર્જરા થાય છે.
દેશારાધકના આખા કથનનું નિગમન કરતાં કહે છે – ગાથા-૨પમાં બતાવ્યું એ પ્રકારનો ગીતાર્થઅનિશ્રિત, તપ-ચારિત્રમાં રત એવો અગીતાર્થ સાધુ અને તેના પૂર્વની ગાથાઓમાં બતાવ્યો તેવો બાલતપસ્વી, શીલવાનું અને અશ્રુતવાનું છે તેથી માર્ગાનુસારી છે, માટે તે બંને દેશારાધક છે. તેથી અન્યદર્શનમાં રહેલા બાલતપસ્વી દેશારાધક અને સાધુવેશમાં રહેલા દેશારાધક એ બે પક્ષમાં બહુ ભેદ નથી. રપા અવતરણિકા -
ननु लौकिकमिथ्यात्वाल्लोकोत्तरमिथ्यात्वं बलीय इति हेतोरुभयोर्महाभेद एव इत्यत आह - અવતરણિકાર્ચ -
નતુથી શંકા કરે છે કે લોકિક મિથ્યાત્વથી લોકોત્તર મિથ્યાત્વ બળવાન છે એ હેતુથી ઉભયનો બાલતપસ્વી અને ગીતાર્થઅનિશ્રિત તપ-ચરણમાં રત અગીતાર્થનો, મહાન ભેદ જ છે. એથી કહે છે – ભાવાર્થ :અન્યદર્શનવાળા લૌકિક ધર્મનું સેવન કરીને વિપરીત બુદ્ધિવાળા હોવાથી લૌકિક મિથ્યાત્વી છે અને