________________
૩૧૧
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ પણ તેનાથી વિલક્ષણ મિથ્યાષ્ટિમાં દેશારાધકપણું છે એનાથી, મિથ્યાદષ્ટિ જીવોનું સર્વ કૃત્ય નિરર્થક છે.' ઇત્યાદિ વચનો પણ વ્યાખ્યાન કરાયાં; કેમ કે વિશિષ્ટ ફલાભાવની અપેક્ષાથી પણ નિરર્થકપણાના વચનનું દર્શન છે. અને કહેવાય છે –
ચારિત્રહીન જ્ઞાન, દર્શનવિહીન લિગગ્રહણ અને સંયમ વગરનું તપ જે સેવે છે તેનું નિરર્થકપણું છે તેના તે જ્ઞાનાદિ નિરર્થક છે.” (ઉપદેશમાલા ગાથા-૪૨૫)
ઈત્યાદિથી તેવાં અન્ય સાક્ષીવચનો ગ્રહણ કરવાં. ‘ાથ'થી પૂર્વપક્ષી કહે છે – જે પ્રમાણે પોષમાસમાં વટવૃક્ષ અને આમ્રવૃક્ષના સહકારફલ પ્રત્યે અકારણત્વના વચનનું સ્વરૂપ યોગ્યતાના અને સહકારીયોગ્યતાના અભાવથી વિશેષ છે=વટવૃક્ષમાં સ્વરૂપયોગ્યતાના અભાવથી છે અને આમ્રવૃક્ષમાં સહકારીયોગ્યતાના અભાવથી છે, એ પ્રમાણે ભેદ છે, એ પ્રમાણે મિથ્યાષ્ટિના કૃત્ય અને ચારિત્રહીતના જ્ઞાનાદિ નિરર્થકતાના વચનનો પણ સ્પષ્ટ જ ભેદ છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો આ બીજો પણ વિશેષ પરિભાવિત કરો ભવાભિનંદી મિથ્યાદષ્ટિ અને મંદ મિથ્યાદષ્ટિ એ બેના કૃત્યના નિરર્થકતાના વચનમાં સ્પષ્ટ ભેદ છે એ પ્રકારનો બીજો પણ ભેદ પરિભાવન કરો.
અને તે બીજા ભેદનું પરિભાવને જ સ્પષ્ટ કરવા કહે છે – સહકારફલસ્થાનીય મોક્ષ પ્રત્યે ભવાભિનંદી મિથ્યાષ્ટિનું કૃત્ય વટવૃક્ષની જેમ અયોગ્ય છે. વળી, અપુનબંધકાદિનું કૃત્ય સહકારના અંકુરની જેમ પરંપરાથી યોગ્ય છે, એ પ્રમાણે આ સર્વ=મિથ્યાદષ્ટિના મોક્ષને અનુકૂલનૃત્ય અને અનુકૂલકૃત્યોને, નિપુણ રીતે વિચારવું જોઈએ. ૨૪ ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ભગવાન ભેદભેદવાદી છે. તેથી અન્યદર્શનમાં રહેલ ઉદિત-અનુદિત અકરણનિયમને કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારીને કહેલ છે. તેથી જે અપુનબંધક જીવો અન્યદર્શનના અકરણનિયમો સેવે છે, તેઓના અકરણનિયમમાં સામાન્ય અકરણનિયમને ગ્રહણ કરીને ભગવાનના અકરણનિયમ સાથે ભગવાને અભેદ બતાવ્યો છે. અને મુનિઓના વિશેષ અકરણનિયમની અપેક્ષાએ અન્યદર્શનના અકરણનિયમમાં ભેદ બતાવ્યો છે. અને એના સમર્થન માટે જ વૃત્તિકારે સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે, તેને બતાવવા અર્થે “ઉઘવવ' ઇત્યાદિ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાની ગાથા સંમતિરૂપે બતાવી છે.
આ પ્રકારના ગ્રંથકારશ્રીના કથનમાં પૂર્વપક્ષી કહે છે –
સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે. તેના સમર્થન માટે ઉદધિમાં સર્વસિન્ધઓ ઇત્યાદિરૂપ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનું વચન ટીકાકારે સંમતિરૂપે ઉભાવન કર્યું છે તે યથાર્થ રીતે વિચાર કરવામાં આવે તો અસંગત જણાય છે.