________________
૩૧૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ અભિપ્રાય છે, અને જો આ પ્રમાણે નથી=અનંતાનુબંધીની મંદતાવાળા જીવો સખ્યત્વને અભિમુખ હોવાથી સમ્યગ્દષ્ટિ જેવા છે એ પ્રમાણે પૂર્વપક્ષીને અભિમત નથી, તો સર્વ પણ આદિધાર્મિકવિધિ ઉચ્છેદ પામે. એથી સર્વથા અભિતિવિષ્ટ ચિત્તવાળા મિથ્યાષ્ટિઓના દયાદિક દુષ્ટ છે. વળી, અનભિનિવિષ્ટ ચિત્તવાળા મિથ્યાષ્ટિઓના દયાદિક માર્ગાનુસારિતાનું નિમિત્ત છે એ પ્રમાણે જાણવું કેમ કે સામાન્ય ધર્મનું પણ સદ્ધર્મબીજના પ્રરોહપણાથી ઉક્તપણું છે. તે=પૂર્વમાં કહ્યું કે સામાન્ય ધર્મનું પણ સદ્ધર્મબીજના પ્રરોહપણાથી ઉક્તપણું છે તે, ધર્મબિંદુમાં કહેવાયું છે –
“આવા પ્રકારના ગૃહસ્થમાં ધર્મબિંદુમાં પ્રસ્તુત શ્લોકથી પૂર્વના શ્લોકોમાં વર્ણન કરાયેલા ઉચિત આચાર કરનાર ગૃહસ્થોમાં, વિધિપૂર્વક વપન કરાયેલાં સદ્ધર્મબીજો પ્રરોહ પામે છે. જે પ્રમાણે સુંદર ભૂમિમાં વપન કરાયેલાં બીજો પ્રરોહ પામે છે.”
આના દ્વારા=અભિતિવિષ્ટ એવા મિથ્યાદષ્ટિ જીવોનું દયાદિક કૃત્ય માર્ગાતુસારિતાનું નિમિત્ત છે. એમ પૂર્વમાં કહ્યું એના દ્વારા, પૂર્વપક્ષીનું વક્ષ્યમાણ કથન અપાસ્ત છે. એમ અવય છે. હવે પૂર્વપક્ષીનું તે કથન બતાવે છે – “જે અબોધવાળા, મહાભાગ=લોકપૂજ્ય, વીર તપ-ત્યાગાદિ કૃત્યોમાં પરાક્રમવાળા, અસમ્યક્તને જોનારા=વિપર્યાસવાળા છે. તેઓનું પરાક્રમ=ઉદ્યમ, અશુદ્ધ સફલ=કર્મના બંધવાળું સર્વથી થાય છે.” એ પ્રમાણે સૂત્રકૃતાંગના આઠમા અધ્યાયની ગાથામાં –“અને તેઓનો બાલ એવા તેઓનો, જે કંઈ પણ તપ, દાન, અધ્યયન, યમ, નિયમાદિમાં પરાક્રમ કરાયું ઉદ્યમ કરાયો, તે અશુદ્ધ છે-અવિશદ્ધકારી છે=જીવની અશુદ્ધિને કરનારું છે. ઊલટું કર્મબંધ માટે છે; કેમ કે ભાવથી ઉપહાપણું છે=વિપર્યાસરૂપ મલિન ભાવથી તે અનુષ્ઠાનનું ઉપહતપણું છે, અથવા સનિદાનપણું છે તે અનુષ્ઠાનમાં આલોકાદિની આશંકારૂપ નિદાનપણું છે, એથી કુવૈઘની ચિકિત્સાની જેમ વિપરીત અનુબંધી છે=વિપરીત ફલવાળું છે, અને તે તેઓનું પરાક્રમ ફલની સાથે કર્મરૂપ ફલની સાથે. વર્તે છે. તેથી સફલ છે. સર્વશ:=સર્વ પણ, તેની ક્રિયા, તપ, અનુષ્ઠાનાદિ કર્મબંધ માટે જ છે.” એ પ્રકારે ઉત્તરાર્ધતું વ્યાખ્યાન હોવાથી=સૂત્રકૃતાંગના ઉદ્ધરણના ઉત્તરાર્ધતું વ્યાખ્યાન હોવાથી, પંડિતો પણ ત્યાગાદિ દ્વારા લોકપૂજ્યો પણ, સુભટભાવને વહન કરનારાઓ પણ, એવા સમ્યફ તત્વના પરિજ્ઞાનથી વિકલ જીવોની સર્વ ક્રિયાનું વિફલપણું હોવાથી કોઈ પણ ક્રિયાવાળા પણ મિથ્યાદૃષ્ટિનું લેશથી પણ આરાધકપણું નથી. એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અપાસ્ત છે=આના દ્વારા અપાત છે, એમ અત્રય છે. કેમ પૂર્વના કથન દ્વારા અપાત છે ? તેમાં હેતુ કહે છે –
આતા દ્વારા પૂર્વપક્ષીએ જે સૂત્રકૃતાંગના વચનની સાક્ષી આપી એના દ્વારા, ભવાભિનંદી મિથ્યાદષ્ટિ જીવોની સર્વક્રિયાના વૈફલ્યની સિદ્ધિ હોવા છતાં પણ તેનાથી વિલક્ષણ=ભવાભિનંદીથી વિલક્ષણ, એવા યોગમાર્ગને સન્મુખ થયેલા મિથ્યાદષ્ટિ જીવોના ભાવનું અનુપહતપણું હોવાથી યોગમાર્ગને અનુકૂળ એવા ભાવનું અનુપહતપણું હોવાથી, દેશારાધકત્વનો અપ્રતિઘાત છે=તેવા જીવોમાં દેશારાધકપણું વિદ્યમાન છે. આનાથી=પૂર્વમાં કહ્યું કે ભવાભિનંદી મિથ્યાષ્ટિ જીવોની સર્વક્રિયા વિફલ હોવા છતાં