________________
૨૫
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
અહીં વિશેષ એ છે કે પૂર્વપક્ષીને સર્વપ્રવાદનું મૂળ દ્વાદશાંગી છે તેમ કહીને તે તે જીવોમાં રહેલી શક્તિરૂપ દ્વાદશાંગીને સર્વપ્રવાદનું મૂળ સ્થાપન કરવું છે. તેમ કહીને અન્યદર્શનના પ્રવાદોનું મૂળ સુધર્માસ્વામીની દ્વાદશાંગી નથી તેમ સ્થાપન કરવું છે. તેમ સ્થાપન કરીને અન્યદર્શનના જીવોમાં શક્તિરૂપે રહેલ દ્વાદશાંગીમાંથી ઉત્પન્ન થયેલા પ્રવાદો સુંદર નથી માટે તે પ્રવાદો અનુસાર આચરણ કરનારને દેશારાધકરૂપે સ્વીકારી શકાય નહીં તેવું સ્થાપન કરવું છે. પૂર્વપક્ષીનું તે વચન અસંબદ્ધ છે તે બતાવતાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે જેમ સર્વજીવોમાં શક્તિરૂપે કેવલજ્ઞાન રહેલું છે તેમ સર્વ જીવોમાં ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન પણ શક્તિરૂપે રહેલ છે જેનું ગ્રહણ સંગ્રહનયથી થઈ શકે. સંગ્રહનયથી સર્વ જીવોમાં વર્તતી શક્તિરૂપ દ્વાદશાંગી સામાન્યને સર્વનયપ્રવાદાત્મક કહી શકાય પરંતુ સર્વપ્રવાદનું મૂળ દ્વાદશાંગને કહેવું હોય તો વ્યક્તિરૂપ=પ્રગટ થયેલ, દ્વાદશાંગીને જ ગ્રહણ કરવી પડે. જેમ યુગલિયાના કાળમાં કોઈ ધર્માધર્મની વ્યવસ્થા ન હતી અને ઋષભદેવ ભગવાને ધર્મની સ્થાપના કરી ત્યારે ગણધરોને ઉત્કૃષ્ટ ક્ષયોપશમરૂપ દ્વાદશાંગી અભિવ્યક્ત થઈ. તે દ્વાદશાંગીને અવલંબીને જ તેમના શિષ્યો આદિ માર્ગની પ્રરૂપણા કરતા હતા. તેમાંથી જ તે તે દર્શનના એકાંત પ્રવાદો ઉત્પન્ન થયા. તેથી સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગી છે તેમ કહી શકાય. જ્યારે જીવમાં વર્તતી શક્તિરૂપ દ્વાદશાંગીને સર્વપ્રવાદનું મૂલ કહી શકાય નહિ. ફક્ત કેટલાક કમળો પાણીથી થાય છે તેમ કોઈકને જિનવચનના અવલંબન વગર પણ કોઈક પ્રવાદની પ્રાપ્તિ થઈ શકે, છતાં બધા પ્રવાદો તો ભગવાન દ્વારા બનાવાયેલ દ્વાદશાંગીથી જ થઈ શકે; કેમ કે ભગવાનના ઉપદેશનું અવલંબન લઈને તે તે નયથી તે તે દર્શનની પ્રવૃત્તિ થઈ છે. આથી જ યુગલિકના કાળમાં તે સર્વપ્રવાદો વિદ્યમાન હતા નહીં.
વળી પૂર્વપક્ષીના કથનમાં અન્ય દોષ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – જો પૂર્વપક્ષી એક વચનથી પણ વ્યક્તિનો ઉપસંગ્રહ કરે સંગ્રહાયથી દ્વાદશાંગી સામાન્યનો તો ઉપસંગ્રહ કરે, પરંતુ “સર્વપ્રવાદમૂલ દ્વાદશાંગ એ કથનમાં રહેલ એકવચનથી પ્રગટ થયેલી દ્વાદશાંગીનો પણ ઉપસંગ્રહ કરે અને સમ્યગ્દષ્ટિમાં તથા મિથ્યાષ્ટિમાં રહેલ દ્વાદશાંગીના ભેદની વિવક્ષાથી કહે કે મિથ્યાષ્ટિઓનું દ્વાદશાંગ અલ્પક્ષયોપશમાત્મક છે અને સર્વાશ ક્ષયોપશમથી શુદ્ધ=ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી શુદ્ધ, સમ્યગ્દષ્ટિનું દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે. માટે મિથ્યાષ્ટિનું અલ્પ ક્ષયોપશમાત્મક દ્વાદશાંગ બિંદુ તુલ્ય છે. આ રીતે કહ્યા પછી પૂર્વપક્ષીએ કહેલ કે સર્વ પણ શાક્યાદિ પ્રવાદો જેનાગમ સંબંધી બિંદુઓ છે એમ જેઓ કહે છે તે ભ્રાન્ત વચન છે. પૂર્વપક્ષનાં આ બે કથનો વિરોધી વચનો છે.
પૂર્વપક્ષનાં આ બે કથનો વિરોધી વચનો કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – મિથ્યાદૃષ્ટિની જ્ઞાનાત્મક દ્વાદશાંગી સમ્યગ્દષ્ટિની ઉત્કૃષ્ટ દ્વાદશાંગી આગળ બિંદુ તુલ્ય છે. તેમ સ્વયં કહ્યા પછી શબ્દાત્મક શાક્યાદિ પ્રવાદોને જૈનાગમ-સમુદ્ર સંબંધી બિંદુઓ છે, એ પ્રકારના સુવિહિતના વચનને ભ્રાન્ત કહેવું તે અપ્રમાણરૂપ છે; કેમ કે જો મિથ્યાદૃષ્ટિના જ્ઞાનને બિંદુ તુલ્ય સ્વીકારી શકાય તો મિથ્યાદૃષ્ટિના વાક્યાત્મક શાક્યાદિ પ્રવાદોને પણ પૂર્વપક્ષીએ બિંદુ તુલ્ય સ્વીકારવા જોઈએ.
આશય એ છે કે પૂર્વપક્ષી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગી સર્વજીવોમાં જુદી જુદી છે. તે દ્વાદશાંગીને સળંપવાયમૂનં કુવાસં' એ પ્રકારના ઉપદેશપદના વચનથી ગ્રહણ કરવા ઇચ્છે તો સંગ્રહનયના આશ્રયથી