________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૬
૩૨૯ મિથ્યાષ્ટિ હોવા છતાં પણ તેવા પ્રકારનો મિથ્યાત્વ મોહનો ઉદય હોવા છતાં પણ આકર્ષ માત્રથી પાતરૂપ નહિ, પરંતુ ક્લિષ્ટ ભાવરૂપ મિથ્યાત્વ મોહનો ઉદય હોવા છતાં પણ.
તેવા પ્રકારના મિથ્યાત્વના મોહનો ઉદય હોવા છતાં પણ કેમ શોભન પરિણામ છે ? એથી હેતુ કહે છે –
મહાબંધનો ભેદ છે સમ્યક્ત નહિ પામેલા મિથ્યાત્વી જીવો કરતાં સમ્યક્ત પામેલા મિથ્યાદષ્ટિ જીવમાં મહાબંધનો ભેદ છે, અહીં=સંસારમાં, બે પ્રકારનો બંધ છે : મહાબંધ અને ઈતરબંધ=જે બંધ ક્ષીણ શક્તિ વગરનો હોય તે મહાબંધ, અને જે બંધ ક્ષીણ શક્તિવાળો હોય તે ઈતરબંધ. ત્યાં=બે પ્રકારના બંધમાં, મિથ્યાદષ્ટિને મહાબંધ છે, ઈતર=સમ્યક્તી આદિને, ઈતરબંધ છે. ત્યાર પછી=મહાબંધનો અર્થ કર્યો ત્યાર પછી, મહાબંધનો વિશેષ છે. એ પ્રકારનો સમાસ છેમહાબંધની અવસ્થાન્તર વિશેષ છે=સમ્યક્ત નહીં પામેલા જીવો કરતાં સમ્યક્તથી ભ્રષ્ટ થયેલા મિથ્યાષ્ટિના મહાબંધની અલ્પતારૂપ અવસ્થાન્તરનો ભેદ છે. આ કહેવાયેલું થાય છે= મહાબંધવિશેષથી' એ વચનથી આગળમાં કહેવાય છે એ કહેવાયેલું થાય છે – પ્રાપ્ત થયેલા સમ્યક્તવાળા જીવનું મિથ્યાષ્ટિપણું હોવા છતાં પણ સામાન્ય મિથ્યાષ્ટિના જેવો બંધ નથી=સમ્યક્ત નહીં પામેલા મિથ્યાદષ્ટિ જેવો બંધ નથી, પરંતુ કંઈક અત્યંત ન્યૂન છે. પરા તેનો વિશેષ જ=બંધનો ભેદ જ, કેમ છે ? એથી કહે છે –
જે કારણથી અભિન્નગ્રંથિનો બંધ મોહની ૭૦ કોટાકોટિ સાગરોપમ છે, વળી ઇતરનો-ગ્રંથિભેદને કરેલ મિથ્યાષ્ટિનો, એક કોટાકોટિ સાગરોપમ પણ નથી. ર૬૮
વ્યાખ્યા :- મોહનો (ઉત્કૃષ્ટ સ્થિતિબંધ) ૭૦ કોટાકોટિ સાગરોપમ કર્મગ્રંથ પ્રસિદ્ધ છે. જે કારણથી અભિન્નગ્રંથિ જીવનો ઉત્કૃષ્ટથી બંધ ૭૦ કોટોકોટિ સાગરોપમ છે. એમ અવય છે. પરંતુ ઈતરનો-મિથ્યાષ્ટિ પણ છતાં ભિન્નગ્રંથિનો એક કોટાકોટી સાગરોપમ પણ નથી. ૨૬૮TI
હવે ઉપસંહાર કરતાં કહે છે–પતિત થયેલા સમ્યગ્દષ્ટિને અન્ય મિથ્યાદષ્ટિ કરતાં સુંદર પરિણામ છે તેમ યોગબિંદુની સાક્ષીથી અત્યાર સુધી સ્પષ્ટ કર્યું. તેનો ઉપસંહાર કરતાં કહે છે –
તે કારણથી=ગાથા-૨૬૮માં કહ્યું કે, અભિન્નગ્રંથિ કરતાં ભિન્નગ્રંથિ મિથ્યાષ્ટિનો બંધ કોટાકોટિ પણ નથી તે કારણથી, આમાં અભિન્નગ્રંથિ મિથ્યાદષ્ટિ અને ભિન્નગ્રંથિ મિથ્યાષ્ટિમાં, નક્કી પરિણામનું ભેદકપણું છે. વળી, બાહ્ય અસદ્ અનુષ્ઠાન બંનેનું પણ પ્રાય: તુલ્ય છે. ર૬૯.
વ્યાખ્યા :- જે કારણથી ગ્રંથિને અતિક્રમીને આને ભિન્નગ્રંથિ એવા મિથ્યાષ્ટિને, બંધ નથી. તે કારણથી આમાં ભિન્નગ્રંથિ અને ઈતર એવા આ બે જીવોના વિષયમાં, પરિણામનું અંતઃકરણનું, નિયોગથી ભેદકપણું છે=નક્કી ભેદકભાવ છે, પણ બાઘ=બહિ: થનારું, અસદ્ અનુષ્ઠાન અર્થોપાર્જનાદિ, પ્રાય:=બહુલતાથી, આ બંનેનું પણ તુલ્ય સમાન, છે. ર૬૯.
આ પૂર્વમાં બતાવ્યું એ, સૈદ્ધાતિક મત છે.
જે પણ કાર્મગ્રંથિકો ભિન્નગ્રંથિને પણ મિથ્યાત્વની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઇચ્છે છે તેઓના પણ મતથી તેવા પ્રકારના રસનો અભાવ હોવાથી=અભિન્નગ્રંથિક જીવને જેવો ઉત્કટ રસ બંધાય છે તેવા પ્રકારના ઉત્કટ રસનો અભાવ હોવાથી, તેના શોભન પરિણામપણામાં=ભિન્નગ્રંથિ મિથ્યાદષ્ટિના