________________
ધર્મપરીક્ષા ભાગ-૧
ગાથા-૨૪
પક્ષમાં, અધર્મનું જ અત્યંતપણું હોવાથી અધર્મપક્ષ જ આ જાણવો. આ=આગળમાં કહેવાય છે એ, કહેવાયેલું=સૂત્રકૃતાંગના વચનથી કહેવાયેલું, થાય છે. જોકે મિથ્યાદ્દષ્ટિઓ કોઈક તે પ્રકારની પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ કરે છે. તોપણ આશયનું અશુદ્ધપણું હોવાથી=મિથ્યાસૃષ્ટિ જીવોના આશયનું મિથ્યાત્વને કારણે મલિનપણું હોવાથી, અભિનવ એવા પિત્તનો ઉદય થયે છતે શર્કરામિશ્ર ક્ષીર પાનની જેમ, ઊષર પ્રદેશમાં=ઊખર ભૂમિમાં, વરસાદની જેમ વિવક્ષિત અર્થનું અસાધકપણું હોવાથી=પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ દ્વારા મોક્ષને અનુકૂલ ભાવની નિષ્પત્તિરૂપ વિવક્ષિત અર્થનું અસાધકપણું હોવાથી, નિરર્થકતાને પામે છે=પ્રાણાતિપાતની નિવૃત્તિ નિષ્ફળ બને છે. તેથી મિથ્યાત્વના અનુભાવને કારણે મિશ્ર પક્ષમાં અધર્મ પક્ષ જ જાણવો.”
૩૦૯
‘કૃતિ’ શબ્દ સૂત્રકૃતાંગની વૃત્તિની સમાપ્તિ માટે છે.
એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે
તારી વાત સાચી છે=સૂત્રકૃતાંગમાં મિથ્યાદૅષ્ટિનો મિશ્રપક્ષ અધર્મ પક્ષમાં કહ્યો છે, તે વચન તારું સાચું છે, અમે પણ સન્માર્ગગર્ભ્રાદિ હેતુ પ્રબલમિથ્યાત્વથી વિશિષ્ટ પ્રાણાતિપાતાદિ વિનિવૃત્તિ ક્રિયાથી દેશારાધકપણું કહેતા જ નથી. પરંતુ રાગ-દ્વેષ-અસગ્રહાદિના મંદપણાથી માર્ગાનુસારી એવી જ પ્રાણાતિપાતાદિવિનિવૃત્તિક્રિયાથી દેશારાધકપણું કહીએ છીએ. અને તે=પ્રાણાતિપાતાદિ વિનિવૃત્તિની ક્રિયા, સામાન્ય ધર્મમાં પર્યવસન હોવા છતાં પણ ધર્મપક્ષમાં અવતાર પામતી નથી; કેમ કે ત્યાં=સૂત્રકૃતાંગમાં સ્વીકારાયેલા ધર્મપક્ષમાં, ભાવથી વિરતિધર્મનું જ પરિગણન છે=વિરતિ આપાદક ગુણસ્થાનક સ્પર્શી એવી વિરતિનું જ પરિગણત છે, તેના અભાવમાં=ભાવથી વિરતિના અભાવમાં, બાલપણું છે. તે=ભાવથી વિરતિના અભાવમાં બાલપણું છે તે, કહેવાયું છે “અવિરતિને આશ્રયીને બાલ થાય છે.”
1
આની વૃત્તિ=સૂત્રકૃતાંગના સાક્ષીપાઠની વૃત્તિ, ‘યથા'થી બતાવે છે “જે આ અસંયમરૂપ અવિરતિ સમ્યક્ત્વના અભાવને કારણે મિથ્યાદ્દષ્ટિની દ્રવ્યથી વિરતિ પણ અવિરતિ છે. તેને આશ્રયીને બાલની જેમ બાલ છે=અશ છે; કેમ કે સદ્ અસદ્ વિવેક વિકલપણું છે. એ પ્રમાણે આધાન કરાય છે. અથવા વ્યવસ્થાપન કરાય છે."
‘કૃતિ’ શબ્દ સૂત્રકૃતાંગની વૃત્તિની સમાપ્તિ માટે છે.
અને દ્રવ્યથી વિરતિ મિથ્યાત્વના પ્રાબાલ્યમાં અપ્રધાનપણાથી સંભવે છે અને તેના મંદપણામાં= મિથ્યાત્વના મંદપણામાં, માર્ગાનુસારીપણારૂપ દ્રવ્યવિરતિ પ્રધાનપણાથી પણ સંભવે છે, એ રીતે વિષયવિભાગની પર્યાલોચનામાં=સૂત્રકૃતાંગતા કથનના વિષયમાં વિષયવિભાગથી પર્યાલોચન કરાયે છતે, કોઈ પણ દોષ નથી=અન્યદર્શનવાળા મિથ્યાદૅષ્ટિ જીવોને દેશારાધક સ્વીકારવામાં કોઈ પણ દોષ નથી. અને આ=અન્યદર્શનમાં રહેલા મિથ્યાદૃષ્ટિ જીવોને દેશારાધક સ્વીકાર્યા એ, અવશ્ય સ્વીકારવું જોઈએ. અન્યથા પર એવા માર્ગાનુસારી મિથ્યાદૅષ્ટિના વિલોપની આપત્તિ આવે; કેમ કે મિથ્યાત્વ સહિત અનુકંપાદિ ક્રિયાનું પણ અકિંચિત્કરપણું છે.
જેઓના અનંતાનુબંધી કષાયનું જીર્ણપણું હોવાને કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધકપણું નથી તેઓનું માર્ગાનુસારીપણું છે. અને તેઓ સમ્યક્ત્વને અભિમુખ હોવાથી સમ્યગ્દષ્ટિની જેવા જાણવા. એ પ્રમાણે વળી આપણા બેનું સમાન જ છે=પૂર્વપક્ષીનો અને ગ્રંથકારશ્રીનો સમાન જ