________________
૨૯૯
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે અન્ય પ્રવાદો જૈનદર્શનની દ્વાદશાંગીરૂપી સમુદ્રમાંથી નીકળેલાં બિંદુઓ છે. તેમ કહેવાથી સમુદ્રના ગાંભીર્યની હાનિ થશે. અર્થાત્ તેટલા અંશમાં જૈનદર્શનની દ્વાદશાંગીની ન્યૂનતા થશે. તે વચન અત્યંત અસંબદ્ધ છે; કેમ કે સમુદ્રમાંથી બિંદુઓ નીકળે તેટલા અંશમાં સમુદ્ર જૂન થાય તેમ ભગવાનના વચનમાંથી અન્યદર્શનના પ્રવાદરૂપ બિંદુઓ નીકળે, તેથી ભગવાનની દ્વાદશાંગીની તેટલા અંશમાં ન્યૂનતા થાય તેવું કોઈ વિચારકને જણાય નહિ. પરંતુ ભગવાનનાં વચનો જેટલા જગતમાં વિસ્તાર પામે તેટલું ભગવાનનું જ શાસન વિસ્તાર પામે છે. તેવું અનુભવથી દેખાતું હોવા છતાં દૃષ્ટાંતને અસમંજસ રીતે પૂર્વપક્ષી જોડે છે તે સંગત નથી.
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે વૃત્તિકારના વ્યાખ્યાનની સંગતિ આ પ્રમાણે કરવી. તે સંગતિ બતાવતાં કહ્યું કે જે કારણથી દ્વાદશાંગ રત્નાકરની ઉપમાથી શુભાશુભ સર્વ પ્રવાદનું મૂલ છે તે કારણથી, સ્વરૂપથી અને ફલથી જે કાંઈ સુંદર અકરણનિયમાદિ શબ્દથી વાચ્ય ભાવો આત્મનિષ્ઠ છે તેના વાચક એવા વાક્યાદિને તેમાં જ=ધાદશાંગીમાં જ, અવતાર કરવો જોઈએ. અને ત્યાં એવકારનો પ્રયોગ અધ્યાહારથી ગ્રહણ કરવો. તેથી દ્વાદશાંગમાં જ તેનો અવતાર કરવો જોઈએ, અન્યત્ર નહીં એવો અર્થ પ્રાપ્ત થાય. તેમ સ્વીકારવાથી અન્યદર્શનમાં કોઈ સુંદર વચનો નથી એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – એવકારાદિના અધ્યાહારથી વૃત્તિનું યોજન વૃત્તિકારના અભિપ્રાયથી જ વિરુદ્ધ છે; કેમ કે અન્યદર્શનમાં કંઈ સુંદર નથી એ પ્રકારનો અર્થ વૃત્તિકારને સંમત નથી. તેથી વૃત્તિનું સ્વમતિ અનુસાર યોજન કરીને અર્થાતર કરવું એ પૂર્વપક્ષીને ઉચિત નથી.
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે જૈનદર્શનમાં વર્તતા સમ્યગ્દષ્ટિ જીવોને ઉદિત અકરણનિયમની પ્રાપ્તિ છે. અર્થાત્ સાક્ષાત્ આત્મામાં પ્રગટ થયેલા અકરણનિયમની પ્રાપ્તિ છે જ્યારે અન્યદર્શનના મિથ્યાષ્ટિ જીવોમાં આ અકરણનિયમ શબ્દથી જ છે, પરંતુ ઉદિત નથી. તેથી ઉદિત અને અનુદિત એવા અકરણનિયમને અભેદ કરીને કહેવામાં આવે કે અન્યદર્શનમાં પણ પાપન અકરણનિયમાદિ છે. તેમ કહીને તેમને દેશારાધક સ્વીકારવામાં આવે તો ઉદિત અકરણનિયમાદિની અવજ્ઞાની પ્રાપ્તિ થાય; કેમ કે અસાર એવા અન્યદર્શનના અકરણનિયમને ભગવાનના વચનાનુસાર તથા સુંદર અકરણનિયમને સમાન કહેવાથી સુંદર અકરણનિયમની આશાતના થાય છે. તે ઉદિત અકરણનિયમની અવજ્ઞા અન્યદર્શનના અને જૈનદર્શનના અકરણનિયમના ભેદને કહેનારા ભગવાનની અવજ્ઞામાં પર્યવસાન પામે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો આ રીતે પૂર્વપક્ષી અન્યદર્શનના અને જૈનદર્શનના અકરણનિયમને અભેદ કહેવાથી ભગવાનની આશાતના થાય છે તેમ કહે તો તેના ભેદનું વર્ણન પણ સામાન્ય અકરણનિયમની અવજ્ઞારૂપ છે અર્થાત્ ઉદિતઅનુદિત અકરણનિયમના ભેદનું વર્ણન પણ સામાન્ય અકરણનિયમની અવજ્ઞારૂપ છે. તેથી સામાન્ય અકરણનિયમને આશ્રયીને ભગવાને તે બંનેને અભેદ કહ્યા છે. માટે ઉદિત-અનુદિત અકરણનિયમને અભેદ કહેનારા ભગવાનના વચનમાં પર્યવસાન પામશે; કેમ કે ભગવાને અન્યદર્શનના અકરણનિયમ અને જૈનદર્શનના અકરણનિયમમાં એકાંત ભેદનું કે એકાંત અભેદનું કથન કરેલ નથી, પરંતુ ભેદભેદનું કથન કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સ્યાદ્વાદને પામેલા વિવેકસંપન્ન મુનિઓ જે પાપ અકરણનિયમ કરે છે તે