________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૩૦૭
સ્તુતિમાં કહેલા પાઠના, ક્લિષ્ટત્વની આપત્તિ છે અર્થાત્ સ્તુતિકારે ’િ એ પ્રકારે પ્રયોગ કર્યો છે. તે અર્થ ઉપસ્થિતિ કરવામાં ક્લિષ્ટ બને છે. તેથી પૂર્વપક્ષીના અભિપ્રાય અનુસાર સ્તવતકારને સ્તુતિ ઈષ્ટ હોત તો ત્વત્તિ'ના સ્થાને “વત્ત:'તો પ્રયોગ કરત.
વળી, “આ રીતે=પૂર્વપક્ષીએ કહ્યું એ રીતે, પરને ભગવદ્ અભિહિત અર્થનું શ્રદ્ધા છે અને ભગવાનને તેના લેશનું પણ અશ્રદ્ધાન છે.' આટલા કથનથી ભગવાનમાં અતિશયનો અલાભ છે–પરે કહેલું કે ભગવાનના ઉપવાસને અત્યદર્શનવાળા ઉપવાસરૂપે સ્વીકારે છે એ રીતે પરતે ભગવાને કહેલા અર્થમાં શ્રદ્ધા છે. વળી પૂર્વપક્ષીએ કહેલ કે જેનો અત્યદર્શનના ઉપવાસને લેશ પણ ઉપવાસરૂપે સ્વીકારતા નથી એ રીતે ભગવાનનું અચદર્શનના આચારમાં લેશથી પણ અશ્રદ્ધાન છે. આ પ્રકારના કથનથી ભગવાનની દ્વાદશાંગી અતિશયવાળી છે તેવો લાભ થતો નથી.
વળી, સાંપ્રદાયિક અર્થ કરાયે છd=પૂર્વપક્ષીએ કર્યો તેના કરતાં વિપરીત સંપ્રદાયમાં પ્રસિદ્ધ એવા સ્તુતિકારનો અર્થ કરાયે છતે, ભગવાનમાં અચદષ્ટિઓ સમવતાર પામે છે અને ભગવાન તેઓમાં સમવતાર પામતા નથી. એ રીતે સ્વ-ઈતર સકલ દર્શનના અર્થમાં વ્યાપ્ય એવા અર્થને કહેનાર પ્રવચનના વક્નત્વરૂપ અતિશયતો લાભ છે. એથી ઉપમા વડે વ્યતિરેક અલંકારનો આક્ષેપ થવાથી કાવ્યનું પુષ્ટાર્થકપણું થશે કાવ્યના પૂર્વાર્ધમાં કહેવાયેલા અર્થનું કાવ્યના ઉત્તરાર્ધથી પુષ્ટાર્થકપણું થશે.
વળી, આ રીતે પણ=પૂર્વપક્ષીએ કહેલ કે અત્યદર્શનવાળા ભગવાને કહેલ ઉપવાસને સમ્યફપણા વડે માને છે એ રીતે પણ, પરતે અત્યદર્શનવાળાને, જિલાભિહિત અર્થનું શ્રદ્ધાન કરાવે છતે સપ્રશંસારૂપ બીજલાભના અભ્યપગમતો પ્રસંગ છે ભગવાને કહેલ સુંદર તપાદિ ક્રિયાઓની પ્રશંસારૂપ યોગબીજનો પરને લાભ થાય છે એ પ્રકારના સ્વીકારનો પ્રસંગ છે. (તેથી પૂર્વપક્ષી અભ્યદર્શનવાળાને દેશારાધક સ્વીકારતો નથી, પરંતુ તેના જ વચનથી અન્ય જીવોને યોગબીજનો લાભ થતો હોવાથી દેશારાધક સ્વીકારવાનો પ્રસંગ છે.) અને તેઓને-અચદર્શવવાળાઓને, ક્વચિત્ યથાર્થ જિયોક્તશ્રદ્ધાનમાં પણ=કોઈક સ્થળમાં ભગવાને કહેલા ઉપવાસાદિ સુંદર છે ઈત્યાદિ રૂપ સર્વજ્ઞના વચનના શ્રદ્ધાનમાં પણ, તેના કહેનારા અરિહંતમાં દેવપણાથી ભાવનો અભાવ હોવાથી=બહુમાનનો અભાવ હોવાથી, ‘દેવ રાગ-દ્વેષ રહિત સર્વજ્ઞ જ છે, અન્ય નહિ અને તે અન્ય અભિમત સુગાદિ જ છે.' એ પ્રકારે શાક્યાદિ દર્શનવાળાઓનું મિથ્યાત્વનું બીજ અને દેવ અરિહંત જ છે, પરંતુ અમારા માર્ગના પ્રણેતા જ છે.' ઇત્યાદિરૂ૫ દિગંબરોનું મિથ્યાત્વનું બીજ છે જ. એથી તેઓમાં ધર્મબીજનો સંભવ નથી, એ પ્રમાણે તે કહેવું; કેમ કે તોપણ=પૂર્વપક્ષીએ કહ્યું તેવા અસગ્રહથી દૂષિત શાક્યાદિને કે દિગંબર દિને ધર્મબીજનો સંભવ નથી તોપણ, તેવા પક્ષપાતથી રહિત “જે કોઈ રાગાદિ રહિત વિશિષ્ટ પુરુષ છે તે દેવ છે.” ઈત્યાદિ સંમુગ્ધ શ્રદ્ધાવાળા, અને ભગવાનથી કહેવાયેલ કેટલાક સુંદર અર્થને ગ્રહણ કરનારા જીવોના ધર્મબીજના સદ્ભાવનું પ્રતિહનન કરવા માટે અશક્યપણું છે.