________________
૩૩૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૬ શોભન પરિણામપણામાં, વિપ્રતિપત્તિ નથી. જોકે અલ્પબંધમાં પણ ભિન્નગ્રંથિને અશુભ અનુબંધથી મિથ્યાત્વતા પ્રાબલ્યમાં અનંતસંસારીપણું સંભવે છે તોપણ મંદીભૂત એવું લોકોત્તરમિથ્યાત્વ સંનિહિત માર્ગાવતારણનું બીજ થાય છે, એ પ્રમાણે વિશેષ છે. અને આ રીતે મંદીભૂત લોકોત્તરમિથ્યાત્વ માર્ગાવતારણનું બીજ થાય છે એ રીતે, લૌકિક મિથ્યાત્વથી લોકોત્તર મિથ્યાત્વ શોભન છે એ પ્રમાણે એકાંત પણ ગ્રહણ કરવો નહિ; કેમ કે લોકોત્તરનું પણ ભિન્નગ્રંથિઈતરનું સાધારણપણું છે ભિન્નગ્રંથિઅભિન્નગ્રંથિ સાધારણપણું છે, અને મુગ્ધ એવા પર મિથ્યાત્વની વૃદ્ધિનું જનકપણું હોવાથી લોકોત્તર મિથ્યાત્વનું પણ મહાપાપપણાથી ઉક્તપણું છે. જે કારણથી આગમ છે પિંડનિર્યુક્તિ આગમમાં કહ્યું છે –
“જે યથાવાદ કરતો નથી=જે સાધુ શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરતો નથી, તેનાથી અન્ય કોણ મિથ્યાત્વી છે ? અર્થાત્ તે જ મહામિથ્યાદૃષ્ટિ છે.
કેમ મહામિથ્યાત્વી છે ? તેથી કહે છે –
પરને શંકા નિષ્પન્ન કરતો=આ મહાત્મા જે આચરણા કરે છે તે જિનવચનાનુસાર છે કે અન્ય સુવિહિત સાધુઓ કરે છે તે જિનવચનાનુસાર છે એ પ્રમાણે શંકાને નિષ્પન્ન કરતો મિથ્યાત્વને વધારે છે–અન્ય જીવોમાં મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે. If૧૮૬” (પિંડનિર્યુક્તિ ગાથા ૧૮૬)
તે કારણથી=ટીકામાં અત્યાર સુધી સ્પષ્ટતા કરી તે કારણથી, લૌકિક મિથ્યાત્વ અને લોકોત્તર મિથ્યાત્વમાં અનેકાંત જ શ્રેય છે અર્થાત્ કોઈક અપેક્ષાએ લૌકિક મિથ્યાત્વ શોભન છે અને કોઈક અપેક્ષાએ લોકોત્તર મિથ્યાત્વ શોભન છે એ પ્રકારે અનેકાંત જ આશ્રયણીય છે. ભાવાર્થ
લૌકિક મિથ્યાત્વ અને લોકોત્તર મિથ્યાત્વ તે બંનેમાં ભિન્ન-ભિન્ન પરિણામને આશ્રયીને અનેકાંત છે. તેથી કોઈક દૃષ્ટિથી લૌકિક મિથ્યાત્વ અધિક ખરાબ છે અને લોકોત્તર મિથ્યાત્વ ઓછું ખરાબ છે, જ્યારે કોઈક દૃષ્ટિથી લોકોત્તર મિથ્યાત્વ અધિક ખરાબ છે અને લૌકિક મિથ્યાત્વ ઓછું ખરાબ છે. આથી જ જેમણે ગ્રંથિનો ભેદ કર્યો નથી તેવા જીવોની અપેક્ષાએ ગ્રંથિભેદને પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વને પામેલા જીવોમાં પૂર્વના જેવો ઉત્કૃષ્ટ સંક્લેશ થતો નથી. તેથી તે દૃષ્ટિથી લૌકિક મિથ્યાત્વ કરતાં લોકોત્તર મિથ્યાત્વ શોભન છે. વળી લોકોત્તર મિથ્યાત્વી જીવો પણ અનિવર્તિનીય અસથ્રહવાળા થાય ત્યારે મિથ્યાત્વના પ્રાબલ્યને કારણે અનંતસંસાર અર્જન કરે છે. કોઈક લૌકિક મિથ્યાત્વી જીવ તેવા મિથ્યાત્વના પ્રાબલ્યવાળા ન હોય તો લોકોત્તર મિથ્યાત્વી કરતાં લૌકિક મિથ્યાત્વી શોભન છે તેમ કહી શકાય.
વળી, ભગવાનના શાસનમાં રહેલા તત્ત્વના અર્થી લોકોત્તર મિથ્યાદષ્ટિ પણ મિથ્યાત્વની મંદતાવાળા હોવાથી ભગવાનના શાસનની પ્રાપ્તિનું કારણ પણ તેઓનું લોકોત્તર મિથ્યાત્વ બને છે. તેથી જ તેવા જીવોનું લોકોત્તર મિથ્યાત્વ અન્યદર્શનના મંદ મિથ્યાત્વી કરતાં પણ સારું છે; કેમ કે સમ્યક્તની પ્રાપ્તિની સામગ્રી વિદ્યમાન છે.