________________
૩૨૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫ સંભવે માટે જે ગીતાર્થ નથી તેઓ જો ચારિત્રના પરિણામવાળા હોય તો જે ગુરુકુલવાસમાં ચારિત્રી વૃદ્ધિને અનુકૂળ સદા સંવેગની વૃદ્ધિનું કારણ બને તેવું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, તેને છોડીને ક્યારેય અસમંજસ કાર્ય કરે નહિ. તેથી જેઓ સંયમની કઠોર આચરણ કરનારા છે અને એકાકી વિચરનારા છે તેઓને ગુરુકુલવાસમાં રહેવાથી જે નવું નવું શ્રુત પ્રાપ્ત થાય છે, તેનાથી જે સંવેગની વૃદ્ધિ થાય છે, તેના દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તે વિષયમાં વિપર્યા છે અને એકાકીવિહારમાં જે દોષો છે તેના વિષયમાં વિપર્યાસ છે. આથી જ ગુરુકુલવાસનો ત્યાગ સંયમનાશનું પ્રબળ કારણ હોવા છતાં તેઓને સંયમવૃદ્ધિનું કારણ જણાય છે. વળી, તેઓ સ્વમતિ અનુસાર તપમાં રત રહે છે. વળી, શાસ્ત્રમાં ગુણવાનના પારતંત્રને સ્વીકારવાનું વિધાન છે અને એકાકી રહેવાનો નિષેધ છે, છતાં આગમ વિરુદ્ધ એવા એકાકી રહીને જેઓ પ્રવચનની નિંદા કરનારા છે અર્થાત્ કહે છે કે અભિમાની એવા સાધુઓ નવું નવું શ્રુત ભણે છે પરંતુ શ્રુતનું ફળ જે સંયમ છે તેની ઉપેક્ષા કરે છે અને પોતે શુદ્ધ સંયમ પાળે છે તેવું અભિમાન ધારણ કરે છે. આવું કહીને જે એકાકીવિહારી સાધુઓ છે તેઓ સુવિહિત સાધુઓની નિંદા કરીને પ્રવચનની લોકો આગળ નિંદા કરે છે અને શેષ સુસાધુની પૂજાના વિચ્છેદના અભિપ્રાયવાળા છે. તેથી જ લોકો આગળ તેઓને અસાધુ તરીકે સ્થાપન કરે છે. આવા જીવો પ્રાયઃ બહુ અસમીક્ષિત કરનારા છે માટે મિથ્યાદષ્ટિ છે. તેથી અન્યદર્શનના કદાગ્રહી સાધુની જેમ અસાધુ છે. તેવા જીવો જેમ અન્યદર્શનના કદાગ્રહી સાધુ દેશારાધક નથી તેમ ભગવાનના શાસનની દીક્ષા ગ્રહણ કરીને બાહ્ય કઠોર આચરણામાં પોતે સુસાધુ છે તેવું અભિમાન ધારણ કરનારા પણ દેશારાધક નથી.
એકાકીવિહાર કરનારા બધા સંદશ પરિણામવાળા નથી. તેથી કેટલાક સાધુઓ આત્મોત્કર્ષ, પરદ્રોહ, ગુરુ-ગચ્છાદિનો પ્રસ્વેષ, તમૂલક અસગ્રહથી અકલંકિત પરિણામવાળા છે. આમ છતાં મૃગલા જેવા ભય પામવાના સ્વભાવવાળા હોવાથી અપવાદથી દોષિત ભિક્ષાદિની પ્રવૃત્તિ સમુદાયમાં થતી હોય તેને જોઈને પોતાનું સંયમ નાશ પામશે એ પ્રકારના ભયથી જ જેઓ ગચ્છવાસને છોડીને એકાકી થયા છે તેઓમાં તે પ્રકારની સૂક્ષ્મબુદ્ધિનું આવારક કર્મ જ કારણ છે. આથી જ ગચ્છવાસમાં જે શ્રુતઅધ્યયનથી સંવેગની વૃદ્ધિ થાય છે તેને તેઓ જાણી શકતા નથી અને એકાકી રહીને સંયમની આરાધના કરે છે. છતાં ભગવાનના વચનાનુસાર અનુષ્ઠાન કરવાની તેઓને રુચિ છે પરંતુ સૂક્ષ્મ બોધ નહીં હોવાથી તેઓની સંયમની આચરણા બહુ અજ્ઞાનકષ્ટમાં પડે છે તોપણ શાસ્ત્રવચનાનુસાર જે ક્રિયાઓ કરે છે તેમાં ક્યારેક મોક્ષને અનુકૂળ કોઈક પરિણામને કરે છે. તેથી તેઓની કેટલીક પરિણતિ આગમાનુસારી પણ થાય છે; કેમ કે ભગવાને સર્વ ક્રિયાઓ કરીને તત્ત્વ પ્રત્યેનો રાગ વૃદ્ધિ પામે તે પ્રકારે જ સર્વ ઉચિત ક્રિયા કરવાની કહી છે. તેથી ભદ્રકપ્રકૃતિવાળા એકાકીવિહારી સાધુ પણ જે અંશથી મોક્ષને અનુકૂળ ભાવો કરે છે તે અંશથી દેશારાધક છે.
આ કથનમાં ગ્રંથકારશ્રીએ ઉપદેશપદનો સાક્ષીપાઠ આપ્યો. તેનાથી એ પ્રાપ્ત થાય કે જે દેશારાધક સાધુઓ છે તેઓ સૂત્રના શબ્દાર્થને આશ્રયીને યથાર્થ અર્થ કરે છે અને તે પ્રમાણે સંયમની આચરણા કરે છે. આથી જ વસતિશુદ્ધિ, આહારની શુદ્ધિ, સંયમની બાહ્ય આચરણાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરે છે પરંતુ