________________
૨૯૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ “જેઓનાં વચનો વડે અસમંજસ એવા પરસમયો યશને પ્રાપ્ત કરે છે. તમારા સમયરૂપ મહોદધિના તે મંદ એવા બિદુનાં નિ:સ્પંદનો છે.” એ પ્રમાણે પરમશ્રાવક ધનપાલ પંડિત વડે પણ આ રીતે કથન કરેલ છે શાક્યાદિ પ્રવાદો જેનાગમ-સમુદ્રનાં બિંદુઓ છે એ રીતે કથન કરેલ છે.
જે આ કપિલદર્શન છે તે દ્રવ્યાર્થિકનું વક્તવ્ય છે. વળી શુદ્ધોદનના પુત્ર એવા બૌદ્ધનું પરિશુદ્ધ પર્યાયનો વિકલ્પ છે. ઉલૂક વડે=તૈયાયિક વડે, બંને પણ વયોથી કરાયેલું શાસ્ત્ર છે. તોપણ મિથ્યાત્વ છે – મિથ્થારૂપ છે, જે કારણથી સ્વવિષયના પ્રધાનપણાથી બંને પણ નયોના પ્રધાનપણાથી, અન્યોન્ય નિરપેક્ષ છે-ઉલૂકનું શાસ્ત્ર અન્યોન્ય નિરપેક્ષ છે.” (સમ્મતિતર્કપ્રકરણ કાંડ-૩, ગાથા-૪૮/૪૯).
ઈત્યાદિ સંમતિ ગ્રંથમાં પણ શાક્યાદિ પ્રવાદોનું જેતાગમ મૂલપણું સુપ્રસિદ્ધ છે; કેમ કે તેનું જેતાગમનું, દ્રવ્યાર્થિકતા-પર્યાયાર્દિકતય ઉભય તરૂપત્વ છે.
અને જે કારણથી, સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા કહે છે – “તીર્થંકરનાં વચનનો સંગ્રહ અને વિશેષ તેનો પ્રસ્તાર, તેના મૂલવ્યાકરણી=મૂલને કરનાર, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક લય છે. અને શેષ વિકલ્પો આ બેના છેકદ્રવ્યાર્થિકાય અને પર્યાયાર્થિકનયના છે."
અને “બિંદુભાવને ભજે છે=અન્યદર્શનનો સમૂહ જૈતાગમ સંબંધી બિંદુભાવને ભજે છે. એ પ્રયોગની અનુ૫પત્તિ છે; કેમ કે અવયવ-અવયવીના ઉપમાન-ઉપમેયના ભાવમાં ગૌરવનો અભાવ છે.” એ પ્રમાણે જે પૂર્વપક્ષી વડે કહેવાયું તે અસત્ છે; કેમ કે અહીં=અન્યદર્શનનો સમૂહ બિંદુભાવને ભજે છે – એ કથનમાં, હસ્તાદિઅવયવસાધારણ એવું અવયવપણું નથી જ-હસ્તાદિમાં જે પ્રકારનું અવયવ-અવયવીપણું છે, તેવું નથી જ, પરંતુ સમુદિત એવા પરપ્રવાદોમાં તદ્ એકદેશાર્થપણું છે=જેતાગમ સંબંધી એકદેશાર્થપણું છે, એથી ભગવાનના શાસનના ગૌરવનો અપ્રતિઘાત છે. અને સમુદ્રનાં બિંદુઓ છે એ પ્રકારનું કહેવું પણ અસંગત છે' ઈત્યાદિ જે પૂર્વપક્ષી વડે કહેવાયું તે પણ અસત્ છે; કેમ કે સમુદ્રસ્થાનીય જૈન મહાશાસ્ત્રથી પ્રભવ એવા=તીર્થંકરથી પ્રભવ સમુદ્રસ્થાનીય દ્વાદશાંગીરૂપ જૈન મહાશાસ્ત્રથી પ્રભવ એવા, કલ્લોલસ્થાનીય અવાંતર શાસ્ત્રોથી દ્વાદશાંગીમાંથી ઉત્પન્ન થયેલા અન્ય સુવિહિત આચાર્યોના અવાંતર શાસ્ત્રોથી, સામાન્ય દૃષ્ટિના પવનથી પ્રેરિત એવા પરસમયના ઉદ્દગમના=સ્યાદ્વાદની વિશેષ દૃષ્ટિથી રહિત એવી સામાન્ય દૃષ્ટિના પવનથી પ્રેરિત પરસમયના ઉદ્ગમનાં, બિંદુનો અવિરોધ છે.
વળી, “સમુદ્રથી નિર્ગત બિંદુઓ વડે સમુદ્રના ગાંભીર્યની હાનિ છે." એ પ્રમાણે પૂર્વપક્ષીએ કહેલું તે પામરોને પણ સંમત નથી=અલ્પ બુદ્ધિવાળાને પણ સંગત જણાય તેમ નથી તેથી એ=પૂર્વપક્ષીએ કહ્યું કે ભગવાનના પ્રવચનરૂપ સમુદ્રના ગાંભીર્યની હાનિ થશે એ, યત્કિંચિત્ છેઃઅર્થ વગરનું છે.
સર્વપ્રવાદમૂલ'નો અર્થ જે પ્રમાણે ટીકાકારે કર્યો છે તેમાં અનુપપત્તિનું ઉલ્કાવન કરીને પૂર્વપક્ષીએ કહેલું કે વૃત્તિના વ્યાખ્યાનની સંગતિ આ પ્રમાણે છે –