________________
૨૮૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ પ્રવૃત્તિ હોવાથી તભૂલકપણાને કારણે જિનવચનમૂલકપણાને કારણે, ઉપાદેયતાનો પ્રસંગ છે તેમ ત કહેવું કેમ કે તજ્જન્ય પ્રતિપત્તિના વિષયવરૂપ તભૂલકત્વનું સર્વજ્ઞ વચતજન્ય પ્રતિપત્તિના વિષયત્વરૂપ દ્વાદશાંગી મૂલકત્વનું ઉપાદેયત્વમાં અપ્રયોજકપણું છે.
સર્વજ્ઞ વચનમૂલક અન્ય પ્રવાદોના ઉપાદેયત્વનું અપ્રયોજકપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે – જિનવચન વિહિતત્વનું જ ઉપાદેયતામાં તંત્રપણું છે નિયામકપણું છે. અને સર્વ પણ પરપ્રવાદોના અવજ્ઞાકરણમાં જિનઅવજ્ઞા સ્વીકારાતી નથી. પરંતુ તદ્ગત સુંદર પ્રવાદોની જ અવજ્ઞાકરણમાં જિનઅવજ્ઞા સ્વીકારાય છે. એથી “જીવો હણવા જોઈએ.” ઈત્યાદિ તયપ્રવાદોની અવજ્ઞામાં જિતની અવજ્ઞાનું આપાદન અસંગત જ છે. એ હેતુથી તેનાથી-ટીકાકારે “સર્વપ્રવાદમૂલ' ગાથાનો જે અર્થ કર્યો તેનાથી, ભાવાંતરનું કલ્પન=પૂર્વપક્ષીએ જે અન્ય ભાવની કલ્પના કરી તે નિર્મુલ જ છે અને અસંગતતર જ છે; કેમ કે અન્યના કહેવાયેલા અકરણનિયમની અવજ્ઞાના પરિહાર માટે પ્રકૃત ગાથાનો ઉપચાસ છે. અને પરકલ્પિત ભાવનું તેનાથી વિપરીતપણું છે=“સર્વપ્રવાદમૂલ' ગાથાના પૂર્વપક્ષીએ કલ્પિત અર્થનું અચોક્ત અકરણનિયમની અવજ્ઞાના પરિહારરૂપ પ્રયોજનથી વિપરીત પણું
વળી. ટીકાકારે જે અર્થ કર્યો તેનાથી ભાવાત્તરની કલ્પના અસંગતતર કેમ છે ? તેમાં ૨ બતાવે છે –
તેના અનુસારથી પૂર્વપક્ષીએ અર્થ કર્યો તેના અનુસારથી, ઉભયતા અકરણનિયમની વર્ણવાના ભેદમાં=સર્વજ્ઞતા વચનાનુસાર અકરણનિયમની વર્ણતા અને અત્યદર્શન વચનાનુસાર અકરણનિયમની વર્ણનાતા ભેદમાં, ભગવાનની અવજ્ઞાનો પ્રસંગ છે. કેમ ભગવાનની અવજ્ઞાનો પ્રસંગ છે ? તેથી કહે છે – તેના ભેદની વ્યક્તિ માટે જિતવચનાનુસાર અકરણનિયમ સુંદર છે અને અત્યદર્શનવચનાનુસાર અકરણનિયમ શબ્દથી જ સુંદર છે. ફલથી સુંદર નથી. એ પ્રકારના ભેદની અભિવ્યક્તિ માટે, અન્યના અકરણનિયમની વર્ણનાની અવજ્ઞાના જ ન્યાયત્વનો પ્રસંગ છે અર્થાત્ સર્વપ્રવાદોનું મૂલ દ્વાદશાંગી છે તેમ કહેવું વ્યાપ્ય નથી, પરંતુ અત્યદર્શનકારોના અકરણનિયમો અનુચિત છે, તે પ્રકારે સૂત્રકારે કહેવું ઉચિત છે. ભાવાર્થ :
દઢ દૃષ્ટિરાગથી વિલુપ્ત બુદ્ધિવાળા કોઈક પૂર્વપક્ષીએ એમ કહ્યું કે “સર્વપ્રવાદમૂલ' ઇત્યાદિ ગાથાનો અર્થ જે પ્રમાણે ટીકાકારે કર્યો છે તે સંગત નથી તેનું અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ ઉભાવન કર્યું. તે પૂર્વપક્ષીનું અખિલ કથન અકાળે ઊઠેલા મેઘગર્જના કરનારા વાદળાના આડંબર જેવું અસાર છે અર્થાત્ તે સર્વ વચન તત્ત્વનું સ્થાપક નથી પરંતુ અસંબદ્ધ પ્રલાપમાત્ર છે.