________________
૩૨૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૬ इत्येकान्तोऽपि ग्राह्यः, लोकोत्तरस्यापि भिन्नग्रन्थीतरसाधारणत्वात्, मुग्धानां परेषां मिथ्यात्ववृद्धिजनकतया लोकोत्तरमिथ्यात्वस्यापि महापापत्वेनोक्तत्वाच्च । यदागमः -
"जो जहवायं न कुणइ मिच्छट्ठिी तओ हु को अण्णो । । वड्डेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।।" (पिण्डनियुक्ति १८६) इति ।
तस्मादत्रानेकान्त एव श्रेयानिति ।।२६।। ટીકાર્ચ -
નોવિમિથ્યાત્વીન્સોલોરિ ..... શ્રેણનિતિ . “તોમછત્તાગોત્ત' પ્રતીક છે. લૌકિકમિથ્યાત્વથી લોકોરિક એવું તે મિથ્યાત્વ, મહાપાપ છે. એ પ્રકારનો એકાંત યુક્ત નથી જે કારણથી પરિણામો= મિથ્યાત્વના તરતમતાના પરિણામો, બહુ વિકલ્પવાળા=અનેક ભેદવાળા સંભવે છે. અને તે રીતે મિથ્યાત્વતા પરિણામો બહુ વિકલ્પવાળા છે તે રીતે, જે પ્રમાણે લોકિક મિથ્યાત્વ તીવ્ર-મંદાદિભેદથી અનેક પ્રકારનું છે. તે પ્રમાણે લોકોત્તર પણ મિથ્યાત્વ અનેક પ્રકારે છે. એથી ભેદ નથી. ઊલટું ગ્રંથિભેદ અનંતર અલ્પબંધની અપેક્ષાએ લોકોત્તર જ લોકોત્તર મિથ્યાત્વ જ, અલ્પ પાપવાનું છે=અલ્પ પાપબંધનું કારણ છે, તે લોકોત્તર મિથ્યાત્વ અલ્પ પાપવાનું છે તે, યોગબિંદુ સૂત્ર અને વૃત્તિમાં કહેવાયું છે –
ભિન્નગ્રંથિ જીવને ત્રીજું અનિવૃત્તિકરણ, થાય છે. આથી જ=કરણત્રયના લાભરૂપ હેતુથી જ, પતિત એવા સમ્યગ્દષ્ટિને કહેવાયેલો બંધ ઉત્કૃષ્ટસ્થિતિબંધ, ગ્રંથિને ઓળંગીને પ્રાપ્ત થતો નથી. ર૬૬u.
વ્યાખ્યા :- ભિન્નગ્રંથિને વળી ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે. આમ હોતે છતે અનિવૃત્તિકરણ થયે છતે, જે સિદ્ધ થાય છે તેને કહે છે – સમ્યગ્દષ્ટિ જીવને આથી જ=કરણત્રય લાભરૂપ હેતુથી જ, પતિતને=તેવા પ્રકારના સંક્લેશને કારણે સમ્યક્તથી પરિભ્રષ્ટને જ્ઞાનાવરણાદિ પુદ્ગલના ગ્રહણરૂપ બંધ પ્રાપ્ત થતો નથી જ.
કેવા પ્રકારનો બંધ પ્રાપ્ત થતો નથી ? એ કહે છે –
ગ્રંથિભેદકાલભાવિ કર્મસ્થિતિને ઓળંગીને કહેવાયેલો ૭૦ કોટાકોટિ આદિ પ્રમાણરૂપે કહેવાયેલો, બંધ પ્રાપ્ત થતો નથી, એમ અવય છે; કેમ કે બંધથી ક્યારેય ઉલ્લંઘન કરતો નથી=ગ્રંથિભેદકાલીન સત્તામાં રહેલી કર્મસ્થિતિનું બંધથી ક્યારેય ઉલ્લંઘન કરતો નથી, એ પ્રકારે વચનનું પ્રમાણપણું છે. ર૬૬
આ રીતે મહાબંધનો વિશેષ હોવાને કારણે=મિથ્યાત્વ અવસ્થામાં થતા બંધમાં ભેદ હોવાને કારણે, મિથ્યાષ્ટિ પણ છતાં આને=સમ્યક્તથી ભ્રષ્ટ થયેલાને, સામાન્યથી શોભન પરિણામ જાણવો. જરા
વ્યાખ્યા :- આ રીતેeગ્રંથિને ઓળંગીને બંધનો અભાવ હોવાથી સમ્યગ્દષ્ટિને ક્યારે પણ ઉત્કૃષ્ટ બંધ થતો નથી એ રીતે, સામાન્યથી=સમ્યક્ત-મિથ્યાત્વ ઉભય સાધારણથી, વિશેષથી નહિ સમજ્યકાલીન અવસ્થાવિશેષથી નહિ, આને સમ્યગ્દષ્ટિને, શોભન=પ્રશસ્ત, પરિણામ જાણવો. કેવા સમ્યક્વીને પ્રશસ્ત પરિણામ જાણવો ? એથી કહે છે –