________________
૨૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૯ ઉપદેખાપણું છે=અન્યદર્શનના દેવ-ગુરુ આદિનું મોક્ષમાર્ગભૂત શીલનું ઉપદેશકપણું છે, તે કારણથી=અવ્યદર્શનના ભિક્ષુઓમાં દેશારાપકપણું નથી તે કારણથી, સંપૂર્ણ જેવા સામાચારીના અનુષ્ઠાનથી યુક્ત ભવ્ય અને અભવ્ય એવા મિથ્યાદષ્ટિ જ દેશારાધક ગ્રહણ કરવા જોઈએ; કેમ કે તેઓનું દ્રવ્યશીલનું પણ માર્ગપતિતપણું હોવાથી વ્યવહારનય અપેક્ષાએ પ્રશસ્તપણું છે. આથી જ=ભવ્ય-અભવ્ય એવા મિથ્યાષ્ટિની જેમ સામાચારી વ્યવહારનયની અપેક્ષાએ પ્રશસ્ત છે આથી જ, આરાધક છતાં એવા આમનો જૈન સામાચારીની બાહથી આચરણા કરતા એવા મિથ્યાદૃષ્ટિઓનો, નવમા ગ્રેવેયક સુધીનો ઉપપાત વિરુદ્ધ નથી; કેમ કે અખંડ સામાચારીના પરિપાલનના બળથી=જૈન સાધુપણું ગ્રહણ કરીને બાહ્યથી પૂર્ણસામાચારીના પરિપાલનના બળથી, ત્યાં રૈવેયક સુધીમાં, ઉપપાત છે. જે કારણથી આગમ છે –
“હે ભગવન્! અસંયત એવા ભવ્યદ્રવ્યદેવોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી યાવત્ ઉપરિતન રૈવેયકમાં ઉપપાત છે.” (ભગવતીસૂત્ર શતક-૧, ઉદ્દેશો-૨)
વૃત્તિનો એક અંશ આ પ્રમાણે છે –
“તે કારણથી મિથ્યાષ્ટિ જ અભવ્ય અને ભવ્ય અસંયત ભવ્ય દેવો છે. જેઓ શ્રમણગુણને ધારણ કરનારા, નિખિલ સામાચારીના અનુષ્ઠાનથી યુક્ત, દ્રવ્યલિગને ધારણ કરનારા ગ્રહણ થાય છે. તેઓ જ અખિલ સામાચારીરૂપ કેવલ ક્રિયાના પ્રભાવથી જ ઉપરના રૈવેયકોમાં ઉત્પન્ન થાય છે. અને તેઓ અસંયત છે; કેમ કે સંયમનું અનુષ્ઠાન હોવા છતાં પણ ચારિત્રના પરિણામથી શૂન્યપણું છે=આત્માના શુદ્ધ ભાવોમાં જવાને અનુકૂળ એવા ચારિત્રના પરિણામથી સર્વથા શૂન્યપણું છે.”
અને આ રીતે પૂર્વે સંપ્રદાય બાહ્યના મતનું સ્થાપન કરતાં કહ્યું કે જૈનદર્શનમાં રહેલા ભવ્યઅભવ્ય સંપૂર્ણ સાધ્વાચારને પાળનારા મિથ્યાદષ્ટિ જ દેશારાધક છે એ રીતે, આ સ્વીકારવું જોઈએ=સંપ્રદાય બાહ્ય એવા કેટલાકોએ કહ્યું એ સ્વીકારવું જોઈએ; કેમ કે જિનોક્ત અનુષ્ઠાન વગર આરાધકપણાનો અભાવ છે અને મિથ્યાષ્ટિપણા વગર બાલતપસ્વીપણાનો અભાવ છે. I૧૯ ભાવાર્થ :
ગાથા-૧૮માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે માર્ગાનુસારી ભાવ હોતે છતે જ્ઞાનદર્શનના યોગથી અને અયોગથી દેશ-સર્વકૃત આરાધક-વિરાધકના ભાંગા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તેમાં સાક્ષીરૂપે ભગવતીનું વચન બતાવ્યું. ભગવતીની વૃત્તિ અનુસાર દેશારાધક કોણ છે ? તે પ્રસ્તુત ગાથામાં પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી બતાવે છે – દેશઆરાધકનો પ્રથમ પ્રકાર : બાલતપસ્વી :
તે પ્રમાણે જ્ઞાન-દર્શનના પરિણામથી રહિત અને ધર્મની ક્રિયામાં તત્પર એ દેશારાધક છે. તે દેશારાધક ભગવતીસૂત્રના વૃત્તિકારના મતાનુસાર અન્યદર્શનમાં રહેલ મોક્ષના અર્થી જીવો ઉચિત એવા આચારને કરનાર બાલતપસ્વી દેશારાધક છે. તેથી એ પ્રાપ્ત થાય કે અન્યદર્શનમાં રહેલા કેટલાક જીવો સંસારથી