________________
ધર્મપરીક્ષા ભાગ-૧
વચનપ્રયોગ ઉત્સર્ગથી=સામાન્યથી, પ્રમાણ કે અપ્રમાણ નથી. તેનાથી વાચ્ય અર્થ યથાર્થ હોય તો પ્રમાણ કહેવાય અને તેનાથી વાચ્ય અર્થ અયથાર્થ હોય તો અપ્રમાણ કહેવાય.
ગાથા-૨૪
૨૯૭
વળી, અન્યદર્શનનાં વાક્યો અર્થ બતાવવામાં ઉદાસીન છે. તેથી જો તે જ વાક્યોને ઉચિત રીતે ગ્રહણ કરવામાં આવે તો યથાર્થ બોધ કરાવનારાં છે. અને ઉચિત રીતે ગ્રહણ ન કરવામાં આવે તો અયથાર્થ બોધ કરાવનારાં છે. માટે તેવા વાક્યરૂપ ૫૨પ્રવાદોને જૈનાગમ સંબંધી કહેવું અતિ અસુંદર નથી છતાં પૂર્વપક્ષી સર્વ શાક્યાદિ પ્રવાદો જૈનાગમ સંબંધી બિંદુ છે એ કથનને ભ્રાન્ત કહીને અસુંદર કહે છે. મિથ્યાદૃષ્ટિ જીવોમાં વર્તતા મિથ્યાજ્ઞાનરૂપ પ૨પ્રવાદો છે જે અત્યંત અસુંદર છે. તે જ્ઞાનને જૈનાગમ સંબંધી બિંદુ કહે છે. તે અત્યંત અનુચિત છે. વળી વાક્યાત્મક ૫રપ્રવાદોને જૈનાગમ સંબંધી બિંદુ તુલ્ય કહેવું તે અનુચિત નથી. તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ભાવભેદ હોતે છતે વાક્યરચનામાં કોઈ ભેદ નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ પરિગૃહીત મિથ્યા શ્રુત પણ સમ્યક્ શ્રુત છે, એ પ્રમાણે સિદ્ધાંત વ્યવસ્થિત છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે વાક્યાત્મક ૫રપ્રવાદો શબ્દની અપેક્ષાએ પ્રમાણરૂપ પણ નથી અને અપ્રમાણરૂપ પણ નથી. આથી જ સમ્યગ્દષ્ટિ તે વચનોને ગ્રહણ કરે તો તેને સમ્યક્ શ્રુતરૂપે તે વાક્યો પરિણમન પામે છે. વળી જૈનદર્શનના સમ્યક્ શ્રુતને મિથ્યાદ્દષ્ટિ ગ્રહણ કરે તો તેને તે શ્રુત મિથ્યારૂપે પરિણમન પામે છે. માટે જૈનદર્શનનાં વાક્યો એકાંત સમ્યક્ શ્રુતરૂપ છે. અન્યદર્શનનાં વાક્યો એકાંત મિથ્યાશ્રુતરૂપ છે તેવો વિભાગ નથી પરંતુ તે વાક્યોથી જેને યથાર્થ બોધ થાય છે તેને સમ્યક્ શ્રુત પ્રાપ્ત થાય છે. જેને વિપરીત બોધ થાય છે તેને મિથ્યાશ્રુત પ્રાપ્ત થાય છે. માટે વાક્યાત્મક શાક્યાદિ પ્રવાદોને જૈનાગમ સંબંધી બિંદુ કહેવામાં વિરોધ નથી; છતાં તેને ભ્રાન્ત કહે છે તે પૂર્વપક્ષીનું કથન અત્યંત અસંબદ્ધ છે.
વળી, પૂર્વપક્ષી કહે કે વચનાત્મક શાક્યાદિ પ્રવાદો જૈનાગમની જે રચનાની આનુપૂર્વી છે તેના સદશ રચનાવાળા નથી માટે તે સર્વપ્રવાદોને જૈનાગમ સંબંધી બિંદુ તુલ્ય કહી શકાય નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અજ્ઞાનતાનું વિશૃંભિત છે; કેમ કે જૈન સાધુઓ પણ જૈનાગમની આનુપૂર્વી કરતાં અન્ય આનુપૂર્વીથી અન્યદર્શનનાં વચન બોલે એટલામાત્રથી તેઓને અસંયતપણાની પ્રાપ્તિ નથી. પરંતુ શુદ્ધાશુદ્ધ વિવેકપૂર્વક જ સાધુઓ અન્યદર્શનનાં વચનોનું ગ્રહણ કરે છે. માટે વચનાત્મક અન્ય પ્રવાદોને જૈનાગમ સંબંધી બિંદુ નથી તેમ કહેવું એ અત્યંત અસંબદ્ધ કથન છે.
વળી, પૂર્વપક્ષી કહે કે શાક્યાદિ પ્રવાદો જૈનાગમ-સમુદ્ર સંબંધી બિંદુઓ છે એ વચન જૈન સંપ્રદાયના પ્રવાહમાં કોઈક રીતે આવીને પડેલું વચન છે જે પ્રમાણભૂત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે મહા વિદ્વાન્ એવા ધનપાલ પંડિતે પણ આ પ્રમાણે જ કહેલ છે, જેઓ પરમ શ્રાવક હતા. માટે શાક્યાદિ પ્રવાદોને જૈનાગમ સંબંધી બિંદુ કહેવામાં કોઈ વિરોધ નથી.
વળી, શાક્યાદિ પ્રવાદો જૈનાગમ સંબંધી બિંદુ છે. એ વચનની પુષ્ટિ કરવા અર્થે ‘ગ્વિ’થી સંમતિતર્કપ્રકરણ ગ્રંથની સાક્ષી આપે છે. અને તે સંમતિતર્કપ્રકરણના વચનથી સિદ્ધ થાય છે કે શાક્યાદિ પ્રવાદોનું ઉત્પત્તિસ્થાન