________________
૩૦૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ તથી; કેમ કે લોકનીતિથી પણ તેની અનુપપત્તિ છે સમુદ્રના તદીપિતૃત્વની અનુપપતિ છે, અને જો ઉપમાનના બલથી લભ્ય ધર્મથી દ્વાદશાંગને રત્નાકર તુલ્ય અને અત્યદર્શનોને નદી તુલ્ય કહેવારૂપ ઉપમાનના બળથી સમુદ્રની વિશાળતાની જેમ ભગવાનના શાસનની વિશાળતા અને નદીની જેમ અન્યદર્શનની અલ્પતારૂપ લભ્ય એવા ધર્મથી, તત્સહચરિત અભિમત ધર્મની આપત્તિ થાય=સમુદ્ર અને નદીની ઉપમા સાથે સહચરિત એવા ગાંભીર્યહાનિરૂપ અભિમત ધર્મતી આપત્તિ થાય, તો ચંદ્રની ઉપમાથી મુખાદિમાં કલંકિતત્વની આપત્તિ પણ થાય.
અને આ રીતે સર્વ પ્રવાદોનું મૂલ દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે એ પ્રમાણે ઉપમા આપી એ રીતે, મેઘથી પૂર્વે નદીઓની જેમ જેતાગમાનુસારી ક્ષયોપશમથી પૂર્વે પરપ્રવાદોનો અનુપચિત અવસ્થાપણાનો પ્રસંગ છે એમ ન કહેવું; કેમ કે ઈષ્ટપણું છે=જેતાગમાનુસારી ક્ષયોપશમ પૂર્વે પરપ્રવાદો તે તે યદષ્ટિથી અનુપચિત અવસ્થાવાળા છે એ ઈષ્ટ છે.
અહીં પ્રશ્ન થાય કે જેનાગમાનુસારી ક્ષયોપશમથી પૂર્વે પરખવાદો અનુપચિત અવસ્થાવાળા કેમ છે ? તેમાં હેતુ કહે છે –
જેતાગમાનુસારી વય પરિજ્ઞાન વગર અનુપનિબદ્ધ મિથ્યાત્વરૂપપણાથી જ=પોતાના તે તે નયની દૃષ્ટિના વિષયમાં પણ સૂક્ષ્મ બોધથી અનુપનિબદ્ધ એવા મિથ્યાત્વરૂપપણાથી જ, તેઓનું પરપ્રવાદીઓનું, સ્થિતપણું છે. અને આ રીતે પૂર્વમાં કહ્યું કે જૈતાગમાનુસારી ક્ષયોપશમ પૂર્વે પરપ્રવાદો અનુપચિત મિથ્યાત્વવાળા હોય છે એ રીતે, જિનદેશવાનું ઉપચિત મિથ્યાત્વનું મૂલપણું હોવાને કારણે અનર્થમૂલત્વની આપત્તિ છે જિનદર્શનને અનર્થમૂલ સ્વીકારવાની આપત્તિ છે, એમ ન કહેવું કેમકે વિશ્વની હિતાર્થી પ્રવૃત્તિમાં અનુષંગથી તેની ઉપસ્થિતિ હોવા છતાં પણ ઉપચિત મિથ્યાત્વની ઉપસ્થિતિ હોવા છતાં પણ, દોષનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનની દેશનાથી કોઈનું મિથ્યાત્વ ઉપસ્થિત થતું હોય અને તેનાથી તેનું અહિત થતું હોય તો દોષનો અભાવ છે, એમ કેમ કહ્યું ? તેથી જ કહે છે –
ભાવનું જ પ્રધાનપણું છે=જગતના જીવોનું હિત કરવાના શુભ ભાવથી પ્રવર્તેલી ભગવાનની દેશનાથી યોગ્ય જીવોમાં થતા મોક્ષને અનુકૂલ ભાવોનું જ પ્રધાનપણું છે. તે ભગવાનની દેશનાથી યોગ્ય જીવોને થતા ભાવનું જ પ્રધાનપણું છે તે, અષ્ટકપ્રકરણમાં કહેવાયું છે –
“અને આ રીતે ગુરુતર અનર્થ નિવારકત્વરૂપ ભગવાનના રાજ્યપ્રદાન આદિ છે એમ અષ્ટકની પૂર્વગાથામાં કહ્યું એ રીતે, આ=ભગવાને રાજ્ય પ્રદાનાદિ કર્યું છે, અહીં=પ્રક્રમમાં, સ્વીકારવું જોઈએ. અન્યથા=અધિક અનર્થનિવારણ માટે ભગવાને રાજ્ય આપ્યું એ ઉચિત છે એમ સ્વીકારવામાં ન આવે તો, દેશના પણ અત્યંત દોષ માટે જ પ્રાપ્ત થાય; કેમ કે કુધર્માદિનું નિમિત્તપણું છે.”
અને પરના અભિપ્રાયથી પ્રકૃતિ સ્તુતિના વૃત્તના=તાત્પર્યતા, વ્યાખ્યાનમાં ‘વત્ત: સમુદ્રી એ પ્રમાણે વાચ્ય હોતે છતે સ્તુતિના શ્લોકમાં વાચ્ય હોતે છતે, ‘ત્વ સમુદી' એ પ્રકારના પાઠના=સ્તુતિકારે