________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
અને તે સંગતિ બતાવતાં પૂર્વપક્ષીએ કહેલ કે “જે કારણથી દ્વાદશાંગ રત્નાકર ઉપમાથી શુભાશુભ સર્વપ્રવાદનું મૂલ છે. તે કારણથી સ્વરૂપથી અને ફલથી જે કાંઈ સુંદર આત્મનિષ્ઠ અકરણનિયમાદિ વાચ્યના વાચક એવાં વાક્યાદિ છે તે દ્વાદશાંગમાં જ સમવતરણ કરવાં જોઈએ. અને ત્યાં ‘એવકાર’ અધ્યાહારથી ગ્રહણ કરવો જોઈએ.” તે વચન યુક્ત નથી. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
૨૯૩
એવકારાદિ અધ્યાહારથી=‘સર્વપ્રવાદમૂલ' સૂત્રમાં ‘એવકાર'ના અધ્યાહારથી, અને ‘આદિ’પદથી યસ્માત્-તસ્માત્મા યોજનથી વૃત્તિની સંઘટના વળી=‘સર્વપ્રવાદમૂલ' એ ગાથાની વૃત્તિનું પૂર્વપક્ષીએ કરેલું યોજન વળી, વૃત્તિકારના અભિપ્રાયથી વિરુદ્ધ છે; કેમ કે ‘અન્યત્ર સુંદર નથી.’=અન્યદર્શનમાં અકરણનિયમાદિનું વર્ણન સુંદર નથી, એ પ્રકારના આના અર્થનું=એ પ્રકારે પૂર્વપક્ષીએ કરેલા અર્થનું, વૃત્તિકાર વડે અનભિપ્રેતપણું છે=‘સર્વપ્રવાદમૂલ' એ ગાથાના વૃત્તિકારને અનભિપ્રેત છે.
અન્યદર્શનવાળા જીવોમાં અકરણનિયમ અનુદિત છે અને જૈનદર્શનને પામેલા જીવોમાં અકરણનિયમ ઉદિત છે. તે બંનેનો અભેદ કરવાથી ભગવાનની અવજ્ઞાની પ્રાપ્તિ છે. એમ જે પૂર્વપક્ષીએ કહેલ તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે --
અને ઉદિત-અનુદિત અકરણનિયમના અભેદથી કથનરૂપ ઉદિત અકરણનિયમની અવજ્ઞા તેના ભેદવાદી ભગવાનની અવજ્ઞામાં પર્યવસાન પામનારી છે–ઉદિતાનુદિત અકરણનિયમના ભેદને કહેનાર એવા ભગવાનની અવજ્ઞામાં પર્યવસાન પામનારી છે, તો તેના ભેદનું વર્ણન પણ=ઉદિતાનુદિત અકરણનિયમના ભેદનું વર્ણન પણ, સામાન્ય અકરણનિયમની અવજ્ઞારૂપ તેના અભેદવાદી ભગવાનની અવજ્ઞામાં પર્યવસાન થાય=અન્યદર્શન અને સ્વદર્શનના સામાન્ય અકરણનિયમના અભેદવાદી ભગવાનની અવજ્ઞામાં પર્યવસાન થાય. હિ=જે કારણથી, તેના ભેદને જ=સ્વદર્શન-પરદર્શનના અકરણનિયમના ભેદને જ, ભગવાન કહે છે, વળી, અભેદને નહીં. એ પ્રમાણે એકાંત નથી; કેમ કે તેનું=ભગવાનનું, ભેદાભેદવાદીપણું છે. એ પ્રમાણે=‘તો પણ ત્યાં કંઈક કહેવાય છે.’ ઇત્યાદિથી પરના કથનમાં જે દોષો ગ્રંથકારશ્રીએ બતાવ્યા એ પ્રમાણે, વક્રતાને છોડીને વિચારવું જોઈએ=પૂર્વપક્ષીએ વિચારવું જોઈએ; કેમ કે પરગુણનો દ્વેષ જ ભગવાનની અવજ્ઞા છે. એથી આ અર્થના સમર્થન માટે જ=અન્યદર્શનમાં રહેલાં ઉચિત વચનોને દ્વેષ વગર સ્વીકારવાં જોઈએ એ અર્થના સમર્થન માટે જ, ‘સર્વપ્રવાદમૂલ દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે.' એ પ્રકારના કથનમાં ‘ઉદઘાવિવ’ ઇત્યાદિ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાની ગાથાને સંમતિપણાથી વૃત્તિકાર વડે ઉદ્ભાવન કરાયેલ છે.
ભાવાર્થ:
‘સર્વ પ્રવાદ મૂલ’ એ પ્રકારના ઉપદેશપદની ગાથાના અર્થમાં અસંગતિ ઉદ્ભાવન કરીને સ્વરુચિ અનુસાર તે ગાથાનો અર્થ પૂર્વપક્ષીએ બતાવ્યો. પૂર્વપક્ષીનું તે વચન સંગત નથી તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે ‘તથાઽપિ'થી પૂર્વપક્ષી વડે કરાયેલા અર્થો કઈ રીતે અસંગત છે ? તે ક્રમસર બતાવે
છે