________________
૩૨૧
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫ ટીકાર્ચ -
પવરવંતરપિત્તિ રૂત્તિ દ્રવ્યમ્ “પવરવંતરમિત્તિ' પ્રતીક છે. પક્ષાંતરમાં=અન્ય આચાર્યના વ્યાખ્યાનમાં આરાધકવિરાધકચતુર્ભગીની વૃત્તિમાં દેશારાધક વિષયક અન્ય આચાર્યના વ્યાખ્યાનમાં, ગીતાર્થઅનિશ્રિતઅગીતાર્થ તે દેશઆરાધક કહેવાયા છે. જે અનભિનિવિષ્ટ ચિત્તવાળા છે=આત્માનો ઉત્કર્ષ, પરનો દ્રોહ, ગુરુ-ગચ્છાદિનો પ્રઢેષતમૂલક અસદ્ગહથી અકલંકિત ચિત્તવાળા છે, ભીરુ છે કોઈ પણ હેતુથી એકાકીભાવને આશ્રય કરનાર પણ, સ્વેચ્છા અનુસારથી પ્રવર્તમાન પણ સ્વારસિક જિનાજ્ઞાભંગના ભયવાળો છે, એકાંતસૂત્રરુચિવાળો છે=આવ્યાકૃત સૂત્રમાત્રના અનુસારી છે=સૂત્રતા પરમાર્થના ઉચિત સ્થાનનો વિભાગ કર્યા વગર સૂત્રસામાત્યને અનુસારી છે, આ ભાવ છે ગાથામાં કહેલા અર્થનો આ ભાવ છે – એકાકીને એકાકીવિહાર કરનાર સાધુને, પ્રાયઃ ચારિત્રનો અસંભવ જ છે; કેમ કે સ્વયં ગીતાર્થને કે ગીતાર્થનિશ્રિતઅગીતાર્થને ચારિત્રનો સંભવ છે. રિજે કારણથી અને ચારિત્રનો પરિણામ હોતે છતે ગુરુકુલવાસ મોચતાદિ=ગુણસંપન્ન એવા ગુરુની નિશ્રાના ત્યાગાદિ અસમંજસ થાય નહિ. અને પંચાશક-૧૧, ગાથા-૧૫ અને ૧૭માં કહેવાયું છે –
તે કારણથી અહીં=સંયમજીવનમાં, ચરણપરિણામ હોતે છતે આસસિદ્ધિક જીવોને અસમંજસ એવું આ=ગુરફુલવાસના ત્યાગરૂપ કૃત્ય, થાય નહિ. અને તે પ્રમાણે=ચારિત્રના પરિણામવાળા જીવો અસમંજસ કૃત્ય કરે નહિ તે પ્રમાણે, આ આગળની ગાથામાં કહે છે તે કહેવાયું છે.”
“ધન્ય જીવો જ્ઞાનના ભાગી થાય છે. દર્શન અને ચારિત્રમાં સ્થિરતર થાય છે. (તેથી) યાતત્કાળ ગુરુકુલવાસનો ત્યાગ કરતા નથી.”
તેથી-ગુરુકુલવાસના ત્યાગ કરનારને ચારિત્રનો પરિણામ નથી તેથી, કષ્ટવિહારી પણ=સંયમના કષ્ટોને કરીને જીવનારા પણ, એકાકી, ગુરુકુલવાસ અને એકાકીવિહારના ગુણ-દોષના વિપર્યાસને જાણનારા=ગુરુકુલવાસમાં જે ગુણ છે તેને દોષરૂપે જાણનારા અને એકાકીવિહારમાં જે દોષ છે તેને ગુણરૂપે જાણનારા, સ્વાભિનિવેશને કારણે તપમાં રત=ગુણવૃદ્ધિનું કારણ ન બને પરંતુ પોતાની મનસ્વી વૃત્તિ અનુસાર તપ કરનારાનું, અનાગમિકપણું હોવાથી અને એકાકીપણું હોવાથી પ્રવચનની લિંદાને કરનારા, શેષ સાધુઓમાં પૂજાના વિચ્છેદના અભિપ્રાયવાળા હોવાને કારણે પ્રાયઃ બહુ અસમીતિકારીપણું હોવાથી=બહુલતાએ ભગવાનના વચનનિરપેક્ષ સ્વમનસ્વી પ્રવૃત્તિ હોવાથી, અભિન્નગ્રંથિપણું હોવાના કારણે, જૈનશાસનથી બાઘની જેમ અસાધુપણું જ છે. તેએકાકીવિહાર કરનારા મિથ્યાષ્ટિ છે એમ પૂર્વે કહ્યું તે, કહેવાયું છે –
“જેઓ વળી તે પ્રકારના વિપર્યસ્ત છેઃઉત્તમ ગુરુકુલવાસનો ત્યાગ કરીને સ્વમતિ અનુસાર જીવવામાં કલ્યાણ દેખાય છે એ પ્રકારના વિપર્યસ્ત છે, ગુરુ-લાઘવને સમ્યગૂ નહીં જાણનારા છે, સ્વાગ્રહથી ક્રિયામાં રત છે, પ્રવચનની હિલાને કરનારા છે=જિનવચનથી વિપરીત પ્રવૃત્તિ કરીને ભગવાનના શાસનની અવહેલના કરનારા છે, સુદ્ર પ્રકૃતિવાળા છે, પ્રાય: અભિન્નગ્રંથિવાળા છે, અજ્ઞાનને કારણે તે પ્રકારના દુષ્કર તપ કરનારા તે સાધુઓ કાગડાના ઉદાહરણથી અન્યદર્શનવાળા અવિવેકી જીવો જેવા જાણવા.” (પંચાશક-૧૧, ગાથા-૩૭-૩૮)