________________
૩૩૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭ નિરોધ થવાને કારણે, માર્ગાનુસારીભાવ થવાથી=મોક્ષપથને અનુકૂળ અધ્યવસાય થવાથી, વિહિત એવું ચારિત્ર ઘણા મહાભાગ્યશાલી જીવોએ પ્રાપ્ત કર્યું.” (પંચાશક-૧૯, ગાથા-૨૭)
અને પ્રવ્રયાને આશ્રયીને ત્યાં જ=પંચાશકમાં જ, કહેવાયું છે – “આ દીક્ષાવિધાન તંત્રનીતિથી ભાવ્યમાન પણ સકૃબંધકતા અને અપુનબંધકના કુગ્રહવિરહને શીધ્ર કરે છે.” (પંચાશક-૨, ગાથા-૪૪)
આની વૃત્તિ-પંચાશકના ઉદ્ધરણની ટીકા “યથાથી બતાવે છે – “દીક્ષાનું વિધાન=જિનદીક્ષાની વિધિ, આ=અનંતરમાં કહેવાયેલી=પંચાશકની પૂર્વની ગાથામાં કહેવાયેલી, સકૃબંધકઅપુનબંધક દ્વારા ભાવન કરાતી પણ=પર્યાલોચન કરાતી પણ, અથવા ભાવ્યમાન જ, અભાવ્યમાન નહિ. કઈ રીતે ભાવ્યમાન ? એથી કહે છે – તંત્રનીતિથી-આગમચાયથી, ભાવ્યમાન જ સમૃદબંધક અને અપુનબંધકના કુગ્રહનો નાશ કરે છે, એમ અવય
સકૃદબંધકનું સ્વરૂપ બતાવે છે –
સમૃદ્ એટલે એક વખત. અથવા ફરી પણ બંધ નથી=મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ નથી જેમને તે બેનો કુગ્રહ નાશ કરે છે એમ અવય છે. તેમાં સકૃબંધક અને અપુનબંધકમાં, જે યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિપ્રદેશે આવેલો અભિન્નગ્રંથિ એક વખત જ ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટિ સાગરોપમ સ્થિતિને બાંધશે તે સકુબંધક કહેવાય. વળી, જે તેને=ઉત્કૃષ્ટ સ્થિતિને તે પ્રકારે જ ક્ષપણા કરતો ગ્રંથિપ્રદેશમાં આવેલો ફરી ક્યારેય તેને ઉત્કૃષ્ટ સ્થિતિને, બાંધશે નહીં અને ગ્રંથિને ભેદશે તે અપુનબંધક છે. આ બંનેને અભિન્નગ્રંથિપણું હોવાથી કુગ્રહ સંભવિત છે. વળી, અવિરતસમ્યગ્દષ્ટિ આદિને કુગ્રહ સંભવિત નથી. વળી, માર્ગાભિમુખ, માર્ગપતિતમાં કુગ્રહનો સંભવ હોવા છતાં પણ તેનો ત્યાગ કુગ્રહનો ત્યાગ, આની ભાવનામાત્રથી અસાધ્ય છે–દીક્ષાવિધિના ભાવન-માત્રથી અનિવર્તનીય છે, તેથી સબંધક અને અપુનબંધકને કુગ્રહ વિરહ થાય છે એમ કહેલ છે. અને આમનામાં=સબંધક અને અપુનબંધકમાં, ભાવસમ્યક્તનો અભાવ હોવાથી દીક્ષા આપતી વખતે દ્રવ્યસમ્યક્ત જ આરોપણ કરાય છે. અને કુગ્રહનો વિરહ અસઅભિનિવેશનો વિયોગ શીધ્ર કરે છે”. ‘તિ' શબ્દ પંચાશકની વૃત્તિની સમાપ્તિ માટે છે.
અને તે રીતેઆવ્યુત્પન્ન દશામાં કેટલાક જીવોને પ્રવજ્યા પણ ધર્મમાત્રના હેતુપણાથી પર્યવસાન પામે છે એમ પૂર્વમાં કહ્યું અને તેમાં પૂજાને આશ્રયીને, તપવિશેષને આશ્રયીને, અને પ્રવ્રજ્યાને આશ્રયીને જે વિધાન છે તેની સાક્ષી આપી તે રીતે, ધર્મમાત્રના ફલ-અનુષ્ઠાનવાળા ગીતાર્થનિશ્રિત સાધુ, શ્રાવકોનું પણ ભાવથી અનધિગત શ્રુતજ્ઞાનપણું હોવાથી દ્રવ્યથી શાસ્ત્રાભ્યાસ હોવા છતાં શાસ્ત્રના પરમાર્થને સ્પર્શે તે પ્રકારના ભાવથી અનધિગત શ્રુતજ્ઞાનપણું હોવાથી અને શીલવાનપણું હોવાથી દેશારાધકપણું છે; કેમ કે તે પ્રકારે જ પરિભાષણ છે=દેશારાધક સ્વીકારવામાં ભાવથી શ્રુતજ્ઞાન વગરનાનું અને શીલવાનનું જ પરિભાષણ છે. વળી ચારિત્રમોહનીયતા ક્ષયોપશમવિશેષથી