________________
૩૦૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનવાળા શાક્યાદિ કે દિગંબરાદિ કદાગ્રહ વગરના હોય તોપણ પોતપોતાના ઇષ્ટ દેવને દેવ તરીકે સ્વીકારી પોતપોતાની માન્યતા અનુસાર ભગવાનની માન્યતાથી વિપરીત માન્યતામાં પણ ધર્મબુદ્ધિ ધરાવે છે. તેથી તેઓમાં ધર્મબીજની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તેથી અન્ય હેતુ કહે છે –
ઔધિક એવી યોગદષ્ટિથી=ઓઘદૃષ્ટિથી યુક્ત એવી યોગદૃષ્ટિથી, તત્પણીત વાક્યોમાં સુગાદિથી પ્રણીત એવાં વાક્યોમાં, સુંદરાર્થને પ્રાપ્ત કરીને સર્વજ્ઞ વચનાનુસાર એવા સુંદર અર્થોને પ્રાપ્ત કરીને, અવ્યને પણ અચદર્શનવાળાઓને પણ, આદિધાર્મિકપણાની ઉપપત્તિ છે. “તિ =એ પ્રકારે== રથી વાટ્યમ્' સુધીમાં જે પૂર્વપક્ષીનું કથન હતું તેમાં તથાપિ'થી ગ્રંથકારશ્રીએ બે હેતુ બતાવ્યા એ પ્રકારે, અધ્યાત્મદષ્ટિથી વિચારવું જોઈએ; કેમ કે તેના વગર અધ્યાત્મદષ્ટિ વગર, વાદ-પ્રતિવાદ આદિના વ્યાપારથી તત્ત્વની અપ્રતિપત્તિ છે. તે અધ્યાત્મ વગર વાદ-પ્રતિવાદ આદિથી તત્ત્વની અપ્રાપ્તિ છે તે, યોગબિંદુમાં કહેવાયું છે –
“નિશ્ચિત એવા વાદ અને પ્રતિવાદને કહેતા તે તે દર્શનકારો ગતિ હોતે છતે તલ પીલનાર બળદની જેમ તે પ્રકારે તત્ત્વના અંતને પ્રાપ્ત કરતા નથી જ. અહીં તત્ત્વ પ્રતિપત્તિમાં અધ્યાત્મ પરમ ઉપાય કહેવાયો છે. જે પ્રમાણે જ ગતિમાં વિશિષ્ટ એવા નગરની પ્રાપ્તિમાં, અપ્રમાદિનું સન્માર્ગગમન ઉપાય કહેવાયો છે.” ‘રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
ગાથાના પૂર્વાર્ધનું કથન અનેક યુક્તિઓ દ્વારા ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું. તેનાથી એ ફલિત થયું કે અન્યદર્શનમાં પણ જે અભિન્ન એવાં અર્થપદો છે તે જિનેન્દ્રશ્રુતમૂલ છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરે છે –
તે કારણથી અન્યત્ર પણ ભગવાનના વચનથી અભિન્ન અર્થપદો જિનેન્દ્રકૃતમૂલ છે તે કારણથી, અન્ય પણ વ્યવહારનયથી અન્ય માર્ગમાં રહેલો પણ, તેને અનુસરનાર=જિતેન્દ્રકૃતમૂલ એવા અર્થપદને અનુસરનાર, દેશારાધક યુક્ત છે. ‘તિ' શબ્દ મૂળ ગાથાના કથનની સમાપ્તિ માટે છે.
“નતુથી પૂર્વપક્ષી કહે છે કે આ અત્યદર્શનમાં રહેલ દેશારાધક છે એમ પૂર્વમાં કહ્યું એ, અયુક્ત છે; કેમ કે મિથ્યાદષ્ટિ જીવોની પ્રાણાતિપાતાદિ નિવૃત્તિનું પણ અધર્મપક્ષમાં નિવેશિતપણું હોવાથી તેનાથી પ્રાણાતિપાતાદિની નિવૃતિથી, તેઓના દેશારાધકત્વનો અભાવ છે. તે મિથ્યાદષ્ટિ જીવોની પ્રાણાતિપાતાદિ નિવૃત્તિનું અધર્મ પક્ષમાં છે એમ પૂર્વમાં કહ્યું તે, સૂત્રકૃતાંગસૂત્રમાં કહેવાયું છે –
“હવે બીજા ત્રીજા સ્થાનરૂપ મિશ્રપક્ષનો વિભંગ=વિકલ્પ, આ પ્રમાણે કહેવાય છે. જે આ આરણિકો છે. ઈત્યાદિથી માંડીને યાવત્ અસર્વ દુઃખ પ્રક્ષીણમાર્ગ એકાંત મિથ્યા અસાધુ છેઃઅમોક્ષમાર્ગ એકાંત મિથ્યા એવો અસુંદર
છે.”
આવી વૃત્તિનો એકદેશ “યથાથી બતાવે છે – “અને અહીં સૂત્રકૃતાંગના કથનમાં અધર્મપક્ષથી યુક્ત એવો ધર્મપક્ષ મિશ્ર એ પ્રમાણે કહેવાય છે. ત્યાં=મિશ્ર