________________
૨૯૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
પૂર્વપક્ષીએ સર્વોત્કૃષ્ટરૂપ શ્રુતજ્ઞાન દ્વાદશાંગીને સંતાનભેદની વિવેક્ષા વગર ગ્રહણ કરેલ છે. અર્થાત્ દરેક જીવોમાં દ્વાદશાંગી પૃથગુ પૃથગુ છે, તેથી ભિન્ન છે; છતાં તેની વિરક્ષા કર્યા વગર સર્વ જીવોમાં કેવલજ્ઞાનની જેમ દ્વાદશાંગી પણ શક્તિરૂપે રહેલ છે. તે સદશ શક્તિરૂપ દ્વાદશાંગીને ગ્રહણ કરેલ છે. તેને ગ્રંથકારશ્રી પ્રશ્ન કરે છે કે સર્વ જીવોમાં શક્તિરૂપે રહેલ તે સર્વોત્કૃષ્ટરૂપ દ્વાદશાંગી શુદ્ધ જ્ઞાન છે કે જ્ઞાન-અજ્ઞાન સાધારણ છે ? એમ બે વિકલ્પ થઈ શકે. (૧) તેમાં જો પૂર્વપક્ષી સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગને શુદ્ધજ્ઞાનરૂપ સ્વીકારે તો તેના વચનાનુસાર દ્વાદશાંગી સર્વપ્રવાદનું મૂલ થઈ શકે નહિ; કેમ કે પૂર્વપક્ષીના વચનાનુસાર સર્વપ્રવાદો શુદ્ધાશુદ્ધ સ્વરૂપ છે. તેથી શુદ્ધજ્ઞાનરૂપ દ્વાદશાંગી સર્વપ્રવાદનું મૂલ છે, તે વચન પૂર્વપક્ષીના મતે અસંગત થાય. (૨) હવે જો પૂર્વપક્ષી સર્વ જીવોમાં શક્તિરૂપે રહેલ સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાનરૂપ દ્વાદશાંગને જ્ઞાન-અજ્ઞાન સાધારણ સ્વીકારે તો યથાર્થ જ્ઞાન અને વિપરીત જ્ઞાન સાધારણ સ્વીકારે તો, સર્વ જીવોમાં શક્તિરૂપે રહેલ સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનને સંતાનભેદની અવિવક્ષા કરવા માટે સંગ્રહનયનો આશ્રય કરવો પડે. સંગ્રહનયનો આશ્રય કરીને સંતાનમેદની અવિવક્ષા પૂર્વપક્ષી સ્વીકારે તો સર્વ જીવોમાં શક્તિરૂપે રહેલ દ્વાદશાંગ-સામાન્યનું સર્વજીવોમાં વર્તતી દ્વાદશાંગી સામાન્યનું, સર્વનય પ્રવાદાત્મકત્વ સિદ્ધ થાય; પરંતુ વ્યક્તિના અનુપસંગ્રહની આપત્તિ આવે=કોઈક જીવમાં પ્રગટ થયેલ એવી દ્વાદશાંગીના અનુપસંગ્રહની આપત્તિ આવે.
વ્યક્તિના અનુપસંગ્રહની આપત્તિને કારણે શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે –
જે પ્રમાણે જુદા જુદા તળાવોમાં ઉત્પન્ન થયેલાં કમળોને કમળરૂપે કહેવાય છે. તે પ્રમાણે પાણી સર્વ કમળોનું ઉત્પાદક છે, એ પ્રમાણે પણ વ્યવહાર થતો નથી. એ રીતે જ સર્વપ્રવાદનું મૂળ દ્વાદશાંગી છે, એ પણ થાય નહિ.
આશય એ છે કે “સર્વપ્રવાદનું મૂળ દ્વાદશાંગી છે” એ વચનનો અર્થ પૂર્વપક્ષી કરે છે કે દરેક જીવોમાં ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગી શક્તિરૂપે વિદ્યમાન છે. તે દ્વાદશાંગી તે તે વ્યક્તિને આશ્રયીને પૃથગુ છે. અન્યદર્શનવાળા જીવોમાં શક્તિરૂપે રહેલ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમરૂપ જે દ્વાદશાંગી છે તેમાંથી યત્કિંચિત્ નયવાદરૂપ તે તે પ્રવાદો ઉત્પન્ન થયા છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તે દ્વાદશાંગી જ્ઞાન અને વિપરીત જ્ઞાન સાધારણ સ્વીકારીને શક્તિરૂપે રહેલ ઉત્કૃષ્ટ ક્ષયોપશમરૂપ દ્વાદશાંગીને ગ્રહણ કરવી હોય તો સંગ્રહનયનો આશ્રય કરવો પડે. તે સંગ્રહનયથી સર્વજીવોમાં શક્તિરૂપે રહેલ ઉત્કૃષ્ટ ક્ષયોપશમરૂપ દ્વાદશાંગસામાન્યનું સર્વનયપ્રવાદાત્મકપણું છે તેમ સિદ્ધ થઈ શકે; કેમ કે જ્ઞાન-અજ્ઞાન સાધારણ દ્વાદશાંગને પૂર્વપક્ષી ગ્રહણ કરે છે. પરંતુ કોઈ જીવમાં પ્રગટ થયેલી દ્વાદશાંગી સંગ્રહનયના આશ્રયણથી ગ્રહણ થાય નહિ. તેથી જેમ પાણી સર્વ કમલોનું ઉત્પાદક છે તેમ વ્યવહાર થઈ શકતો નથી એ રીતે જ સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગી છે તેમ કહી શકાય નહિ. અર્થાત્ સર્વનયપ્રવાદાત્મક દ્વાદશાંગી છે તેમ કહી શકાય. પરંતુ સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગી છે તેમ કહી શકાય નહિ. તેથી પૂર્વપક્ષીએ દરેક જીવોમાં વર્તતી ભિન્ન ભિન્ન દ્વાદશાંગીને ગ્રહણ કરીને સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગી છે એમ જે કહ્યું તે અસંબદ્ધ વચન સિદ્ધ થાય.