________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૩૦૫
નથી=ધાર્મિક અનુષ્ઠાનરૂપે માનતા નથી, એ પ્રકારનો અર્થ છે=“તેઓમાં તમે દેખાતા નથી” એ સ્તુતિવચનનો અર્થ છે.
અન્યતીર્થિકોની દૃષ્ટિઓ ભગવાનમાં વર્તે છે. તેમાં દૃષ્ટાંતને કહે છે
-
જે પ્રમાણે સમુદ્રમાં સર્વ નદીઓ સમુદીર્ણ થાય છે=સમ્યગ્ ઉદયને પ્રાપ્ત થાય છે=આ સમુદ્રમાં આ બધી નદીઓ પ્રવેશ પામે છે, એ પ્રકારની ખ્યાતિને પ્રાપ્ત થાય છે; કેમ કે લોકમાં પણ ભર્તૃ સંબંધથી સ્ત્રીઓ ઉદિત થાય છે=ખ્યાતિને પ્રાપ્ત કરે છે, એ પ્રકારની પ્રસિદ્ધિ છે. અને તેઓમાં=અન્ય દૃષ્ટિઓમાં, તમે નથી, એ પ્રકારના કથનમાં દૃષ્ટાંતને કહે છે – જે પ્રમાણે પ્રવિભક્ત એવી નદીઓમાં સમુદ્ર નથી અને તેઓમાં=નદીઓમાં, સમુદ્ર અવતાર પામતો નથી, એ પ્રકારનો અર્થ છે. આ અભિપ્રાયથી સ્તુતિ છે=સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાએ કરેલી ભગવાનની સ્તુતિ છે, પરંતુ અરિહંતથી ઉપદિષ્ટ પ્રવચન દ્વારા અરિહંતમાંથી અન્યતીર્થિકની દૃષ્ટિઓ ઉત્પન્ન થઈ છે એ અભિપ્રાયથી નથી તે અસત્ છે=સ્તુતિકર્તાનો આ અભિપ્રાય છે ત્યારથી માંડીને અત્યાર સુધી કહ્યું તે અસત્ છે; કેમ કે પ્રાચીનાચાર્યના વ્યાખ્યાનનું ઉલ્લંઘન કરીને વિપરીત વ્યાખ્યાનનું અપસિદ્ધાન્તપણું છે. તેને=પ્રાચીનાચાર્યના વ્યાખ્યાનનું ઉલ્લંઘન કરીને વિપરીત વ્યાખ્યાનનું અપસિદ્ધાન્તપણું છે તેને, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકામાં કહે છે –
“જે આર્જવથી અન્યો વડે અયુક્ત કહેવાયું, તે શિષ્યો વડે અન્યથા કરાયું, આ વિપ્લવ તમારા શાસનમાં થયો નથી. આશ્ચર્ય છે કે તમારા શાસનની શ્રી અદૃષ્યા છે=પરાભવ પામે તેવી નથી.”
અને આ=પૂર્વપક્ષીએ જે સ્તુતિકારનો અભિપ્રાય અન્યથા કર્યો એ, ઉપદેશપદની વૃત્તિકારને જ દૂષણદાન નથી પરંતુ “તેઓનો શમપરાયણ માર્ગ પણ એક જ છે.” ઇત્યાદિને કહેતાં હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને દૂષણદાન છે. અને ‘સમાવ્યાત' એ પદથી=‘સવ્વપ્પવાય મૂલં' એ ગાથામાં રહેલ ‘સમન્ઘાય’ એ પદથી સૂચિત ગ્રંથકારશ્રીની સાથે એકવાક્યતાશાલિ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાને દૂષણદાન છે. અને તેને અનુસરનારા અન્યોને=સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાના વચનને અનુસરનારા અન્યોને, આ દૂષણદાન છે, એમ સર્વત્ર અન્વય છે. એથી અતિદુરન્ત એવો આ=પૂર્વપક્ષીએ જે દૂષણદાન આપ્યું એ, કોઈ પણ મોહનો મહિમા છે. અને “જો દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે.” ઇત્યાદિ દ્વારા જે અનુપપત્તિ ઉદ્ભાવન કરાઈ=પૂર્વપક્ષી દ્વારા ઉદ્ભાવન કરાઈ. તે અનુપપન્ન છે; કેમ કે સમુદ્રમાંથી જલને ગ્રહણ કરીને મેઘ વર્ષે છે. અને તેનાથી=મેઘના વરસવાથી, નદીઓ પ્રવૃદ્ધ થાય છે, એ પ્રકારની પ્રસિદ્ધિ હોવાથી જૈનાગમરૂપી સમુદ્રથી ગૃહીત અર્થરૂપ જલ, જલસ્વરૂપ આંશિક ક્ષયોપશમરૂપ મેઘ, તેનાથી નદીતુલ્ય એવા પરપ્રવાદોની પણ પ્રવૃદ્ધિનો સંભવ છે. આ રીતે=પૂર્વમાં કહ્યું કે નદી તુલ્ય પરપ્રવાદોની આંશિક ક્ષયોપશમરૂપ મેઘથી પ્રવૃદ્ધિનો સંભવ છે એ રીતે, નદી તુલ્ય એવા પરપ્રવાદોના જૈનાગમરૂપી સમુદ્રના મૂલપણામાં લોકનીતિથી પણ બાધકનો અભાવ છે. આથી જ=પરપ્રવાદોનું જૈનાગમ-સમુદ્રના મૂલ છે આથી જ, સમુદ્રને નદીપિતૃત્વની આપત્તિરૂપ દોષ પણ