________________
૨૯૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
જ ગ્રહણ થઈ શકે. તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો સર્વનયપ્રવાદાત્મક દ્વાદશાંગી છે તેમ સ્વીકારી શકાય. પરંતુ “સર્વપ્રવાદમૂલ દ્વાદશાંગી છે” તેમ કહી શકાય નહીં. આ પ્રકારનો દોષ જ્ઞાન-અજ્ઞાન સાધારણ સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગ સ્વીકારવાથી પૂર્વપક્ષીને પ્રાપ્ત થાય છે તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. તે કથનમાં કહેલું કે પ્રગટ થયેલી દ્વાદશાંગીના અનુપસંગ્રહની આપત્તિ આવે છે. તે અનુપસંગ્રહની આપત્તિના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે એકવચનથી પણ સર્વ જીવોમાં પ્રગટ થયેલા શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગી સ્વરૂપ વ્યક્તિનો ઉપસંગ્રહ કરાય છે. તેથી જગતમાં જે કાંઈ શ્રુતજ્ઞાન વર્તે છે. તે સર્વ એકવચનના પ્રયોગથી ગ્રહણ થાય છે. ત્યારપછી પૂર્વપક્ષી ભેદની વિવક્ષા કરીને કહે કે જેઓને ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વનો ક્ષયોપશમ છે તેવા સમ્યગ્દષ્ટિ જીવોની દ્વાદશાંગી રત્નાકર તુલ્ય છે અને મિથ્યાદષ્ટિ જીવોમાં જે પ્રગટ શ્રુતજ્ઞાન વર્તે છે તે અલ્પ ક્ષયોપશમાત્મક દ્વાદશાંગ છે. તેથી સમ્યગ્દષ્ટિના ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ બિંદુ તુલ્ય છે. આ પ્રમાણે જીવોમાં વર્તતા ક્ષયોપશમભાવરૂપ શ્રુતજ્ઞાનને ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગીની અપેક્ષાએ મિથ્યાષ્ટિઓનું શ્રુતજ્ઞાન અલ્પ ક્ષયોપશમાત્મક બિંદુ જેવું છે. તેમ પૂર્વપક્ષી સ્વયં સ્થાપન કરે છે અને ત્યારપછી સુવિહિતોએ જે કહેલું છે કે સર્વ શાક્યાદિ પ્રવાદો જૈનાગમ સમુદ્ર સંબંધી બિંદુ જેવા છે અર્થાત્ જૈનાગમ સંબંધી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન છે, તેની અપેક્ષાએ મિથ્યાદૃષ્ટિ એવા શાક્યાદિનું વાક્યાત્મક શ્રુતજ્ઞાન બિંદુ જેવું છે. એ કથનને પૂર્વપક્ષી ભ્રાન્ત કહે છે. તે કથન તેના જ વચન સાથે વિરોધી છે; કેમ કે મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અને મિથ્યાષ્ટિનું વાક્ય બંને અવિશિષ્ટ વિપર્યાસરૂપ છે. છતાં મિથ્યાષ્ટિના જ્ઞાનને જૈનાગમ સંબંધી બિંદુ તુલ્ય પૂર્વપક્ષી સ્વયં સ્વીકારે છે. મિથ્યાષ્ટિનાં વાક્યને જેનાગમ સંબંધી કહેવાં ઉચિત નથી તેમ પૂર્વપક્ષી કહે છે. તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી.
વળી આ પૂર્વપક્ષીનું કથન અત્યંત અસંબદ્ધ છે તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ઉત્સર્ગથી વાક્ય પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી. પરંતુ એ વાક્યથી કહેવાયેલો અર્થ જો યથાર્થ હોય તો તે વાક્ય પ્રમાણ બને છે અને અર્થ અયથાર્થ હોય તો વાક્ય અપ્રમાણ બને છે. આ પ્રકારે કલ્પભાષ્યમાં પ્રસિદ્ધ અર્થ છે અને તે અનુસારે ઉદાસીન એવા વાક્યરૂપ પરપ્રવાદોમાં જૈનાગમ સંબંધીપણું કહેવું અતિ અસુંદર નથી. અને સાક્ષાત્ જૈનાગમથી પ્રતિપક્ષભૂત મિથ્યાજ્ઞાનરૂપ પરપ્રવાદોમાં જૈનાગમ સંબંધીપણું સ્વીકારવું અત્યંત અસુંદર છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ વચનાત્મક પ્રયોગ કરવામાં આવે અને તે વચનપ્રયોગ અનેકાંતની મર્યાદાથી કહેવામાં આવે તો તે વચનપ્રયોગ પ્રમાણ બને છે. જેમ ‘પટોડતિ’ એ વચનપ્રયોગ “ચા'કારના અધ્યાહારપૂર્વક કહેવામાં આવે તો તે વચનપ્રયોગ પ્રમાણ બને છે; કેમ કે પૂર્વવર્તી વિદ્યમાન ઘટ કથંચિ ઘટ છે, કથંચિત્ દ્રવ્ય, કથંચિત્ પુદ્ગલરૂપ છે. વળી સ્વ-સ્વરૂપે ઘટ છે, પર સ્વરૂપે નથી. તે સર્વ “ચાત્કાર પ્રયોગથી સંગૃહીત થાય છે માટે તે વચન અર્થની અપેક્ષાએ પ્રમાણ બને છે.
વળી એકનું એક વચન યથાર્થ અર્થને કહેનારું ન હોય તો અપ્રમાણ બને છે. જેમ ઘોડસ્તિ' એવો વચનપ્રયોગ કર્યા પછી એકાંત ઘટ છે એવા અર્થની ઉપસ્થિતિ થાય તો તે અપ્રમાણ બને છે. માટે કોઈ પણ