________________
૨૦૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
એવાં વાક્યાદિ, તે દ્વાદશાંગીમાં જ સમવતરણીય છે. ઉપદેશપદની ગાથામાં એવકાર અધ્યાહાર છે. તેથી દ્વાદશાંગીમાં સમવતરણીય છે તેમ ન કહેતાં દ્વાદશાંગીમાં જ સમવતરણીય છે, એમ કહેલ છે. ત્યાં જ=દ્વાદશાંગીમાં જ, વર્તે છે, એ પ્રકારનો અર્થ છે.
સર્વ સુંદર દ્વાદશાંગીમાં જ કેમ વર્તે છે ? તેમાં હેતુ કહે છે –
દ્વાદશાંગીનું સર્વોત્કૃષ્ટ શ્રુતપણું હોવાને કારણે તેના વ્યાપકભૂતસર્વસુંદરાત્મકત્વનું અવશ્યભાવ છે=દ્વાદશાંગીમાં અવશ્યભાવ છે, પરંતુ સમ્યગ્દષ્ટિ જીવોને જે સુંદર છે તે સર્વ પણ દ્વાદશાંગમૂલક ઉદિત થાય છે=દ્વાદશાંગમૂલક શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે; કેમ કે ફલથી પણ શુભપણું છે=સમ્યગ્દષ્ટિનું શ્રુતજ્ઞાનનું ફ્લથી પણ શુભપણું છે. અને તેની આરાધનાવિધિનું પરિજ્ઞાન છે–શ્રુતજ્ઞાનની આરાધનાવિધિનું પરિજ્ઞાન છે, અને તે=સમ્યગ્દષ્ટિનું દ્વાદશાંગમૂલક ઉદિત એવું શ્રુતજ્ઞાન, સાનુબંધ પુણ્યપ્રકૃતિનો હેતુ છે. વળી, મિથ્યાદૅષ્ટિનું સ્વરૂપથી કંઈક અંશમાં શુભપણું હોવા છતાં પણ= પાપઅકરણનિયમાદિના કથનરૂપ હોવાથી શુભપણું હોવા છતાં પણ, ફલથી અશુભ જ છે, એથી વિરુદ્ધ સ્વરૂપવાળા અને પરિણતવાળા સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્દષ્ટિ બંનેના અકરણનિયમોનું અભેદથી કથત ઉદિત એવા અકરણનિયમની અવજ્ઞાથી=સર્વજ્ઞ વડે કહેવાયેલા અકરણનિયમની અવજ્ઞાથી, જિતની અવજ્ઞા થાય અને તે=જિનની અવજ્ઞા અનંતસંસારનો હેતુ છે એ પ્રમાણે કહેવાયું છે.
અન્યદર્શનના અકરણનિયમ અને જૈનદર્શનના અકરણનિયમને સમાન કહેવું ઉચિત નથી તે દૃષ્ટાંતથી બતાવે છે
જે પ્રમાણે સ્વરૂપથી શુભ પણ મોક્ષનું અંગ એવું મનુષ્યપણું સંયત જનનું ફલથી પણ શુભ જ છે; કેમ કે મોક્ષપ્રાપ્તિ સુધી સુગતિનું હેતુપણું છે. તે જ=સ્વરૂપથી શુભ પણ મોક્ષનું અંગ એવું તે જ, મનુષ્યપણું શિકારી આદિનું ફલથી અશુભ જ છે; કેમ કે જીવઘાતાદિ અસંયમનું હેતુપણું હોવાને કારણે દુર્ગતિનું હેતુપણું છે. એમ હોતે છતે પણ બંનેના પણ મનુષ્યપણાના ભેદમાં તુલ્યપણાથી કહેવું=બંનેનું મનુષ્યપણું સમાન છે તેમ કહેવું, સંયતજનના મનુષ્યપણાની અવજ્ઞાથી જિનની અવજ્ઞા જ છે; કેમ કે જિન વડે જ ભેદથી અભિધાન છે=સંયત અને અસંયત જીવોના મનુષ્યપણામાં ભેદથી અભિધાન છે. લોકમાં પણ લક્ષણથી ઉપેત અને લક્ષણથી અનુપેત એવા બે મણિના તુલ્યપણાથી કથનમાં લક્ષણોપેત મણિની અવજ્ઞાથી તેના પરીક્ષકની અવજ્ઞા જ દેખાય છે. ‘કૃતિ’ શબ્દ પૂર્વપક્ષીના કથનની સમાપ્તિમાં છે.
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અન્યદર્શનના યોગીઓમાં પણ કંઈક ધર્મ છે અને કંઈક અંશે અધર્મ છે. આવું સ્વીકારવામાં આવે તો અન્યદર્શનમાં જે અંશમાં ધર્મનું નિરૂપણ છે એ અંશમાં સત્યપણું છે અને જે અંશમાં અસંબદ્ધ રીતે ધર્મનું નિરૂપણ છે તે અંશમાં અસત્યપણું છે. એથી અન્યદર્શનમાં મિશ્રપણું