________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
मिथ्यादृक्कृत्यं वटवृक्षवदयोग्यं अपुनर्बधकादिकृत्यं तु सहकाराङ्कुरवत्पारंपर्येण योग्यमिति सर्वमिदं निपुणं निभालनीयम् ।।२४।।
ટીકાર્ય :
૩૦૪
अत्र परः प्राह નિપુળ નિમાનનીયમ્ ।। અહીં=‘સર્વપ્રવાદમૂલ’ ઇત્યાદિ ગાથાના વૃત્તિકારના વચનમાં, પર=પૂર્વપક્ષી, કહે છે “વળી, સર્વપ્રવાદોનું મૂલ દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે.” એ પ્રકારના સમર્થન માટે ટીકાકાર વડે “ધાવિવ સર્વસિન્થવઃ” ઇત્યાદિરૂપ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનું વચન જે સંમતિપણાથી ઉદ્ભાવન કરાયું તે વિચારાતું અસંગત જેવું જણાય છે. તે આ પ્રમાણે - જો દ્વાદશાંગ રત્નાકર તુલ્ય હોય તો નદી તુલ્ય પ્રવાદો થાય નહીં; કેમ કે સમુદ્રથી નદીઓની ઉત્પત્તિનો અભાવ છે. સમુદ્રના નદીપિતૃત્વની પ્રાપ્તિ હોવાથી=સમુદ્રમાંથી નદીઓ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારીએ તો સમુદ્રના નદીપિતૃત્વની પ્રાપ્તિ હોવાથી, નદીપતિ સમુદ્ર છે=સર્વ નદીઓ સમુદ્રમાં જાય છે, માટે નદીપતિ સમુદ્ર છે, એ પ્રકારના કવિના કથનની વ્યાહતિની પ્રસક્તિ છે=કવિનું કથન અસંગત થાય અને સમુદ્રના ગાંભીર્યની હાનિની પ્રસક્તિ છે=સમુદ્રમાંથી નદીઓ નીકળે છે તેમ સ્વીકારીએ તો સમુદ્રમાં પાણીની અલ્પતા થવાને કારણે સમુદ્રના પાણીના ઊંડાણની હાનિની પ્રાપ્તિ થાય. તે કારણથી=પૂર્વમાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે ટીકાકારે ‘ધાવિવ સર્વસિન્થવ:' ઇત્યાદિરૂપ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનું વચન સંમતિપણાથી ઉદ્ભાવન કર્યું તે અસંગત જેવું ભાસે છે. અને તે કઈ રીતે અસંગત છે ? તે ‘તથાર્દિ’થી સ્પષ્ટ કર્યું. તે કારણથી, સ્તુતિકારનો=સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનો, આ અભિપ્રાય છે – હે નાથ ! અન્યતીર્થિકોની પોતપોતાના માર્ગમાં શ્રદ્ધાનરૂપ દૃષ્ટિઓ સર્વજ્ઞ એવા તમારામાં સમુદીર્ણ છે=સમ્યગ્ ઉદયને પામેલી છે. તે વિષયવાળા ભગવાન થયા=અન્યદર્શનની જે દૃષ્ટિઓ હતી તે સમ્યગ્ રીતે ભગવાનમાં પ્રાપ્ત થવાથી તે દૃષ્ટિના વિષયવાળા ભગવાન થયા. આ ભાવ છે=પૂર્વપક્ષીએ જે અર્થ કર્યો તેનો આ ભાવ છે જે કંઈ અકરણનિયમાદિ જિન વડે જે સુંદરપણારૂપે કહેવાયું છે તે અન્યતીર્થિક વડે પણ તે પ્રમાણે જ=સુંદરપણારૂપે જ, સ્વીકારાયું છે. અને આ=ભગવાન વડે જે સુંદર૫ણારૂપે કહેવાયું છે તે અન્ય વડે પણ સુંદરપણારૂપે જ, સ્વીકારાયું છે એ, હમણાં પણ છે તાલિકેરાદિ ફલાહાર દ્વારા એકાદશી પર્વના ઉપવાસને કરતા એવા અન્યદર્શનીઓ જૈન અભિમત ઉપવાસને સમ્યપણારૂપે માને છે અને જૈનો તેના ઉપવાસને લેશથી પણ માનતા નથી. અને આથી જ=જૈનો અન્યદર્શનના ઉપવાસને લેશથી પણ ઉપવાસ માનતા નથી આથી જ, તેઓમાં તમે દેખાતા નથી=અન્યતીર્થિક દૃષ્ટિવાળા એવા તેઓમાં ભગવાન દેખાતા નથી.
.....
-
તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે
અન્યતીર્થિકના શ્રદ્ધાના વિષયીભૂત ગંગાસ્નાનાદિક ધાર્મિક અનુષ્ઠાનને તમે લેશથી પણ માનતા