________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૬, ૨૭
૩૩૧
વળી, લોકોત્તર મિથ્યાત્વવાળા પણ કેટલાક જીવો પૂર્વમાં ક્યારેય ગ્રંથિભેદ કર્યો નથી તેવા પણ છે અને કેટલાક પૂર્વમાં ગ્રંથિભેદ કર્યો છે તેવા છે. તેથી પૂર્વમાં ગ્રંથિભેદ કર્યો નથી તેવા લોકોત્તર મિથ્યાદૃષ્ટિને ઉત્કૃષ્ટ સંક્લેશ થઈ શકે તેમ છે અને ગ્રંથિભેદને કરેલા અન્યદર્શનમાં રહેલા લૌકિક મિથ્યાષ્ટિને તેવો સંક્લેશ થઈ શકે તેમ નથી. તે અપેક્ષાએ લોકોત્તર મિથ્યાત્વ કરતાં લૌકિક મિથ્યાત્વી શોભન છે.
વળી, કેટલાક લોકોત્તર મિથ્યાત્વી જીવો સ્વરુચિ અનુસાર ભગવાનની સંયમની ક્રિયાઓ કરીને અન્ય મુગ્ધ જીવોને શંકા ઉત્પન્ન કરે છે કે આ મહાત્માઓ ક્રિયાઓ કરે છે તે કલ્યાણનું કારણ છે કે અન્ય સુવિહિત સાધુઓ ક્રિયા કરે છે તે કલ્યાણનું કારણ છે ? આ પ્રમાણે શંકા ઉત્પન્ન કરીને લોકોત્તર મિથ્યાત્વી જીવો મુગ્ધ જીવોમાં મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે, જ્યારે અન્યદર્શનવાળા લૌકિક મિથ્યાષ્ટિ જીવો તેવી વૃદ્ધિ કરાવતા નથી. તે અપેક્ષાએ લૌકિક મિથ્યાત્વ કરતાં પણ લોકોત્તર મિથ્યાત્વ અધિક પાપરૂપ છે.
આ રીતે લૌકિક મિથ્યાત્વ અને લોકોત્તર મિથ્યાત્વવાળા જીવોમાં ભિન્ન ભિન્ન પરિણામને આશ્રયીને ઘણા વિકલ્પો થાય છે. માટે લૌકિક મિથ્યાત્વ એકાંતે મહાપાપરૂપ છે કે લોકોત્તર મિથ્યાત્વ એકાંતે મહાપાપરૂપ છે તેવો વિભાગ નથી. Iરકા અવતરણિકા - -
गीतार्थनिश्रितमपि देशाराधकमाह - અવતરણિતાર્થ :
ગીતાર્થમિશ્રિત પણ દેશારાધકો કહે છે – ભાવાર્થ:
અહીં “મથી એ કહેવું છે કે ગીતાર્થઅનિશ્રિત તો દેશારાધક છે, પણ ગીતાર્થનિશ્રિત પણ સૂક્ષ્મ પ્રજ્ઞાના અભાવને કારણે દેશારાધક છે. તેને કહે છે –
ગાથા :
पढमकरणभेएणं गंथासनो जई व सड्डो वा । णेगमणयमयभेआ इह देसाराहगो णेओ ।।२७।।
છાયા :
प्रथमकरणभेदेन ग्रन्थ्यासनो यतिर्वा श्राद्धो वा । नैगमनयमतभेदादिह देशाराधको ज्ञेयः ।।२७।।