________________
૨૭૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ તેવો વિરત નથી જેના પ્રતીકરૂપે તેણે ત્રિદંડના વેશની કલ્પના કરેલ. તેથી તે વેશથી અથવા તે વેશમાં કરાતી આચરણાથી નિરૂપિતકારણતાવિશેષથી તે વેશમાં અને તે વેશમાં કરાતી આચરણામાં કોઈ ધર્મ નથી; કેમ કે તે વેશમાં અને તે વેશમાં કરાતી આચરણામાં ત્રણ દંડની અવિરતિ હોવાથી તેમાં ધર્મ છે તેમ કહી શકાય નહીં, છતાં મરીચિએ તેમ કહ્યું તે અધર્મમાં ધર્મ કહેવાના પરિણામરૂપ હોવાથી ભાવથી અસત્ય છે, તેથી મરીચિના વચનમાં ઉસૂત્રપણું છે.
જેમ સાવદ્યાચાર્યે કહેલું કે ભગવાનનું વચન સ્યાદ્વાદમય છે તેથી એકાંત ગ્રહણ કરવો નહિ તે વચન, વચનરૂપે સત્ય છે. તેમ મરીચિનું વચન પણ તેના પરિવ્રાજક લિંગમાં થોડોક ધર્મ છે તે વચન, વચનરૂપે સત્ય છે; તોપણ જેમ સાવધાચાર્યે પોતાના પ્રમાદસેવનના સ્થાનમાં અનેકાંતનો બોધ કરાવવા અર્થે કહેલું વચન ભાવથી અસત્ય છે તેમ પરિવ્રાજક વેશમાં ધર્મ નથી તેની અભિવ્યક્તિરૂપે કલ્પાયેલ ત્રિદંડી વેશમાં ધર્મબુદ્ધિ કરાવવાના આશયથી કહેવાયેલું મરીચિનું વચન ભાવથી અસત્ય છે, માટે ઉત્સુત્ર છે. टी :
अथैवमन्यदर्शने क्वचित्सत्यत्वं क्वचिच्चाऽसत्यत्वमिति मिश्रत्वं स्याद् नत्वेकान्तमिथ्यात्वं, न चैवमिष्यते, तस्यैकान्तमिथ्यारूपस्यैवाभ्युपगमात् । तदुक्तं दशवैकालिकनियुक्तौ (अ. ७) - सम्मदिट्ठी उ सुअंमि अणुवउत्तो अहेउअं चेव । जं भासइ सा मोसा मिच्छदिट्ठी विय तहेवत्ति ।।
एतवृत्तिर्यथा – 'सम्यग्दृष्टिरेव श्रुते आगमेऽनुपयुक्तः प्रमादाद्यत्किंचिदहेतुकं चैव युक्तिविकलं चैव यद् भाषते तन्तुभ्यः पट एव भवतीत्येवमादि सा मृषा, विज्ञानादेरपि तत एव भावादिति मिथ्यादृष्टिरपि तथैवेत्युपयुक्तोऽनुपयुक्तो वा यद्भाषते सा मृषैव घुणाक्षरन्यायेन संवादेऽपि ‘सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत्' इति गाथार्थः, इति चेत्? न, अभिनिविष्टं प्रत्यन्यदर्शनस्य सर्वस्यैव फलतो-ऽप्रामाण्यात्, मार्गानुसारिणं प्रति च सुन्दरवचनस्य जैनवचनपर्यवसिततयाऽवशिष्टस्यान्यदर्शन-स्यैकान्तमिथ्यात्वतादवस्थ्यात् ।
कश्चित्तु दृढदृष्टिरागविलुप्तबुद्धिः पातञ्जलादिगताकरणनियमादिवाक्यानां जिनवचनमूलत्वमनभिमन्यमानः 'सव्वप्पवायमूलं....' इत्याधुपदेशपद (६९४) गाथायामिमामनुपपत्तिमुद्भावयति'सर्वप्रवादानां मूलं द्वादशाङ्गम्' इत्यत्रप्रवादा नयवादविशेषास्ते च सर्वग्रहणेन शुभा अशुभाश्च ग्राह्याः, तत्र शुभा जीवरक्षाद्यभिप्रायघटिताः, अशुभाश्च ततो विलक्षणाः, तेषां च मूलं द्वादशाङ्गं श्रीवीरवचनोदबोधितश्रीसुधर्मस्वामिसंबन्धि न भवति, अशुभानामपि प्रवादानां प्रवृत्तेर्जिनवचनमूलकत्वप्रसक्त्या शुभानामिवोपादेयता स्यादिति । ते च प्रवादाः शुभाशुभरूपा अपि संख्यया वचनसंख्याकाः । तदुक्तं – 'जावइआ वयणपहा (तावइया चेव हुंति नयवाया)' इत्यादि, तेषां प्रवृत्ति